Home> India
Advertisement
Prev
Next

J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ સહિત 3 આતંકીઓ ઠાર

જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોને આતંકીઓ સામેની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. પુલવામાના ત્રાલમાં સુરક્ષાદળોએ જૈશ એ મોહમ્મદના 3 આતંકીઓનો ખાત્મો કર્યો છે.

J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ સહિત 3 આતંકીઓ ઠાર

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોને આતંકીઓ સામેની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. પુલવામાના ત્રાલમાં સુરક્ષાદળોએ જૈશ એ મોહમ્મદના 3 આતંકીઓનો ખાત્મો કર્યો છે. સુરક્ષાદળોને તેમના મૃતદેહો પણ મળી ગયા છે. આ સાથે તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યાં છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. એવું પણ  કહેવાય છે કે માર્યા ગયેલા 3 આતંકીઓમાં પુલવામા આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ આતંકી મુદાસીર પણ સામેલ છે. મળેલી જાણકારી મુજબ આતંકી મુદાસીરે જ આતંકી હુમલા માટે વિસ્ફોટક પહોંચાડ્યા હતાં. 

fallbacks

2014ની જેમ મોદી સરકારને સરળતાથી નહિ મળે જીત, સરવેનો આંકડો છે ચોંકાવનારો

સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરના પુલવામાના ત્રાલ વિસ્તારના પિંગલિશમાં ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ  કર્યું. તેમને વિસ્તારમાં આતંકીઓની હાજરીની સૂચના મળી હતી. સર્ચ અભિયાન દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધુ. સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી.

સુરક્ષાદળો અને પોલીસે સ્થાનિક લોકોને એન્કાઉન્ટરના સ્થળથી દૂર રહેવાની સલાહ આપી હતી. તેમનું કહેવું હતું કે એન્કાઉન્ટરના સ્થળ પર વિસ્ફોટકો સહિત અનેક જોખમો છે. પોલીસે આ મામલે કેસ પણ દાખલ કર્યો છે. અત્રે જણાવવાનું કે 14 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના આતંકીઓએ પુલવામામાં સીઆરપીએફના  કાફલાને નિશાન બનાવીને આત્મઘાતી હુમલો કર્યો હતો. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતાં. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે  કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More