Home> India
Advertisement
Prev
Next

પુલવામા જેવા હુમલાનું હતું ષડયંત્ર, સુરક્ષાદળોએ લશ્કરના કમાન્ડર સહિત 3 આતંકીઓને કર્યા ઢેર

જમ્મુ-કાશ્મીર પોલીસ અનુસાર આ ત્રણ આતંકી સુરક્ષાદળોના કેમ્પમાં 2019 પુલવામા જેવા હુમલાની ફિરાકમાં હતા. પોલીસ અનુસાર મુખ્તાર ભટ સીઆરપીએફના એએસઆી અને બે આરપીએફ કર્મીઓની હત્યા સહિત ઘણા ગુનાઓમાં સામેલ રહ્યો છે. 

પુલવામા જેવા હુમલાનું હતું ષડયંત્ર, સુરક્ષાદળોએ લશ્કરના કમાન્ડર સહિત 3 આતંકીઓને કર્યા ઢેર

પુલવામાઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એક અથડામણ દરમિયાન સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઢેર કરી મોટા ફિદાયીન હુમલાના ખતરાને ટાળી દીધો છે. અવંતીપોરા એનકાઉન્ટરમાં લશ્કર મુખ્તાર ભટ સહિત ત્રણ આતંકીઓ માર્યા ગયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અનુસાર, આ ત્રણ આતંકી સુરક્ષાદળના કેમ્પમાં 2019 પુલવામા જેવા ફિદાયીન હુમલાની ફિરાકમાં હતા. પોલીસ અનુસાર મુખ્તાર ભટ સીઆરપીએફના એસએસઆી અને બે આરપીએફ કર્મીઓની હત્યા સહિત અને ગુનાહિત મામલામાં સામેલ રહ્યો છે. 

fallbacks

એડીજીપી કાશ્મીરે જણાવ્યું, અવંતીપોરા અથડામણમાં લશ્કર કમાન્ડર મુખ્તાર ભટ સહિત ત્રણ આતંકીઓ માર્યા ગયા છે. સૂત્રો પ્રમાણે મુખ્તાર એક વિદેશી આતંકી સાથે મળી સિક્યોરિટી કેમ્પમાં ફિદાયીન હુમલાની ફિરાકમાં હતો. આતંકીઓ પાસેથી એક એકે 74 રાઇફલ, એક એકે 56 રાઇફલ અને એક પિસ્તોલ જપ્ત થઈ છે. પોલીસ અને સેનાએ એક મોટા આતંકી હુમલાની ઘટનાને ટાળી દીધી છે. 

એડીજીપીએ જણાવ્યું કે મુખ્તાર ઘાટીમાં ઘણી આતંકી ઘટનાઓમાં સામેલ રહ્યો હતો. તે સીઆરપીએફના એએસઆી અને બે આરપીએફ કર્મીઓની હત્યા કરી ચુક્યો હતો. સત્તાવાર સૂત્રએ જણાવ્યું કે સુરક્ષા દળોને આતંકીઓ છુપાયા હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ સુરક્ષાદળોએ સ્થળ પર જઈને આતંકીઓને ઘેરી લીધા હતા. ત્યારબાદ છુપાયેલા આતંકીઓએ સુરક્ષાદળો પર ગોળી ચલાવી દીધી. ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં ત્રણેય આતંકીઓ માર્યા હયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More