Home> India
Advertisement
Prev
Next

આગામી 10 દિવસમાં આ 4 રાશિના જાતકોનું ભાગ્ય પલટાઈ જવાનું છે, શુક્રનું રાશિ પરિવર્તન કરશે 'ચમત્કાર'

વર્ષના અંતમાં એટલે કે 30 ડિસેમ્બરના રોજ શુક્ર ગ્રહ પોતાનું રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. ભૌતિક સુખ સુવિધા, પૈસા, પ્રગતિ અને મેરિડ લાઈફ પર સીધી અસર નાખતો શુક્ર આ દિવસે મકર રાશિમાંથી નીકળીને ધનુ રાશિમાં પ્રવેશ કરશે. 

આગામી 10 દિવસમાં આ 4 રાશિના જાતકોનું ભાગ્ય પલટાઈ જવાનું છે, શુક્રનું રાશિ પરિવર્તન કરશે 'ચમત્કાર'

નવી દિલ્હી: દર મહિને ગ્રહોની સ્થિતિમાં ફેરફાર થતા રહે છે પરંતુ વીતી રહેલા વર્ષ અને નવા વર્ષમાં થનારા ફેરફાર ઉપર બધાનું ધ્યાન સૌથી વધુ રહેતું હોય છે. આ વર્ષે તો આ ફેરફાર વધુ મહત્વના બની રહ્યા છે કારણ કે વર્ષના અંતમાં એટલે કે 30 ડિસેમ્બરના રોજ શુક્ર ગ્રહ પોતાનું રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. ભૌતિક સુખ સુવિધા, પૈસા, પ્રગતિ અને મેરિડ લાઈફ પર સીધી અસર નાખતો શુક્ર આ દિવસે મકર રાશિમાંથી નીકળીને ધનુ રાશિમાં પ્રવેશ કરશે. 

fallbacks

વક્રી ચાલ ચલશે શુક્ર
શુક્ર વક્રી ચાલ ચાલતા 30 ડિસેમ્બરના રોજ ધનુ રાશિમાં પ્રવેશ કરશે અને 27 ફેબ્રુઆરી 2022 સુધી આ રાશિમાં રહેશે. આ દરમિયાન 4 રાશિના જાતકો માટે આ સમય ખુબ શુભ સાબિત થશે. 

મેષ (Aries)
મેષ રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર ખુબ જ લાભદાયી સાબિત થશે. તેમને કરિયરમાં જબરદસ્ત પ્રગતિ થશે અને ખુબ પૈસો કમાશો. સારી વાત એ છે કે આ લોકો નવા વર્ષ માટે જે પણ લક્ષ્ય બનાવશે તેને પૂરા કરી શકશે. વિદ્યાર્થીઓને લાભ મળશે. 

વૃષભ (Taurus)
વૃષભ રાશિના જાતકોને શુક્રનું રાશિ પરિવર્તન ખુબ મોટો ધન લાભ  કરાવશે. પૈસાની કમીના કારણે અત્યાર સુધી જે કામ તમારા અટવાયેલા હતા તે હવે ઝડપથી પૂરા થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ સાથે જ શુક્રની કૃપાથી તમે બધા પર સારો પ્રભાવ નાખવામાં સફળ રહેશો. 

fallbacks

કર્ક (Cancer)
કર્ક રાશિના જાતકોનો વક્રી શુક્રનો ધનુમાં પ્રવેશ કરિયરમાં મોટી પ્રગતિ કરાવશે. બેરોજગારોને નોકરી મળશે. ધન લાભ થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. 

વૃશ્ચિક  (Scorpio)
વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ આ સમયગાળો શાનદાર રહેશે. ખુબ પૈસો મળશે. આવક વધશે જે આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. નવા કામ શરૂ કરી શકો છો. સફળતા મળશે. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More