નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને સાડા અગિયાર લાખને પાર કરી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 37,148 કેસ સામે આવ્યા છે અને 587 લોકોના મૃત્યુ આ મહામારીથી થયા છે. આ સાથે દેશમાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 28084 થઈ ગઈ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે જારી આંકડા પ્રમાણે દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 11, 55, 191 થઈ ગઈ છે. હાલ એક્ટિવ કેસોની સંખ્યા 4,02,529 છે અને સારવાર બાદ 7,24,578 દર્દીઓ સાજા થયા છે. આઈસીએમઆર પ્રમાણે 20 જુલાઈ સુધી 1,43,81,303 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. પરંતુ રાહતની વાત દિલ્હીથી આવી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રથમવાર કોરોના વાયરસના નવા કેસોની સંખ્યા 1 હજારથી ઓછી રહી છે.
મહારાષ્ટ્રમાં મૃતકોની સંખ્યા વધીને 12 હજારથી વધુ
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 8240 નવા કેસ સામે આવ્યા છે. કુલ કેસ વધીને 3,18,695 થઈ ગયા છે. મૃતકોની સંખ્યા 12 હજારથી વધી ગઈ છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે, દિવસમાં વધુ 176 દર્દીઓના મોત થવાથી રાજ્યમાં મૃત્યુઆંક વધીને 12,030 થઈ ગયો છે. વિભાગે એક નિવેદનમાં કહ્યું કે, 5460 દર્દીઓને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,75,029 થઈ ગઈ છે. વિભાગે કહ્યું કે, રાજ્યમાં હાલ 1,31,334 લોકોની સારવાર ચાલી રહી છે.
દિલ્હીમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રથમવાર કોરોના વાયરસના નવા કેસની સંખ્યા એક હજારથી ઓછી રહી છે. કેસમાં ઘટાડો થવાની સાથે આમ આદમી પાર્ટી અને ભાજપમાં શ્રેય લેવાની હોડ મચી છે. ભાજપે કહ્યું કે, દિલ્હી સરકાર હેઠળ સ્થિતિ બેકાબુ બન્યા બાદ કેન્દ્રએ તેને નિયંત્રિત કરી. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 954 કેસ સામે આવ્યા છે. અહીં ટેસ્ટિંગની સંખ્યા પણ ઓછી રહી છે. એક જૂન બાદ પ્રથમવાર દિલ્હીમાં એક દિવસમાં એક હજારથી ઓછા કેસ સામે આવ્યા છે.
તમિલનાડુમાં નવા 4985 કેસ
તમિલનાડુમાં સોમવારે કોરોના વાયરસના 4985 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 1.75 લાખથી વધુ થઈ ગઈ છે. તો વધુ 70 દર્દીઓના મોત થવાની સાથે મૃત્યુઆંક વધીને 2551 થઈ ગયો છે. રાજ્યમાં હાલ 51,348 લોકોની સારવાર ચાલી રહી છે. 3861 દર્દીઓને સાજા થયા બાદ રજા આપવામાં આવી છે. અત્યાર સુધી સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 1,21,776 છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે