Home> India
Advertisement
Prev
Next

કાંવડ યાત્રા: બે અલગ-અલગ અકસ્માતમાં 4 કાંવડિયોઓના મોત, 30 કરતા વધુ લોકો ગંભીર

પ્રયાગરાજમાં થયેલા અકસ્માતમાં વાહનમાં આશરે 32 કાંડવડિયો સવાર હતા. જેમાંથી બે કાંવડિયોના મોત થયા છે અનેક ગંભીર રીતે ઘાયલ છે. 

કાંવડ યાત્રા: બે અલગ-અલગ અકસ્માતમાં 4 કાંવડિયોઓના મોત, 30 કરતા વધુ લોકો ગંભીર

લખનઉ/દહેરાદૂન: ઉત્તર પિરદેશ અને ઉત્તરાખંડમાં થયેલા હાલના જ બે માર્ગ અકસ્માતમાં કુલ ચાર કાંડવડિયોના મોત થઇ ગયા છે. જ્યારે, 30 કરતા પણ વધારે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ન્યુઝ એજન્સી એએનઆઇ અનુસાર, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કાંવડિયોને લઇને જઇ રહેલા વાહન પલટી મારી જતા બે કાંવડિયોના મોત થઇ ગયા હતા, જ્યારે કેટાલાય કાંવડિયો ઘાયલ થયા હતા. એસપી બૃજેશ શ્રીવાસ્તવએ જણાવ્યું કે, કાંવડિયોને લઇ જતું વાહન પલટી ગયુ હતું. આ વાહન જૌનપુરથી આવી રહ્યું હતું. વાહનમાં આશરે 32 જેટલા કાંવડિયો હતા. જેમાં બે કાંવડિયોઓના મોત થયા હતા.

fallbacks

જ્યારે ઉત્તરાખંડમાં પણ એક માર્ગ અકસ્માતમાં બે કાંવડિયોના મોત થયા હતા. આ અકસ્માતમાં ટીહરી ગઢવાલ જિલ્લાના બાહઘર પાસે એનએચ-94 પર હતા. એએનઆઇ અનુસાર કાંવડિયોને લઇને જતા એક વાહન પર પહાડ પરથી એક મોટો પથ્થર પડ્યો હતો. જેથી અકસ્માત સર્જાયો હતો. સ્થળ પર રહેલા અન્ય લોકોએ તરત જ પોલીસને જાણ કરી અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. 

યુવકની આત્મહત્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, કાચાપોચા હ્રદયના ન જોતા આ VIDEO

એસડીઆરએફે ઘટના સ્થળ પર પહોંચીને ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી શરૂ કરી હતી. મળતી માહિતી અનુસારા આ અકસ્માતમાં બે કાંવડિયોના મોત થયા છે જેમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More