નવી દિલ્હીઃ પાકિસ્તાન તેની અવળચંડાઈમાંથી બહાર આવતું નથી. જમ્મુ-કાશ્મીરની સરહદે ગોળીબાર અને તોપમારો ચલાવીને તે નિયમિત રીતે યુદ્ધવિરામની શરતોનું ઉલ્લંઘન કરતું રહે છે. હવે, ફરી વખત પાકિસ્તાનના ચાર F-16 વિમાન ભારતીય સરહદમાં ઘુસી આવ્યા હતા. તેમની સાથે એક મોટું યુએવી (માનવ રહીત ડ્રોન વિમાન) પણ હતું.
સુત્રોએ જણાવ્યું કે, "ભારતીય રડારે આજે વહેલી સવારે 3 કલાકે એક મોટું UAV (Unmanned Arial Vehicle) અને ચાર પાકિસ્તાની F-16 વિમાન ભારતીય સરહદમાં પંજાબના ખેમકરણ વિસ્તારમાં ઉડતા જોવા મળ્યા હતા. જેના જવાબમાં ભારતે સુખોઈ-30 અને મિરાજ જેટ વિમાન મોકલ્યા હતા. ભારતીય વિમાને પીછો કરતાં પાકિસ્તાનના યુદ્ધ વિમાન તેમની સરહદમાં પાછા જતા રહ્યા હતા."
Sources: At 3 AM today, Indian radars detected a large sized UAV & package of 4 Pakistani F-16s flying close to Indian border in Khemkaran sector in Punjab. India scrambled Su-30MKIs & Mirage jets in response after which the Pakistani jets retreated further into their territory. pic.twitter.com/ZKTbw8zPZo
— ANI (@ANI) April 1, 2019
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ભારત દ્વારા 26 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલી એર સ્ટ્રાઈકનો જવાબ આપવા માટે 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાને તેના F-16 વિમાન જમ્મુ-કાશ્મીરમાં મોકલ્યા હતા. ભારતે તેનો જવાબ આપવા માટે મિગ-21 મોકલ્યા હતા. આ વળતી કાર્યવાહીમાં ભારતે પાકિસ્તાનનું એક F-16 વિમાન તોડી પાડ્યું હતું. ભારતનું પણ મિગ-21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને ભારતીય પાઈલટ અભિનંદન વર્થમાન પાકિસ્તાનની સરહદમાં જઈને પડ્યો હતો. જેને બે દિવસ બાદ પાકિસ્તાનને ભારતને પરત સોંપ્યો હતો.
ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ ઈન્દિરા ગાંધીનું પુનરાગમન કરતી 1980ની ચૂંટણી
પાકિસ્તાનને અમેરિકાએ F-16 વિમાન આપેલા છે. જોકે, અમેરિકાએ આ વિમાન એવી શરતે આપ્યા છે કે પાકિસ્તાન તેનો ઉપયોગ કોઈ યુદ્ધમાં કે યુદ્ધ સંબંધિત કાર્યવાહીમાં કરી શકશે નહીં. અમેરિકાએ પાકિસ્તાનને તેના દ્વારા ભારત સામે F-16 વિમાનનો ઉપયોગ કરવા બદલ ધમકી પણ આપવામાં આવી હતી. તેમ છતાં, પાકિસ્તાન અવળચંડાઈ કરવામાં સુધરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે