Home> India
Advertisement
Prev
Next

દિલ્હી બાદ બેંગ્લોરની 40 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇ-મેઇલ મળ્યા બાદ ખળભળાટ

Bengaluru Schools Bomb Threat: દિલ્હી બાદ બેંગ્લોરની 40 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇ-મેઇલ મળ્યા બાદ ખળભળાટ. શાળા પ્રશાસનને ધમકીભર્યા ઇમેઇલ મળ્યા ત્યારે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. 

દિલ્હી બાદ બેંગ્લોરની 40 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇ-મેઇલ મળ્યા બાદ ખળભળાટ

Bengaluru Schools Bomb Threat: દિલ્હી પછી આજે બેંગલુરુની 40 શાળાઓમાં પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. આજે સવારે શાળા પ્રશાસનને ધમકીભર્યા ઇમેઇલ મળ્યા ત્યારે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. 

fallbacks

'અન્ય કોઇ વિકલ્પ નહીં' નું પરિબળ કોંગ્રેસમાં લાગું! આ બે પરિવાર કોંગીનું TINA ફેક્ટર

પોલીસે બોમ્બ અને ડોગ સ્ક્વોડ સાથે શાળાઓના દરેક ખૂણાની તપાસ કરી હતી, પરંતુ અત્યાર સુધીની તપાસમાં કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુ મળી નથી. પોલીસે ધમકીભર્યા ઇમેઇલ મોકલનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે. રાજરાજેશ્વરી નગર અને કેંગેરી સહિત ઘણા વિસ્તારોની શાળાઓને આજે ઇમેઇલ મોકલીને ધમકી આપવામાં આવી હતી.

ગુજરાતીઓને માથે તોળાયુ મોટું સંક્ટ; પરેશ ગોસ્વામીએ કર્યા સચેત, નોંધી લેજો આ તારીખો

શું લખ્યું હતું ઇમેઇલમાં?
તમને જણાવી દઈએ કે ઇમેઇલ roadkill 333@atomicmail.io નામના ઇમેઇલ આઈડી પરથી મોકલવામાં આવ્યો છે જેમાં શાળાની અંદર બોમ્બનો વિષય છે. ઇમેઇલમાં દાવો કરવામાં આવ્યો છે કે શાળાના વર્ગખંડોમાં ટ્રાઇનિટ્રોટોલ્યુએન (TNT) થી બનેલા વિસ્ફોટકો સ્થાપિત કરવામાં આવ્યા છે. પ્લાસ્ટિકની થેલીઓમાં વિસ્ફોટકો છુપાવવામાં આવ્યા છે, જે ગમે ત્યારે વિસ્ફોટ થશે. 

'5-5 વર્ષ સુધી કામ કરીએ છતાં મત ન મળે તો ક્યાં સુધી લડીશું, જનતા ન સુધરે તો મારે...'

ધમકીભર્યા ઇમેઇલ મળ્યા બાદ, બેંગલુરુ પોલીસ સતર્ક થઈ ગઈ. શાળાઓની બહાર પોલીસ ટીમો તૈનાત કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શાળાના બધા રૂમ, રમતના મેદાન, બેન્ચ અને ઓફિસો ખાલી કરાવવામાં આવ્યા હતા અને તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More