નવી દિલ્હી: દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 415 થઇ. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યાર સુધી તેમાંથી 23 દર્દી સંપૂર્ણ રીતે ઠીક થઇ ગયા છે જ્યારે સાત લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે આ જાણકારી આપી. આ સાથે જ એ પણ જાણકારી આપવામાં આવી કે 12 વધારાની લેબોરેટરી ચેન રજિસ્ટર કરવામાં આવી છે અને કામકાજ શરૂ કરી દેવામાં આવ્યા છે.
આઇસીએમઆરએ પોતાની તાજા અપડેટમાં જણાવ્યું કે કોરોના વાયરસની તપાસ માટે સોમવારે સવારે 10 વાગ્યા સુધી 17,493 લોકોના લેવામાં આવેલા 18,383 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. કોલકત્તામાં કોરોના વાયરસથી પહેલો મોતનો સામે આવ્યો છે. 55 વર્ષના કોરોના પોઝિટિવ દર્દીએ સોમવારે દમ તોડ્યો છે.
મુંબઇમાં કોરોના વાયરસથી વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. 68 વર્ષીય દર્દી ફિલીપિન્સનો નાગરિક હતો. તમને જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 89 થઇ ગઇ છે. આજે 15 નવા કેસ સામે આવ્યા છે. કોરોના પીડિત દર્દીઓની સંખ્યામાં મહારાષ્ટ્ર દેશમાં પહેલા નંબર પર છે. તાજા આંકડા અનુસાર દેશભરમાં કોરોના વાયરસથી પિડીત દર્દીઓની સંખ્યા 421 થઇ ગઇ છે.
ગાજિયાબાદના કૌશાંબી વિસ્તારમાં રહેનાર એક ડોક્ટરમાં કોરોનાની પુષ્ટિ થઇ છે. તેમણે દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણકારી અનુસાર દર્દી 3 દિવસ પહેલાં ફ્રાન્સથી પરત ફર્યો હતો. કોરોના વાયરસના કારણે આખા પંજાબમાં કર્ફ્યૂ લગાવી દીધો છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આ આદેશ જાહેર કર્યા છે. મુંબઇ-પુણે એક્સપ્રેસ વે ને સવારના સમયે બંધ કરી દીધો હતો પરંતુ લોકોની વધતી જતી ભીડને જોતાં તેને ફરીથી શરૂ કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે