મુંબઈઃ મુંબઈમાં એક બહુમાળી ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં 5 લોકોનાં મોત થયા છે અને 2 લોકો ઘાયલ થયા છે. અત્યારે રાહત-બચાવ કાર્ય ચાલુ છે અને મૃતાંક વધવાની શક્યતા છે.
જયપુરઃ બ્રેઈન સર્જરી દરમિયાન હનુમાન ચાલીસા બોલતો રહ્યો દર્દી અને પછી....
મુંબઈના તિલકનગર વિસ્તારમાં ગણેશન નગર નજીક આવેલી સરગમ સોસાયટીની એક 15 માળની બહુમાળી ઈમારતના 14મા માળે ભીષણ આગ ફાટી નિકળી હતી. આગ બુઝાવવા માટે ફાયરબ્રિગેડના 8 ફાયરફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને હાલ રાહત બચાવકાર્ય પૂરજોશમાં ચાલુ છે.
#UPDATE Chembur, Mumbai: Fire on the 14th floor of Sargam Society near Ganesh Garden in Tilak Nagar has been declared as level-3 fire. pic.twitter.com/k36wnJBHKS
— ANI (@ANI) December 27, 2018
આગ એટલી ભીષણ છે કે તેના કારણે રાહત-બચાવ કાર્યમાં મુશ્કેલી નડી રહી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે