Home> India
Advertisement
Prev
Next

5 વર્ષનો માસૂમ બાળક એકલો વિમાનમાં બેસી 3 મહિના બાદ પહોંચ્યો માતાને મળવા

બે મહિના બાદ સોમવાર સવારેથી કેટલીક ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ થઈ ગઇ છે. તેમાંથી એક ફ્લાઇટમાં 5 વર્ષનો માસૂમ વિહાન શર્મા દિલ્હીથી બેંગલુરૂ એકલો મુસાફરી કરી પોતાની માતાને મળવા પહોંચ્યો હતો. 'સ્પેશિયલ કેટેગરી'ની ટિકિટ લઇ વિહાન બેંગલુરૂમાં કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ત્રણ મહિના બાદ પોતાની માતાને મળ્યો. માતાએ પોતાના બાળકને સંભાળતા કહ્યું, મારો પાંચ વર્ષનો દિકરો વિહાન દિલ્હીથી એકલો યાત્રા કરી આવ્યો છે. તે ત્રણ મહિના બાદ બેંગલુરૂ આવ્યો છે.

5 વર્ષનો માસૂમ બાળક એકલો વિમાનમાં બેસી 3 મહિના બાદ પહોંચ્યો માતાને મળવા

નવી દિલ્હી: બે મહિના બાદ સોમવાર સવારેથી કેટલીક ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ થઈ ગઇ છે. તેમાંથી એક ફ્લાઇટમાં 5 વર્ષનો માસૂમ વિહાન શર્મા દિલ્હીથી બેંગલુરૂ એકલો મુસાફરી કરી પોતાની માતાને મળવા પહોંચ્યો હતો. 'સ્પેશિયલ કેટેગરી'ની ટિકિટ લઇ વિહાન બેંગલુરૂમાં કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ત્રણ મહિના બાદ પોતાની માતાને મળ્યો. માતાએ પોતાના બાળકને સંભાળતા કહ્યું, મારો પાંચ વર્ષનો દિકરો વિહાન દિલ્હીથી એકલો યાત્રા કરી આવ્યો છે. તે ત્રણ મહિના બાદ બેંગલુરૂ આવ્યો છે.

fallbacks

આ પણ વાંચો:- કોરોનાથી મહારાષ્ટ્ર  ખરાબ રીતે પ્રભાવિત, કેરળને કરી ડોક્ટર અને નર્સ મોકલવાની અપીલ

કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટના એક અધિકારીએ બાળકના વાપસીનું ટ્વિટ કર્યું, વેલકમ હોમ, વિહાન! (શર્મા) બેંગલુરૂ એરપોર્ટ સતત અમારા તમામ યાત્રીઓના સુરક્ષિત વાપસીની દિશામાં કામ કરી રહ્યું છે. એખ પીળા રંગની જેક્ટ અને માસ્ક પહેરી વિહાન શર્મા એરપોર્ટ પર ઉભો હતો. તેના પ્લેકાર્ડ પર સ્પેશિયલ કેટેગરી લખ્યું હતું. તેની માતા મંજીશ શર્મા તેને લેવા માટે એરપોર્ટ પર પહોંચી હતી. મંજીશ તેના પુત્રને 3 મહિના બાદ જોઈ ભાવુક થઈ ગઈ, ત્યારબાદ બંને ખુશી-ખુશી ઘરે જવા માટે રવાના થઈ ગયા. છેલ્લા બે મહિનાથી વિહાન દિલ્હીમાં તેના દાદા-દાદીની સાથે હતો.

આ પણ વાંચો:- કોરોનાથી બચવા માટે હોમિયોપેથીને મળી મોટી સફળતા, મહિનામાં ફક્ત 6 દિવસ ખાવાની રહેશે દવા

કોરોના વાયરસ મહામારીને રોકવા માટે લાગુ કરવામાં આવેલ લોકડાઉના બે મહિના બાદ ભારતમાં સોમવારના વિમાન સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવી છે. અનેક ચિંતાજનક ક્ષણો પછી નાગરિક વિમાન સેવાઓ પુન: શરૂ કરવામાં આવી છે. તે પહેલા કોવિડ-19 સંક્રમણના પ્રકોપના કારણે તમામ ઓપરેશન્સને માર્ચના છેલ્લા સપ્તાહમાં રદ કરવા પડ્યા હતા. ઈન્ડિગોએ સોમવારે વહેલી તકે તેની દિલ્હી-પુણે સેવા શરૂ કરી હતી.

આ પણ વાંચો:- શ્રમિકોને લઇને વિવાદ! યોગી આદિત્યનાથના નિવેદન બાદ રાજ ઠાકરેનું આવ્યું રિએક્શન

મહામારીથી સૌથી વધારે પ્રભાવિત થયેલા મહારાષ્ટ્રની સરકારે કોવિડ-29 મહામારીને ધ્યાન રાખી પ્રતિંબધ પરિચાલનને રવિવારના પરવાનગી આપી હતી. ત્યારબાદથી અન્ય કેટલીક ઇનકમિંગ અને આઉટગોઇંગ ફ્લાઇ્ટસ દિવસ દરમિયાન નિર્ધારિત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More