Home> India
Advertisement
Prev
Next

કુંભ મેળામાં પહેલીવાર આ વર્ષે ઉભી કરાશે ખાસ વ્યવસ્થા

 કુંભ દરમિયાન પહેલીવાર દેશ તેમજ વિદેશથી આવનારા શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટરનીસુવિધા પ્રાપ્ત કરાવવામાં આવશે અને સાથે જ સમગ્ર કુંભમાં ટેન્ટ સિટી વિકસીત કરવામાં આવશે, જેમાં 5000 કોટેજ હશે

કુંભ મેળામાં પહેલીવાર આ વર્ષે ઉભી કરાશે ખાસ વ્યવસ્થા

ઉત્તર પ્રદેશના ઈલાહાબાદમાં આગામી વર્ષે યોજાનારા કુંભ મેળાને લઈને સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અધિકારીઓનો દાવો છે કે, કુંભ દરમિયાન પહેલીવાર દેશ તેમજ વિદેશથી આવનારા શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટરની સુવિધા પ્રાપ્ત કરાવવામાં આવશે અને સાથે જ સમગ્ર કુંભમાં ટેન્ટ સિટી વિકસીત કરવામાં આવશે, જેમાં 5000 કોટેજ હશે.

fallbacks

પર્યટન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર તેમજ પ્રદેશ સરકાર છેલ્લા દોઢ વર્ષથી કુંભને વધુ સારુ બનાવવાના પ્રયાસો કરી રહ્યું છે. અમે ત્યાં આધુનિક વ્યવસ્થા શ્રદ્ધા અને પરંપરાની સાથે આપીશું. આ ક્રમમાં હેલિકોપ્ટરથી મહાકુંભના દર્શન કરાવવામાં આવશે. કુંભનું આકર્ષણ આ વખતે પણ અખાડાઓનું સ્નાન તથા શાહી સવારી હશે.

કુંભ દરમિયાન દેશભરના કલાકારો અહીં સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. તેના માટે 6 અલગ અલગ કેન્દ્રો બનાવવામાં આવશે. લગભગ 10,000ની ક્ષમતાવાળું એક કન્વેન્શન સેન્ટર બનશે. જ્યાં કલાકારોની પ્રસ્તુતિ થશે. કુંભનો પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. પર્યટન વિભાગના એક વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, મહાકુંભમાં વધુ સારી વ્યવસ્થા હશે. ગુપ્ત કેમેરાના માધ્યમથી નજર રાખવામાં આવશે. કમાન્ડોની ટીમ તૈનાત હશે. શહેરનું નવીનીકરણ અને રસ્તો વધુ પહોળો કરવાનો પ્રયાસ કરવામાં આવશે. 

અધિકારીઓના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન દ્વારા ચલાવવામાં આવેલ સ્વચ્છતા અભિયાનને ધ્યાનમાં રાખતા ઈકો ફ્રેન્ડલી સેનિટેશનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બાયોડિગ્રેબલ ટોયલેટ લગાવવામાં આવશે, જેથી ગંગામાં કોઈ ગંદકી ન જાય. સારો રસ્તો, વીજળી, પાણીની સુવિધા આપવામાં આવશે. ઉત્તર પ્રદેશના પર્યટન મંત્રી રીટા બહુગુણા જોશીના જણાવ્યા અનુસાર, કુંભ દરમિયાન 5000 કોટેજ બનાવવામાં આવશે. જેમાં 1200 સ્વિસ કોટેજ હશે. તેમાં ડીલક્સ, સુપર ડીલક્સ કેટેગરી હશે. બહાર આવનારા શ્રદ્ધાળુઓ આ સ્થાનો પર રોકાશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More