Home> India
Advertisement
Prev
Next

AAP પર મોટું સંકટ! રાજકોટમાં આપેલા નિવેદન પર ઘેરાયા અરવિંદ કેજરીવાલ, ચૂંટણી પંચને રજૂઆત

56 પૂર્વ સનદી અધિકારીઓએ ચૂંટણી પંચને પક્ષની માન્યતા રદ્દ કરવાની માંગણી કરી છે. પત્રમાં કેજરીવાલની રાજકોટમાં કરવામાં આવેલી એક પ્રેસ કોન્ફરન્સનો હવાલો અપાયો છે. જાણો શું છે મામલો. 

AAP પર મોટું સંકટ! રાજકોટમાં આપેલા નિવેદન પર ઘેરાયા અરવિંદ કેજરીવાલ, ચૂંટણી પંચને રજૂઆત

દેશના 56 પૂર્વ સનદી અધિકારીઓએ આમ આદમી પાર્ટીની રાજકીય માન્યતા રદ કરવા માટે ચૂંટણી પંચમાં રજૂઆત કરી છે. રાજકોટમાં અરવિંદ કેજરીવાલે તાજેતરમાં કરેલી પ્રેસ કોન્ફરન્સના આધારે આ રજૂઆત કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે સરકારી કર્મચારીઓને આમ આદમી પાર્ટી માટે કામ કરવા માટે નિવેદન આપ્યું હતું. આ નિવેદન સનદી સેવાઓના નિયમોના ભંગ સમાન હોવાની રજૂઆત કરવામાં આવી છે. 

fallbacks

અધિકારીઓએ માંગણી કરી છે કે ચૂંટણી બંધારણમાં અપાયેલા અધિકારોનો ઉપયોગ કરીને આમ આદમી પાર્ટી પર કડક કાર્યવાહી કરીને તેની માન્યતા રદ રદ કરે. પત્રમાં અરવિંદ કેજરીવાલની રાજકોટમાં કરવામાં આવેલી એક પ્રેસ કોન્ફરન્સનો હવાલો અપાયો છે. 56 પૂર્વ સનદી અધિકારીઓએ ભારતના ચૂંટણી પંચને પત્ર લખીને 'ચૂંટણી લોકતંત્રને નષ્ટ' કરવા બદલ આમ આદમી પાર્ટીની માન્યતા રદ કરવાની માંગણી કરી છે. આ પૂર્વ સિવિલ સેવકોએ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા કરાયેલી 'અસંતુલિત અને વિવાદાસ્પદ' ટિપ્પણીઓ તરફ ઈશારો કર્યો છે. આગ્રહ કરાયો છે કે પાર્ટીની માન્યતા રદ કરવામાં આવે કારણ કે તેમના નેતા અરવિંદ કેજરીવાલે તાજેતરમાં ગુજરાતમાં સરકારી અધિકારીઓને લાલચ આપવાનો કથિત પ્રયત્ન કર્યો જેથી કરીને થોડા મહિના બાદ થનારી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને ફાયદો થઈ શકે. 

'દિલ્હીના સીએમએ અધિકારીઓને ઉક્સાવ્યા'
પૂર્વ સનદી અધિકારીઓએ 3 સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં થયેલી અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સનો હવાલો આપતા કહ્યું કે દિલ્હીના સીએમએ નોકરશાહોને આમ આદમી પાર્ટીના પક્ષમાં કામ કરવા માટે ઉકસાવ્યા જેથી કરીને ચૂંટણીમાં પાર્ટીને જીત મળી શકે. સિવિલ સેવકોએ કહ્યું કે તેઓ કેજરીવાલના આ પ્રયત્નને ધરમૂળથી ફગાવે છે. પત્રમાં કહેવાયું છે કે કેજરીવાલે આગામી વિધાનસભા ચૂંટણીમાં AAP ને જીત અપાવવા માટે હોમગાર્ડ, પોલીસકર્મીઓ, આંગણવાડી કાર્યકરો, રાજ્ય પરિવહન ડ્રાઈવરો સહિત અન્ય લોકોને કામ કરવા માટે આહ્વાન કર્યું હતું. 

'કેજરીવાલે મહિલાઓને પૈસા આપવાની વાત કરી'
પત્ર મુજબ દિલ્હીના મુખ્યમંત્રીએ રાજ્ય પરિવહનના ડ્રાઈવરો અને કંડક્ટરોને કહ્યું હતું કે તેઓ મુસાફરોને આમ આદમી પાર્ટીને મત આપવા માટે મનાવે. પત્રમાં એવો પણ આરોપ કરાયો છે કે કેજરીવાલે પોલીસ અધિકારીઓને રાજ્ય સરકારની પ્રક્રિયાઓ તથા નિયમો વિરુદ્ધ કામ કરવાની સલાહ આપી હતી. આ ઉપરાંત પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે કેજરીવાલે રાજ્યમાં પોતાની પાર્ટીના સત્તામાં આવ્યાના એક મહિનાની અંદર આ લોક સેવકોને મફત વીજળી, મફત શિક્ષણ, નવી શાળા, તેમના ઘરોમાં મહિલાઓને તેમની નિષ્ઠાના બદલામાં પૈસા આપવાની રજૂઆત પણ કરી. 

પૂર્વ સનદી અધિકારીઓએ ચૂંટણી પંચને લખેલા પત્રમાં કહ્યું છે કે લાલચ આપવાના આ પ્રકારના પ્રયત્નોનો તે લોકતાંત્રિક તાણાવાણા પર ઘણી અસર પડે છે તેની સાથે ભારતમાં ચૂંટણી આયોજિત કરાય છે. તેમણે કહ્યું કે 'તેને જોતા અમે ચૂંટણી પંચને આગ્રહ કરીએ છીએ કે તેઓ આપની એક રાજકીય પક્ષ તરીકેની માન્યતા પાછી ખેંચે કારણ કે તેણે ચૂંટણી ચિન્હ (આરક્ષણ અને ફાળવણી) આદેશ, 1968નો ખુલ્લેઆમ ભંગ કર્યો છે તથા AAP ના રાષ્ટ્રીય સંયોજકનો વ્યવહાર આચાર સંહિતાનો ભંગ છે.' પૂર્વ સનદી અધિકારીઓનું કહેવું છે કે કેજરીવાલની ટિપ્પણીઓ જન પ્રતિનિધિ કાયદા 1951ની જોગવાઈઓનો પણ ભંગ કરે છે. 

પૂર્વ સનદી અધિકારીઓએ પત્રમાં લખ્યું છે કે 'અમારો દ્રઢ વિશ્વાસ છે કે AAP ના સંયોજક અને એક વર્તમાન મુખ્યમંત્રી તરફથી આ પ્રકારની ભડકાઉ ટિપ્પણીઓ રાજ્યની સંસ્થાઓ અને અભિભાવકોમાં નિર્વિવાદ રીતે જનતાના વિશ્વાસને ઓછો કરે છે.' જન પ્રતિનિધિ કાયદા 1951 ની કલમ 6એ અને 123 નો હવાલો આપતા તેમણે કહ્યું કે AAP ભ્રષ્ટ આચરણમાં સામેલ રહી છે અને તેના સંયોજકની અપીલ 'ચૂંટણી લોકતંક્ષને નિષ્ટ કરવા અને જાહેર સેવાને નબળી' પાડનારી છે. પૂર્વ સનદી અધિકારીઓએ કહ્યું કે AAP ના સંયોજકોએ આદર્શ આચાર સંહિતાનો ભંગ કર્યો છે અને ચૂંટણી પંચને ચૂંટણી ચિન્હ આદેશ 1968 ના પેરા 16એ હેઠળ AAP ની માન્યતા પાછી લેવાની માંગણી કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More