Home> India
Advertisement
Prev
Next

5G Internet Service: 5G સ્પેક્ટ્રમની હરાજીને મળી મંજૂરી, જાણો કયા મહિનાથી શરૂ થશે 5જી ઈન્ટરનેટ સર્વિસ

ભારતમાં 5G સ્પેક્ટ્રમની હરાજીને મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય કેબિનેટે આ માટે મંજૂરી આપી દીધી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના પ્રસ્તાવ મુજબ હરાજીમાં સફળ રહેનારી ટેલિકોમ કંપનીઓ દેશભરમાં 5જી સર્વિસ ઉપલબ્ધ કરાવી શકે છે.

5G Internet Service: 5G સ્પેક્ટ્રમની હરાજીને મળી મંજૂરી, જાણો કયા મહિનાથી શરૂ થશે 5જી ઈન્ટરનેટ સર્વિસ

નવી દિલ્હી: ભારતમાં 5G સ્પેક્ટ્રમની હરાજીને મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય કેબિનેટે આ માટે મંજૂરી આપી દીધી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના પ્રસ્તાવ મુજબ હરાજીમાં સફળ રહેનારી ટેલિકોમ કંપનીઓ દેશભરમાં 5જી સર્વિસ ઉપલબ્ધ કરાવી શકે છે. 8 જુલાઈથી 5જી સ્પેક્ટ્રમ ઓક્શન માટે અરજી કરાશે અને 26 જુલાઈથી હરાજી શરૂ થશે. સરકારનો લક્ષ્યાંક ઓક્ટોબર મહિનાથી 5જી સેવા શરૂ કરવાનો છે. 

fallbacks

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મંત્રીમંડળે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ માટે બિઝનેસ માટેના ખર્ચને ઓછો કરવા માટે આઈએમટી/5જી સ્પેક્ટ્રમની હરાજીને મંજૂરી આપી દીધી. 5જી સેવાઓ જલદી શરૂ કરવામાં આવશે. 4જીથી કરતા 10ગણી ઝડપી 72 ગીગાહર્ટ્ઝથી વધુ સ્પેક્ટ્રમની 20 વર્ષના સમયગાળા માટે હરાજી કરાશે. 

તેમણે વધુમાં કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયાના વિઝન સાથે આગળ વધતા આજે BharatKa5G સ્પેક્ટ્રમની જાહેરાત કરાઈ. સ્પેક્ટ્રમ હરાજીને સપ્ટેમ્બર 2021માં જાહેર થયેલા ટેલિકોમ સેક્ટર રિફોર્મ્સનો લાભ મળશે. જેમાં હરાજીમાં પ્રાપ્ત સ્પેક્ટ્રમ પર zero Spectrum Usage Charges (SUC) વગેરે સામેલ હશે. 

72097.85 MHz સ્પેક્ટ્રમની હરાજી જુલાઈના અંતમાં કરાશે. 8 જુલાઈથી 5જી સ્પેક્ટ્રમ ઓક્શન માટે અરજી કરાશે અને 26 જુલાઈથી હરાજી શરૂ થશે. સરકારનો લક્ષ્યાંક ઓક્ટોબર મહિનાથી 5જી સેવા શરૂ કરવાનો છે. સ્પેક્ટ્રમની માન્યતા 20 વર્ષ માટે હશે. સ્પેક્ટ્રમની હરાજીમાં લો(600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz), મીડ (3300 MHz)અને હાઈ (26 GHz)  ફ્રીક્વન્સી બેન્ડને સામેલ કરાશે. એવું મનાઈ રહ્યું છે કે મીડ અને હાઈ બેન્ડ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરીને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર 5જી સેવા બહાર પાડશે. 

5જી આવ્યા બાદ જોવા મળશે આ અસર...
5જી સર્વિસ આવ્યા બાદ સૌથી મોટું અંતર તમને ઈન્ટરનેટ સ્પીડમાં જોવા મળશે. જેમાં તમને અત્યાર કરતા 10ગણી વધુ ઝડપ જોવા મળશે. આ ઉપરાંત ઓડિયો અને વીડિયો કોલની ક્વોલિટી વધુ સારી થશે. ગેમિંગ સેક્ટરમાં પણ 5જી આવ્યા બાદ વધુ ફેરફાર જોવા મળશે. 

5જી ઈન્ટરનેટ સર્વિસ આવ્યા બાદ IoT ડિવાઈસિસનો ઉપયોગ વધશે જેના કારણે તમારું ઘર સ્માર્ટ ઘર બની જશે. આ ઉપરાંત ડ્રોન દ્વારા ડિલિવરી આપવા અને ખેતરોની દેખભાળ કરવામાં પણ તેનાથી મદદ મળી શકશે. 5જીથી ડ્રાઈવર લેસ ગાડીઓને ઓપરેટ કરવું પણ સરળ બનશે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More