Home> India
Advertisement
Prev
Next

હોટલમાં પ્રેમિકા સાથે સંભોગ દરમિયાન મોત, મહિલાએ આપી આ જાણકારી

મુંબઇની એક હોટલમાં પોતાના સાથી સાથે સંભોગ દરમિયાન 61 વર્ષીય વ્યક્તિનું મોત નિપજ્યું છે. એક પોલીસ અધિકારીએ તેની જાણકારી આપતાં કહ્યું કે સોમવારે સવારે અહીં એક હોટલમાં પોતાના સાથી સાથે સંભોગ દરમિયાન બેભાન થઇ ગયો અને પછી તેને મૃત જાહેર કરી દીધો. હાલ તેના મોતનું કારણ જાણી શકાયું નથી. 

હોટલમાં પ્રેમિકા સાથે સંભોગ દરમિયાન મોત, મહિલાએ આપી આ જાણકારી

Man Dies During Sex: મુંબઇની એક હોટલમાં પોતાના સાથી સાથે સંભોગ દરમિયાન 61 વર્ષીય વ્યક્તિનું મોત નિપજ્યું છે. એક પોલીસ અધિકારીએ તેની જાણકારી આપતાં કહ્યું કે સોમવારે સવારે અહીં એક હોટલમાં પોતાના સાથી સાથે સંભોગ દરમિયાન બેભાન થઇ ગયો અને પછી તેને મૃત જાહેર કરી દીધો. હાલ તેના મોતનું કારણ જાણી શકાયું નથી. 

fallbacks

પ્રેમિકા સાથે સંભોગ દરમિયાન મોત
પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતક સવારે લગભગ 10 વાગે કુર્લા સ્થિત એક હોટલમાં 40 વર્ષીય મહિલા સાથે ચેક ઇન કર્યું, ત્યારબાદ તેણે દાવો કર્યો કે મહિલા તેની પ્રેમિકા છે. થોડા સમય બાદ મહિલાએ હોટલના રિસેપ્શનનો સંપર્ક કર્યો અને કહ્યું કે તેનો પાર્ટનર બેભાન થઇ ગયો છે. હોટલનો સ્ટાફે તાત્કાલિક સ્થાનિક પોલીસને સંપર્ક કર્યો. પોલીસે ઘટનાસ્થળ પહોંચી તે વ્યક્તિને સાયનની એક હોસ્પિટલમાં એડમિટ કરાવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને ભરતી કરતાં પહેલાં મૃત જાહેર કર્યો હતો. 

સ્કૂલમાં ફાયરિંગ પહેલાં મહિલાને કર્યો આ મેસેજ, 19 બાળકોના હત્યાની ચેટ વાયરલ

સંભોગ દરમિયાન દારૂ પીવાનો પ્રયત્ન
ત્યારબાદ તેની સાથી મહિલાને કુર્લા પોલીસ સ્ટેશન લઇને જઇને પૂછપરછ કરવામાં આવી. મહિલાએ જણાવ્યું કે મૃતક વર્લીનો રહેવાસી હતો અને એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. મહિલાના હવાલેથી પોલીસે કહ્યું કે સંભોગ દરમિયાન તેણે દારૂ પીવાનો પ્રયત્ન કર્યો પરંતુ બેભાન થઇ ગયો. 

પોલીસે જણાવ્યું કે પ્રાથમિક સૂચનાના આધારે અમે કેસમાં એક આકસ્મિક મૃત્યું રિપોર્ટ (એડીઆર) નોંધ્યો છે. મોતનું સાચું કારણ જાણવા માટે અમે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહ્યા છીએ. પોલીસનું કહેવું છે કે અમે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે શું તેણે સંભોગ પહેલાં કોઇ દવાનું સેવન કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More