મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ (Maharashtra corona update) ના કેસમાં વધરો થવાનો સિલસિલો જારી છે. આજે સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 61 હજાર 695 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 349 દર્દીઓના મૃત્યુ થયા છે. માત્ર મુંબઈમાં 8217 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે અને આ સંક્રમણથી 49 લોકોના મૃત્યુ થયા છે.
આ પહેલા બુધવારે 58952 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા અને 278 લોકોના જીવ ગયા હતા. તો મંગળવારે 60212, સોમવારે 51751 અને રવિવારે સૌથી વધુ 63294 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા.
રાજ્યમાં અત્યાર સુધી 36,39,855 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 59153 લોકોના મૃત્યુ થયા છે.
આ પણ વાંચોઃ તૈયાર રહો, એક મહિનામાં કેટલો ખતરનાક થશે કોરોના કોઈ નથી જાણતુંઃ નીતિન ગડકરી
કોરોનાના ઝડપી વધી રહેલા કેસ અને ચિંતાજનક સ્થિતિને જોતા રાજ્ય સરકારે બુધવારે રાત્રે 8 કલાકથી 15 દિવસ માટે આકરા પ્રતિબંધો લગાવવાની જાહેરાત કરી હતી. આ પ્રતિબંધ 1 મેએ સવારે સાત કલાક સુધી લાગૂ રહેશે.
રાજ્યમાં વધી રહેલા કેસો વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે કેન્દ્ર સરકારને પત્ર લખી કહ્યુ કે, રાજ્યમાં આગામી 15 દિવસમાં કોરોનાના એક્ટિવ કેસ બમણા થવાની આશંકા છે.
આ પણ વાંચોઃ Corona સંક્રમણ જોતા વધુ એક પરીક્ષા સ્થગિત, ડો. હર્ષવર્ધને કરી જાહેરાત
તેમણે કહ્યું કે, રાજ્યમાં સ્વાસ્થ્ય ઓક્સીજનની જરૂરીયાત એપ્રિલના અંત સુધી 2,000 મેટ્રિક ટન પ્રતિદિન પહોંચવાનું અનુમાન છે, જેની હાલની ખતમ 1200 મેટ્રિક ટન પ્રતિદિન છે.
પાડોશી રાજ્યોથી તરલ ચિકિત્સીય ઓક્સીજનના પરિવહનમાં કેટલાક વિઘ્નોનો હવાલો આપતા ઠાકરેએ દેશના પૂર્વી અને દક્ષિણી ક્ષેત્રોમાંથી ઓક્સીજન હવાઈ માર્ગથી લાવવા માટે રાષ્ટ્રીય આપદા મેનેજમેન્ટ અધિનિયમ હેઠળ મંજૂરી માંગી હતી.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે