નવી દિલ્હી: રિયા ચક્રવર્તીની આજે CBIની ટીમે સતત 7 કલાક સુધી પૂછપરછ કરી હતી. રિયા ચક્રવર્તી DRDO ગેસ્ટ હાઉસથી બહાર નીકળતા જોવા મળી હતી. ગઇકાલે જ્યાં CBIએ 10 કલાક સુધી રિયાની પૂછપરછ કરી હતી ત્યારે આજે 7 કલાક સુધી પૂછપરછ કરી છે. આ રીતે રિયા ચક્રવર્તીની કુલ 17 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે. કે, આજે CBIએ રિયાને તેના ડ્રગ્સને લઇને થયેલી ચેટ પર સવાલ કર્યા છે.
આ પણ વાંચો:- EXCLUSIVE: રિયા ચક્રવર્તીએ ચોરી કર્યો હતો સુશાંતના ડેબિત કાર્ડનો પિન
NBC પણ સુશાંતના મોત મામલે તપાસમાં લાગી
રિયાની કેટલીક મેસેજ ચેટ્સમાં ખુલાસો થયો હતો કે તે ગેરકાયદેસર રીતે ડ્રગ્સ સપ્લાય કરનારા લોકો સાથે સંપર્કમાં હતી અને તેણે કથિત રીતે સુશાંતને ડ્રગ્સ આપવા માટે તેમનો સંપર્ક કર્યો હતો. ડ્રગ્સનો એંગલ સામે આવ્યા બાદ સેન્ટ્રલ બ્યુરો ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની સાથે જ હવે એનસીબી પણ સુશાંતના મોતની તપાસમાં સામેલ થઈ ગઈ છે.
#SushantSinghRajputDeathCase: Mumbai Police escorts Rhea Chakraborty and her brother Showik Chakraborty to their residence. pic.twitter.com/RFShaLPwAd
— ANI (@ANI) August 29, 2020
આ પણ વાંચો:- EXLUSIVE: Bollywoodમાં ડ્રગ ડીલરોના રહસ્યનો ખુલાસો! ઇન્ફોર્મરે જણાવ્યું સત્ય
NBCના સૂત્રએ આપી આ જાણકારી
એક મુલાકાતમાં રિયાએ ડ્રગ્સના દુરૂપયોગને શોધવા માટે તેના લોહીના નમૂના પણ રજૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જેમ કે તેના વકીલ દ્વારા અગાઉ ઉલ્લેખ કર્યો હતો. NCBના એક ટોચના સૂત્રએ કહ્યું, તાજા નમૂનામાંથી એક અઠવાડિયા કરતાં વધુ સમય બાદ લોહીમાં ડ્રગ્સની હાજરી શોધી શકાતી નથી. લોહીના નમૂનાનું પરીક્ષણ ફક્ત ત્યારે જ અસરકારક છે જો તે એક અઠવાડિયામાં કરવામાં આવે. સૂત્રએ કહ્યું: જો કે, બે મહિનાથી વધારે સમય થઈ ચૂક્યો છે. જેથી એજન્સીને લોહીના નમૂના લેવાથી કશું મળશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે