Home> India
Advertisement
Prev
Next

દેશના 7 રાજ્યોમાં Bird Fluનો કહેર, આ રાજ્યોમાં આવવાની આશંકા

કેન્દ્રએ શનિવારે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં બર્ડ ફ્લૂ (Bird Flu) અથવા 'એવિયન ઈન્ફલ્યુએન્ઝા' (Avian influenza)ની પ્રાપ્તિની સાથે રોગથી અસરગ્રસ્ત રાજ્યોની કુલ સંખ્યા સાત પર પહોંચી ગઈ છે. કેન્દ્રએ કહ્યું કે જો કે, દિલ્હી, ચંદીગઢ અને મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થવાનો ઈન્તેજાર છે

દેશના 7 રાજ્યોમાં Bird Fluનો કહેર, આ રાજ્યોમાં આવવાની આશંકા

નવી દિલ્હી: કેન્દ્રએ શનિવારે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં બર્ડ ફ્લૂ (Bird Flu) અથવા 'એવિયન ઈન્ફલ્યુએન્ઝા' (Avian influenza)ની પ્રાપ્તિની સાથે રોગથી અસરગ્રસ્ત રાજ્યોની કુલ સંખ્યા સાત પર પહોંચી ગઈ છે. કેન્દ્રએ કહ્યું કે જો કે, દિલ્હી, ચંદીગઢ અને મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થવાનો ઈન્તેજાર છે કારણ કે, આ સ્થળોએથી લેવામાં આવેલા નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

fallbacks

આ પણ વાંચો:- Corona Vaccine લગાવ્યાના 10 દિવસ બાદ વોલેન્ટિયરનું મોત, કંપનીએ કહી આ વાત

UP અને MPમાં બર્ડ ફ્લૂનો પ્રકોપ
ઉત્તર પ્રદેશ ઉપરાંત અન્ય છ રાજ્યોમાં જ્યાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે તેમાં કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ગુજરાતનો સમાવેશ થાય છે. મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં સાત રાજ્યોમાં આ રોગની પુષ્ટિ થઈ છે... વિભાગે અસરગ્રસ્ત રાજ્યોને રોગના વધુ ફેલાવાને રોકવા માટે પરામર્શ જારી કરી છે. છત્તીસગમાં પોલ્ટ્રીમાં પક્ષીઓ અને બાલોદ જિલ્લામાં જંગલી પક્ષીઓના શુક્રવારે રાત્રે અને શનિવારે સવારે અસ્વભાવિક મોત થયાનાં સમાચાર મળી રહ્યા છે. તેમના નમૂનાઓ પરીક્ષણ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો:- Ladakhમાં Chinaનું ષડયંત્ર નિષ્ફળ, LAC પર ઝડપાયો ચીની સૈનિક; સૈન્ય અધિકારી કરી રહ્યાં છે પૂછપરછ

દિલ્હીના સંજય તળાવમાં બતકનાં મોત
મંત્રાલયે કહ્યું કે દિલ્હીના સંજય તળાવમાં બતકના અકુદરતી મોત થયાના અહેવાલો છે અને આના નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના મુંબઇ, થાણે, ડપોલી, પરભની અને બીડ જિલ્લામાં સમાન મૃત્યુ થયા છે. તેમના નમૂનાઓ ભોપાલના 'આઈસીએઆર- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇ સિક્યુરિટી એનિમલ ડિસીઝિસ'ને મોકલવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More