Home> India
Advertisement
Prev
Next

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, કેબિનેટે DA ને 17 ટકાથી વધારી 28 ટકા કરવા માટે આપી મંજૂરી

7th Pay Commission Latest Updates: 1.2 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ જે લાંબા સમયથી પોતાના વધેલા મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)ની રાહ જોઈ રહ્યા હતા તે ઈન્તેજાર હવે ખતમ થયો છે. 

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, કેબિનેટે DA ને 17 ટકાથી વધારી 28 ટકા કરવા માટે આપી મંજૂરી

નવી દિલ્હી:  7th Pay Commission Latest Updates: 1.2 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ જે લાંબા સમયથી પોતાના વધેલા મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)ની રાહ જોઈ રહ્યા હતા તે ઈન્તેજાર હવે ખતમ થયો છે. 

fallbacks

DA ને 17% થી વધારીને  28% કરવાની મળી મંજૂરી: સૂત્ર
સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે થયેલી કેબિનેટની બેઠકમાં ગત દોઢ વર્ષથી અટકી પડેલા મોંઘવારી ભથ્થાને ફરીથી બહાલ કરવા અંગે મંજૂરી મળી ગઈ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કર્મચારીઓને મોંઘવારી ભથ્થું હવે 28 ટકા પ્રમાણે મળશે જે અત્યાર સુધી 17 ટકાના દરે મળતું હતું. એટલે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને હવે 11 ટકા વધુ મોંઘવારી ભથ્થું મળશે. 

કોરોનાના કારણે અટક્યું હતું DA
અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે કોરોના મહામારીના કારણે કેન્દ્રીય  કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શનર્સના મોંઘવારી રાહત પર ગત વર્ષથી રોક લગાવી રાખી હતી. 

જાન્યુઆરી 2020, જુલાઈ 2020, જાન્યુઆરી 2021, અને જુલાઈ 2021નું મોંઘવારી ભથ્થું કેન્દ્રીય કર્મચારીઓને મળવાનું છે. કેન્દ્ર સરકારે પહેલા જાન્યુઆરી 2020માં મોંઘવારી ભથ્થું 4 ટકા વધાર્યું હતું. ત્યારબાદ એ જ વર્ષે જૂન 2020માં ડીએ 3 ટકા વધારાયું. ત્યારબાદ જાન્યુઆરી 2021માં 4 ટકા DA વધ્યું. આમ કુલ 11 ટકા વધારો થયો. જે હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળશે. 

Congress માં ધરખમ ફેરફારની તૈયારી, કમલનાથને મળશે આ મોટી જવાબદારી!, રાહુલ સંભાળશે સંસદમાં પાર્ટીની કમાન?

જો કે જુલાઈના DA અંગે સરકારે હજુ કોઈ નિર્ણય લીધો નથી. માનવામાં આવી રહ્યું છે કે જુલાઈમાં DA 3 ટકા વધી શકે છે. જો આમ થયું તો કુલ મોંઘવારી ભથ્થું 31 ટકા થઈ જશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને વધેલું મોંઘવારી ભથ્થું સપ્ટેમ્બરથી મળવાનું શરૂ થઈ જશે. 

Eastern Ladakh માં ચીની સૌનિકો સાથે ઘર્ષણની વાત ભારતીય સેનાએ ફગાવી, જાણો શું કહ્યું?

3 વાગે કેબિનેટ નિર્ણયોની બ્રિફિંગ
કેબિનેટ વિસ્તરણ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે કેન્દ્રીય કેબિનેટની બીજી મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. લગભગ એક વર્ષ બાદ આ રીતે આમને સામને બેઠક થઈ. જેમાં મહત્વના નિર્ણયો લેવાયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More