Home> India
Advertisement
Prev
Next

સરકારી કર્મચારીઓને મળશે સારા સમાચાર! આ વખતે મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે બંપર વધારો

7th Pay Commission: સાતમાં પગાર પંચ હેઠળ આ વખતે છેલ્લો મોંઘવારી ભથ્થું વધારો હશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને આશા છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં ગત વખત કરતા સારો વધારો થઈ શકે છે. 

સરકારી કર્મચારીઓને મળશે સારા સમાચાર! આ વખતે મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે બંપર વધારો

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને આશા છે કે સાતમાં પગાર પંચમાં છેલ્લું મોંઘવારી ભથ્થું વધારો ગત વખત કરતા સારો હશે. સરકારે ચાલુ કેલેન્ડર વર્ષના પહેલા ત્રિમાસિક માટે DA માં 2% નો વધારો કર્યો છે. હાલના સમયમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે DA 55 ટકા છે. 31 ડિસેમ્બર 2025ના રોજ સાતમું પગાર પંચ પોતાનો કાર્યકાળ પૂરો કરશે આથી આ આ વખતનો ડીએ વધારો વર્તમાન પગાર પંચ હેઠળ અંતિમ સંશોધન હશે. 

fallbacks

સરકારી કર્મચારીઓને આ વખતે સારા ડીએ વધારાની આશા
મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 2025માં ડીએનો બીજો ભાગ 1 જુલાઈ 2025થી લાગૂ થવાનો છે. જો કે તેની જાહેરાત સામાન્ય રીતે તો ઓક્ટોબર  કે નવેમ્બરના મહિનામાં દિવાળીની આસપાસ થાય છે. આ બધા વચ્ચે ઈન્ડસ્ટ્રિયલ વર્કર માટે AICPI-IWમાં એપ્રિલ મહિનામાં 0.5 અંકની તેજી જોવા મળી છે. જેનાથી કર્મચારીઓને સારા વધારાની આશા જાગી છે. 

એપ્રિલ 2025માં AICPI-IW ઈન્ડેક્સ વધીને 143.5 થઈ ગયો જે જાન્યુઆરી 2025માં નોંધાયેલા 143.2 થી વધુ છે. ખાસ વાત એ છે કે આ સતત બીજો મહિનો છે જ્યારે ઈન્ડેક્સમાં વધારો નોંધાયો છે. આ અગાઉ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2025માં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. શ્રમ બ્યુરોએ 30 મે 2025ની રિલીઝમાં કહ્યું હતું કે એપ્રિલ 2025 માટે AICPI-IW 0.5 અંક વધીને 143.5 પર પહોંચી ગયો. 

માર્ચમાં  AICPI-IW ઈન્ડેક્સ 0.2 પોઈન્ટ વધીને 143.0 પર પહોંચી ગયો. જો કે આ જાન્યુઆરીના 143.2થી થોડું ઓછું છે પરંતુ ડીએ વધારાની રીતે આ પોઝિટિવ સંકેત છે કારણ કે તે પહેલા નવેમ્બર 2024 બાદ AICPI-IW પર આધારિત મોંઘવારીના આંકડામાં સતત ઘટાડો જોવા મળ્યો હતો જે ફેબ્રુઆરી 2025 સુધી ચાલુ રહ્યો હતો. 

છેલ્લા 2 મહિના, માર્ચ અને એપ્રિલમાં AICPI-IW માં આ ગ્રોથ દર્શાવે છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે  (DA/DR) લગભગ 57.95% હોઈ શકે છે એટલે કે જુલાઈ 2025થી તેમાં 3% ગ્રોથ થવાની શક્યતા છે. જો કે જોવાનું એ રહેશે કે આગામી બે મહિનામાં ઈન્ડેક્સમાં કેટલો વધારો કે ઘટાડો થાય છે. બાકીના બે મહિનાના AICPI-IW ઈન્ડેક્સથી એ નક્કી થશે કે કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સને કેટલું ડીએ મળશે. 

મોંઘવારી ડેટા ડિટેલ
જો કે મોંઘવારી દર માર્ચમાં 2.95 ટકાથી થોડું ઓછું જઈને એપ્રિલ 2025માં 2.94 ટકા થઈ ગયો. વર્ષના આધાર ઉપર પણ એપ્રિલ 2025 માટે મોંઘવારી દર 2.94 ટકા રહી જ્યારે એપ્રિલ 2024માં તે 3.87 ટકા હતી. 

અત્રે જણાવવાનું કે શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ આવતા શ્રમ બ્યૂરો દેશના 88 પ્રમુખ ઈન્ડસ્ટ્રિયલ સેન્ટરમાં ફેલાયેલા 317 માર્કેટથી રિટેલ પ્રાઈસ ભેગી કરીને દર મહિને ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સ માટે Consumer Price Index બહાર પાડે છે. આંકડાઓ મુજબ એપ્રિલ 2025માં ખાદ્ય પદાર્થ, કપડાં, જૂતા, ફ્યૂલ-લાઈટ અને સોપારી, તમાકૂના ઈન્ડેક્સમાં વધારો થયો છે. AICPI-IWના આંકડાઓના આધારે કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી દર નક્કી કરે છે. આ ગણતરી સાતમાં પગાર પંચની ભલામણોને આધારે થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More