જે સમાચારની 1 કરોડ લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે સમાચાર આવી ગયા છે. કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારા અંગે નિર્ણય સામે આવ્યો છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી (DA) અંગે મોટું અપડેટ આવ્યું છે. સમાચાર છે કે જુલાઈ-ડિસેમ્બર માટે મોંઘવારી ભથ્થાની જાહેરાત દિવાળી આસપાસ થશે. એટલે કે આ વર્ષે દિવાળી ગિફ્ટના સંકેત પહેલેથી જ મળી ગયા છે. અત્રે જણાવવાનું કે ડીએ હાઈક અંગે કેન્દ્રીય કર્મચારીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
ક્યારે વધશે ડીએ
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને દિવાળી પહેલા મોટી ગિફ્ટ મળી શકે છે. જુલાઈ-ડિસેમ્બર 2025 માટેના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત દિવાળી પહેલા થઈ શકે છે. સાતમાં પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ માટે દર છ મહિને મોંઘવારી ભથ્થું નક્કી થાય છે. જેની ગણતરી નિર્ધારિત ફોર્મ્યૂલા અને મોંઘવારી દર પ્રમાણે નક્કી થાય છે.
કેટલું વધશે મોંઘવારી ભથ્થું
જો કે આ અંગે કોઈ અધિકૃત જાણકારી સામે આવી નથી. પરંતુ સૂત્રો મુજબ આ વર્ષે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થઈ શકે છે. મોંઘવારી ભથ્થામાં જો આ રીતે વધારો થાય તો કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ 55 ટકાથી વધીને 58 ટકા થઈ શકે છે. તે પહેલા જાન્યુઆરી 2025માં સરકારે ડીએમાં 2 ટકાનો વધારો કરીને 53થી 55 ટકા કર્યું હતું. અત્રે જણાવવાનું કે શ્રમ બ્યૂરો તરફથી બહાર પડેલા આંકડા મુજબ જૂન 2025નો CPI-IW 145 રહ્યો છે. જ્યારે જુલાઈ 2024થી જૂન 2025 સુધીના 12 મહિનાનો સરેરાશ ઈન્ડેક્સ 143.6 છે. આવામાં આ વખતે ડીએમાં 3 ટકા વધારાની જાહેરાત થઈ શકે.
ડીએ હાઈકથી કેટલો વધે પગાર
મોંઘવારી ભથ્થામાં વધારાનો સીધો ફાયદો પગાર પર પડશે. પગારમાં મોટો ઉછાળો આવશે. ઉદાહરણથી સમજીએ કે જો બેઝિક પગાર 40000 રૂપિયા છે અને 3 ટકા ડીએ વધે તો દર મહિને પગારમાં 1200 રૂપિયા વધશે. ડીએ વધવાથી ટ્રાવેલ અલાઉન્સ, હાઉસ રેન્ટ અલાઉન્સ પણ વધશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે