Home> India
Advertisement
Prev
Next

આજે વાયુસેનાનો 88મો સ્થાપના દિવસ, આકાશમાં જોવા મળશે રાફેલ અને સ્વદેશી તેજસનો દમ 

ભારતીય વાયુસેના (Indian Air Force) નો આજે 88મો સ્થાપના દિવસ છે. ભારતના ગૌરવશાળી ઈતિહાસ સાથે જોડાયેલા આ કાર્યક્રમની શરૂઆત સવારે સાડા આઠ વાગે થશે. સરહદ પર ચીન અને પાકિસ્તાનના બેવડા પડકાર વચ્ચે ભારતની વાયુસેનાના પરાક્રમની ઝલક હિંડન એરબેસ પર જોવા મળશે. આયોજનમાં આ વખતે કુલ 56 એરક્રાફ્ટ ભાગ લઈ રહ્યા છે. જેમાં રાફેલ, જગુઆર, તેજસ સહિત સુખોઈ અને મિરાજ પણ સામેલ છે. 

આજે વાયુસેનાનો 88મો સ્થાપના દિવસ, આકાશમાં જોવા મળશે રાફેલ અને સ્વદેશી તેજસનો દમ 

નવી દિલ્હી: ભારતીય વાયુસેના (Indian Air Force) નો આજે 88મો સ્થાપના દિવસ છે. ભારતના ગૌરવશાળી ઈતિહાસ સાથે જોડાયેલા આ કાર્યક્રમની શરૂઆત સવારે સાડા આઠ વાગે થશે. સરહદ પર ચીન અને પાકિસ્તાનના બેવડા પડકાર વચ્ચે ભારતની વાયુસેનાના પરાક્રમની ઝલક હિંડન એરબેસ પર જોવા મળશે. આયોજનમાં આ વખતે કુલ 56 એરક્રાફ્ટ ભાગ લઈ રહ્યા છે. જેમાં રાફેલ, જગુઆર, તેજસ સહિત સુખોઈ અને મિરાજ પણ સામેલ છે. 

fallbacks

પીએમ મોદી આજે દેશભરમાં કોરોના વિરુદ્ધ એક અનોખું 'જન આંદોલન' શરૂ કરશે

વિશેષ આકર્ષણ
આજના સ્ટેટિક ડિસ્પલેમાં રાફેલને સૌથી વચ્ચે સ્થાન અપાયું છે. ફ્લાય પાસ્ટના ફોર્મેશન્સમાં પણ રાફેલને જગ્યા અપાઈ છે. વિજય ફોર્મેશનમાં રાફેલની સાથે સાથે મિરાજ-2000 અને જગુઆર ફાઈટર જેટ્સ પણ હશે જ્યારે ટ્રાન્સફોર્મર ફોર્મેશનમાં તેજસ અને સુખોઈ વિમાન હશે. એટલે કે આજે આકાશમાં દુનિયા ભારતના રક્ષા બેડામાં હાલમાં જ સામેલ થયેલા રાફેલ અને સ્વદેશી તેજસની તાકાત પણ જોશે. 

વાયુસેનાના દિવસ અગાઉ ફૂલ ડ્રેસ રિહર્સલ દરમિયાન જ વાયુવીરોએ પોતાના શક્તિ પ્રદર્શનની ઝલક બતાવી હતી. ખાસ વાત એ છે કે આ વખતે પણ ફાઈટર જેટ્સ 5-5ના ફોર્મેશનમાં ઉડાણ ભરતા જોવા મળશે. 

ભારતીય વાયુસેનાનું પરાક્રમ દુનિયા અનેકવાર જોઈ ચૂકી છે. વર્ષ 1932માં ભારતીય વાયુસેનાની સ્થાપના થઈ હતી. આથી દર વર્ષે આજના દિવસે વાયુસેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More