8th Pay Commission Exclusive: આઠમાં પગાર પંચની તૈયારીઓ ભલે પ્રાથમિક તબક્કામાં હોય પરંતુ કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમા પગાર પંચ અંગે એક એક્સક્લુઝિવ સમાચાર સામે આવી રહ્યા છે. અમારી સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસ હિન્દીના અહેવાલમાં સૂત્રને હવાલે કહેવાયું છે કે આ વખતે કર્મચારીઓના પગાર નક્કી કરવા માટે કોઈ નવું પે મેટ્રિક્સ નહીં બનાવવામાં આવે. ઉલ્ટું સાતમાં પગાર પંચ દરમિયાન તૈયાર કરાયેલો સુપરહીટ પે મેટ્રિક્સ જ આઠમાં પગાર પંચનો આધાર બનશે. ફરક ફક્ત એટલો રહેશે કે તેમાં નવા ડેટા અને ફિટમેન્ટ ફેક્ટરને સામેલ કરાશે. તેનાથી પગારમાં સારો એવો ઉછાળો જોવા મળશે. પરંતુ પગારમાં આ ઉછાળો એક જાદુઈ ફોર્મ્યૂલાથી તૈયાર કરાશે.
સાતમાં પગાર પંચનો ફોર્મ્યૂલા જ આઠમાં પગાર પંચમાં કેમ છે ફિટ?
કેન્દ્રીય કર્મચારીઓઓના પગાર નક્કી કરવા માટે પે મેટ્રિક્સ એક ખુબ જ મહત્વપૂર્ણ ટૂલ હોય છે. સાતમાં પગાર પંચે એક વિસ્તૃત અને તાર્કિક પે-મેટ્રિક્સ રજૂ કર્યું હતું. જેણે વિવિધ પે-બેન્ડ અને ગ્રેડ-પેની જટિલ પ્રણાલીને સરળ બનાવી હતી. હવે જે એક્સક્લુઝિવ જાણકારી સામે આવી રહી છે તે મુજબ આઠમાં પગાર પંચ માટે કોઈ નવું મેટ્રિક્સ બનાવવાની જગ્યાએ હાલના સાતમાં પગાર પંચવાળા પે મેટ્રિક્સને જ આગળ વધારવામાં આવી શકે છે. સાતમાં પગાર પંચ દરમિયાન તૈયાર કરાયેલા 18 લેવલવાળા પે મેટ્રિક્સનું સ્ટ્રક્ચર ડો. એક્રોયડ ફોર્મ્યૂલા (Dr. Aykroyd Formula) પર આધારિત છે. આ વખતે આ મેટ્રિક્સમાં ફક્ત ડેટા અપડેટ થશે- એટલે કે નવું ફિટમેન્ટ ફેક્ટર અને સંશોધિત ન્યૂનતમ વેતન.
ડો. એક્રોયડનો 'જાદુઈ' ફોર્મ્યૂલા
સાતમાં પગાર પંચનો પે મેટ્રિક્સ જેના પાયા પર ઊભો છે તે ડો. વોલેસ એક્રોયડ(Dr. Wallace Aykroyd)' નો ફોર્મ્યૂલા. આ ફોર્મ્યૂલા એક સરેરાશ ભારતીય વયસ્કની પોષણ સંબંધિત જરૂરિયાતોના આધાર પર ન્યૂનતમ પગારના નિર્ધારણ કરવામાં મદદ કરે છે. આ ફોર્મ્યૂલાને આધાર બનાવીને ન્યૂનતમ પગાર નક્કી કરવામાં આવે છે અને પછી પે મેટ્રિક્સના વિવિધ લેવલ્સ તે મુજબ વિક્સિત થાય છે. હવે જ્યારે પે મેટ્રિક્સનું મૂળ માળખું એ જ રહેવાની શક્યતા છે. તો સૌથી મોટું કામ ફિટમેન્ટ ફેક્ટર પર થવાનું છે. ફિટમેન્ટ ફેક્ટર એ મલ્ટીપ્લાયર હોય છે જેની જોડે હાલના બેઝિક પગારને ગુણીને નવો બેઝિક પગાર બનાવવામાં આવે છે.
કેટલું હશે ફિટમેન્ટ ફેક્ટર? કેટલો વધશે પગાર?
ફિટમેન્ટ ફેક્ટર એટલે એ ગુણાંક જેની જોડે વર્તમાન બેઝિક પે ને ગુણીને નવો પગાર નક્કી કરવામાં આવે છે.
જો 1.92 ફિટમેન્ટ ફેક્ટર લાગૂ થાય તો
હાલનો વર્તમાન બેઝિક પગાર- ₹18,000
નવો બેઝિક પગાર ₹18,000 × 1.92 = ₹34,560
તેનાથી ન્યૂનતમ પગારમાં સીધો ₹16,560 નો વધારો થઈ શકે છે. જો કે અંતિમ નિર્ણય સરકારની મંજૂરી પર નિર્ભર કરે છે. આ ફક્ત બેઝિક પે છે. તેની સાથે મોંઘવારી ભથ્થું, મકાન ભાડા ભથ્થું, મુસાફરી ભથ્થું, વગેરે ભથ્થા જોડાશે. જેનાથી કુલ પગાર વધી જશે.
પે મેટ્રિક્સમાં લેવલ મર્જિંગની સંભાવના
એક વધુ મહત્વનો ફેરફાર આઠમાં પગાર પંચમાં એ જોવા મળી શકે છે કે પે લેવલ્સનો વિલય થઈ શકે છે. હાલના પે મેટ્રિક્સમાં કુલ 18 લેવલ છે. એવા ખબર છે કે સરકાર કેટલાક લેવલ્સને મર્જ કરી શકે છે જેથી કરીને ગ્રેડ્સની સંખ્યા ઘટે અને પ્રમોશન કે પે અપગ્રેડ સરળ થઈ શકે. તેનાથી પગાર સંરચના વધુ સરળ અને પારદર્શક બની શકે છે.
કઈ રીતે થઈ શકે મર્જર
એવો પ્રસ્તાવ છે કે શરૂઆતના 6 લેવલને 3માં મર્જ કરી શકાય છે. જેમ કે લેવલ 1+2 = નવું A, લેવલ 3+4 = નવું B, લેવલ 5+6 = નવું C લેવલ. જો આમ થાય તો નીચલા સ્તરના કર્મચારીઓના બેઝિક પગારમાં મોટો ઉછાળો આવી શકે છે અને પ્રમોશનના રસ્તા પણ સુગમ થઈ શકે છે.
ક્યારે લાગૂ થઈ શકે છે નવું પગાર પંચ
સરકારે જો કે હજુ સુધી આઠમાં પગાર પંચની ઔપચારિક રચના કરી નથી. પરંતુ 2026થી તે લાગૂ થાય તેવી શક્યતા છે. જો તેનું નોટિફિકેશન 2025ના અંત સુધીમાં બહાર પડે તો તે 1 જાન્યુઆરી 2026થી લાગૂ માની શકાય. આવામાં કર્મચારીઓને એરિયર પણ મળી શકે છે.
પ્રક્રિયા અને અંતિમ નિર્ણય
પે મેટ્રિક્સ, ફિટમેન્ટ ફેક્ટર, લેવલ મર્જર અને અન્ય ભથ્થા પર અંતિમ નિર્ણય લેવાની એક નિર્ધારિત પ્રક્રિયા હોય છે.
- આઠમું પગાર પંચ વિવિધ કર્મચારી સંગઠનો, વિશેષજ્ઞો અને સરકારી વિભાગો પાસેથી સૂચનો અને મેમોરેન્ડમ મેળવશે.
- પંચ આ તમામ પર ઊંડો વિચાર વિમર્શ અને ગણતરી કર્યા બાદ પોતાની ભલામણો સરકારને સોંપશે.
- સરકાર (સામાન્ય રીતે કેબિનેટ) આ ભલામણો પર વિચાર કરશે અને જે પણ યોગ્ય સમજશે તેને મંજૂરી આપશે.
- ત્યારબાદ જ નવી પગાર સંરચના અને અન્ય ફેરફાર લાગૂ થશે. સંભવિત રીતે 1 જાન્યુઆરી 2026થી લાગૂ થઈ શકે.
આઠમાં પગાર પંચમાં જૂના પે મેટ્રિક્સને જ જાળવી રાખવાનો સરકારનો એક સંતુલિત નિર્ણય હશે જેનાથી પ્રક્રિયા સરળ બનશે અને કર્મચારીઓને અંદાજિત વેતન લાભ પહેલેથી ખબર હશે. ફિટમેન્ટ ફેક્ટર 1.92ના આધારે પગારમાં જોરદાર ઉછાળો નક્કી છે. પરંતુ તેના માટે કેન્દ્ર સરકારની અંતિમ મહોર જરૂરી હશે. હાલ બધાની નજર આઠમાં પગાર પંચની અધિકૃત જાહેરાતો અને ભલામણો પર છે. ઈન્તેજાર થોડો લાંબો હોઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે