Home> India
Advertisement
Prev
Next

8th Pay Commission આપશે મોટી ભેટ! IAS-IPS અધિકારીઓના પગારમાં થશે જબરદસ્ત વધારો

આઠમું પગાર પંચ લાગૂ થયા બાદ  IAS/IPS અધિકારીઓના પગારમાં 1 લાખ રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. બધા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોટો ફાયદો મળશે.

8th Pay Commission આપશે મોટી ભેટ!  IAS-IPS અધિકારીઓના પગારમાં થશે જબરદસ્ત વધારો

8th Pay Commission: 16 જાન્યુઆરી 2025ના કેન્દ્ર સરકારે આઠમાં પગાર પંચની રચના કરવાને મંજૂરી આપી હતી. આ સાથે લાખો કર્મચારીઓ અને પેન્શનરોની આશા વધી ગઈ છે. આઠમું પગાર પંચ ક્યારે લાગૂ થશે તેની કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ સાતમું પગાર પંચ આ વર્ષે સમાપ્ત થઈ રહ્યું છે. આ નવા પગાર પંચની ભલામણના આધાર પર કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શનમાં વ્યાપક ફેરફાર કરવામાં આવશે.

fallbacks

IAS-IPS નો પગાર કેટલો વધશે
IAS અને IPS અધિકારીઓ સૌથી વધુ ચર્ચામાં છે, કારણ કે લેવલ-10 માં આવતા આ અધિકારીઓના પગારમાં જબરદસ્ત વધારો જોવા મળશે. હાલમાં, લેવલ-10 (IAS/IPS) અધિકારીઓનો પગાર 56,100 રૂપિયા છે, જે 8મા પગાર પંચ પછી વધીને લગભગ 1,60,446 રૂપિયા થઈ શકે છે.

અગાઉ પણ, જ્યારે 7મા પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું, ત્યારે કર્મચારીઓને મોટી રાહત મળી હતી અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને પગારમાં સારો વધારો કરવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે સરકાર ટૂંક સમયમાં 8મા પગાર પંચને લાગુ કરવા માટે ઝડપથી કામ કરશે.

આ પણ વાંચોઃ SIPથી 20 વર્ષમાં ધનવાન બનીને પણ ગરીબ રહી જશો તમે, માત્ર આટલી રહી જશે 1 કરોડની વેલ્યુ

પટાવાળાથી લઈને ઉચ્ચ અધિકારી સુધી બધાને ફાયદો થશે
રિપોર્ટ્સ પ્રમાણે આ પગાર પંચ માત્ર મોટા અધિકારીઓ માટે નહીં, પરંતુ પટ્ટાવાળા, ક્લાર્ક, જુનિયર આસિસ્ટન્ટ, ટીચર, પોલીસકર્મી, રેલવે કર્મચારી અને અન્ય વિભાગોમાં કાર્યરત કર્મચારીઓ માટે પણ રાહત લાવશે. તેમની બેઝિક સેલેરીમાં 2થી 3 ગણો વધારો થઈ શકે છે. તેનાથી ન માત્ર તેની આર્થિક સ્થિતિ મજબૂત થશે. પરંતુ બજારમાં ખરીદીની ગતિ વધશે, જેનાથી દેશની અર્થવ્યવસ્થાને ફાયદો પહોંચશે.

મોંઘવારી ભથ્થા અને પેન્શનમાં પણ ફેરફાર
આઠમાં પગાર પંચથી ન માત્ર પગાર મોંઘવારી ભથ્થું, HRA અને પેન્શનમાં પણ ફેરફારની ભલામણ થશે. ખાસ કરીને પેન્શનરોને તેનો લાભ મળશે. જેનાથી નિવૃત્તિ બાદનું જીવન સરળ બની જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More