8th Pay Commission latest news: કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમાં પગાર પંચ વિશે એક વધુ મોટી અને ધમાકેદાર ખબર સામે આવી રહી છે. ફક્ત પગાર અને પેન્શનમાં વધારો નહીં પરંતુ આ વખતે તમારા પે લેવલના સમગ્ર સ્ટ્રક્ચરમાં જ એક ક્રાંતિકારી ફેરફાર જોવા મળી શકે છે. જી હા. સરકારને એક એવું સૂચન મળ્યું છે અને જો તે લાગૂ થયું તો લેવલ 1થી લઈને લેવલ 6 સુધીના કર્મચારીઓ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. એવો પ્રસ્તાવ છે કે આ 6 લેવલને મર્જ કરીને ફક્ત 3 લેવલ બનાવવા. તેનો સીધો અર્થ એ છે કે તમારા બેઝિક પગારમાં જબરદસ્ત ઉછાળો આવી શકે છે અને કરિયરમાં આગળ વધવાની તકો પણ ઝડપથી મળી શકે છે. લેવલ મર્જરના સમગ્ર કોન્સેપ્ટને જાણો અને સમજો કે આ કેવી રીતે થઈ શકે અને તમારા ખિસ્સા પર તેની શું અસર થઈ શકે.
આઠમું પગાર પંચ કેમ છે ખાસ અને ક્યારથી લાગૂ થશે?
કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે દર 10 વર્ષે બનનારું પગાર પંચ તેમના પગાર, ભથ્થા અને પેન્શનમાં સંશોધન કરવાની ભલામણ કરે છે. આઠમા પગાર પંચની રચનાને 16 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી હતી અને આશા છે કે આ ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગૂ થશે. આ પગાર પંચથી 50 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનર્સને સીધો ફાયદો થવાની આશા છે. સામાન્ય રીતે પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર (જેનાથી બેઝિક પગાર નક્કી થાય છે) અને લઘુત્તમ વેતન જેવા મુદ્દાઓ પર ફોકસ કરે છે. જેમ કે સાતમા પગાર પંચમાં 2.57ના ફિટમેન્ટ ફેક્ટરથી લઘુત્તમ બેઝિક પગાર 7000 રૂપિયાથી વધીને 18000 રૂપિયા થયો હતો. આઠમાં પગાર પંચમાં પણ ફિટમેન્ટ ફેક્ટર (કદાચ 1.92 કે તેનાથી વધુ)ના આધારે પગારમાં સારો એવો વધારો થાય તેવી આશા છે. જેનાથી લેવલ 1ના કર્મચારીઓનો બેઝિક પગાર 18000 રૂપિયાથી વધીને લગભગ 34,560 રૂપિયા સુધી થઈ શકે છે. પરંતુ આ વખતે એક વધુ મોટો ફેરફાર ચર્ચામાં છે અને તે છે પે લેવલ્સનું મર્જર.
શું છે આ લેવલ મર્જરનો ક્રાંતિકારી પ્રસ્તાવ?
આ વખતે સરકારના કર્મચારીઓને પ્રતિનિધિઓ અને કેટલાક વિશેષજ્ઞોના એક્સપર્ટ્સ તરફથી એક મહત્વપૂર્ણ સૂચન મળ્યું છે અને તે છે પે લેવલનો વિલય (Merger of Pay Levels). આ પ્રસ્તાવ ખાસ કરીને નીચલા અને મધ્ય સ્તરના કર્મચારીઓના પે સ્કેલ અને કરિયર ગ્રોથની સંભાવનાઓને સારી બનાવવાા હેતુથી અપાયો છે.
કેવી રીતે થશે 6 લેવલનો 3માં વિલય?
પ્રસ્તાવ મુજબ હાલના પે-મેટ્રિક્સના શરૂઆતી 6 લેવલને ઘટાડીને 3 લેવલમાં ફેરવી શકાય છે. આ મર્જર કઈક આ રીતે હોઈ શકે છે.
નવા લેવલ A (પ્રસ્તાવિત)
હાલના લેવલ 1 અને લેવલ 2ને મર્જ કરીને બનાવાશે.
નવું લેવલ B (પ્રસ્તાવિત)
હાલના લેવલ 3 અને લેવલ 4ને મર્જ કરીને બનાવામાં આવશે.
નવું લેવલ C (પ્રસ્તાવિત)
હાલના લેવલ 5 અને લેવલ 6ને મર્જ કરીને બનાવવામાં આવશે.
લેવલ મર્જરથી કર્મચારીઓને શું ફાયદો થશે?
લેવલ મર્જરનો પ્રસ્તાવ જો મંજૂર થાય તો તેના અનેક સકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે. ખાસ કરીને એવા કર્મચારીઓ માટે જે હજુ પણ નીચલા પે સ્કેલ પર છે.
બેઝિક સેલરીમાં મોટો ઉછાળો
જ્યારે બે લેવલ મર્જ થશે તો નવા મર્જ થયેલા લેવલના શરૂઆતી બેઝિક પે સામાન્ય રીતે તે બે લેવલમાંથી ઊંચાવાળા લેવલના બરાબર કે પછી તેનાથી થોડો વધુ રાખવામાં આવી શકે છે.
દાખલા તરીકે હાલ લેવલ 1 કર્મચારીનો માસિક બેઝિક સેલરી 18,000 રૂપિયા છે અને લેવલ 2ના કર્મચારીનો 19,900 હોય તો જો લેવલ 1 અને લેવલ 2ને મર્જ કરીને નવું 'લેવલ એ' બનાવવામાં આવે તો આ નવા 'લેવલ A'નો શરૂઆતનો બેઝિક પે 19,900 રૂપિયા કે તેનાથી વધુ જેમ કે 21,700...જે સાતમા પગાર પંચમાં લેવલ 3નો શરૂઆતી પે હતો. કે પછી કોઈ નવો નિર્ધારિત આંકડો હોઈ શકે છે. તેનો સીધો અર્થ એ થયો કે હાલના લેવલ 1ના કર્મચારીઓના બેઝિક પગારમાં એક ઝટકે સારો એવો વધારો થઈ શકે છે.
એ જ રીતે લેવલ 3 (₹21,700) અને લેવલ 4 (₹25,500) ના મર્જરથી બનનારા 'નવા લેવલ B' નો શરૂઆતી પે પણ વધુ હશે. જેનાથી લેવલ 3ના કર્મચારીઓને ફાયદો થશે.
અને લેવલ -5 (₹29,200) અને લેવલ -6 (₹35,400)ના મર્જરથી બનનારા 'નવા લેવલ C' માં પણ લેવલ 5ના કર્મચારીઓના બેઝિક પેમાં સારો એવો ઉછાળો આવશે.
ફાસ્ટ પ્રમોશન અને વધુ સારો કરિયર ગ્રોથ
લેવલની સંખ્યા ઘટવાથી કર્મચારીઓ માટે આગામી લેવલ પર પહોંચવાની પ્રક્રિયા ઝડપી બને છે. હાલ જ્યાં એક કર્મચારીએ અનેક નાના નાના લેવલ પાર કરવા પડે છે ત્યાં મર્જર બાદ ઓછા પરંતુ મોટા લેવલ હશે.
- પ્રમોશનનો ઈન્તેજાર ખતમ થશે
બે લેવલનું અંતર એક જ પ્રમોશનથી કપાઈ શકે છે.
- વધુ જવાબદારીઓ અને ઊંચુ પદ
મર્જ થયેલા લેવલ પર કર્મચારીઓને વધુ જવાબદારી મળી શકે છે જે તેમના કરિયર પ્રોફાઈલને સારી બનાવશે.
પગાર વધારાની ગતિ તેજ થશે
દરેક પ્રમોશન સાથે મળનારો પગાર વધારો પણ વધુ મહત્વપૂર્ણ હોઈ શકે છે.
વેતન વિસંગતિઓમાં કમી
અનેકવાર અલગ અલગ પરંતુ નજીકના લેવલ્સમાં પગારને લઈને થોડી વિસંગતિઓ જોવા મળતી હોય છે. મર્જરથી આ પ્રકારની વિસંગતિઓને દૂર કરવામાં મદદ મળી શકે છે અનેએક વધુ તાર્કિક અને સુવ્યવસ્થિત પગાર સ્ટ્રક્ચર બની શકે છે.
પ્રશાસનિક સરળતા
ઓછા લેવલ્સના કારણે પે રોલ મેનેજમેન્ટ અને પ્રશાસનિક કાર્યોમાં પણ થોડી સરળતા આવી શકે છે.
કયા કર્મચારીઓને સૌથી વધુ ફાયદો થશે?
આ મર્જર બાદ સૌથી વધુ ફાયદો લેવલ 1, લેવલ 3 અને લેવલ 5ના કર્મચારીઓને મળે તેવી સંભાવના છે. કારણ કે જ્યારે તેમનું લેવલ ઊંચા લેવલ સાથે મર્જ થશે તો તેમના બેઝિક પગાર અને સ્ટેટસમાં તત્કાળ સુધારો થશે. લેવલ 2, લેવલ 4 અને લેવલ 6ના કર્મચારીઓને પણ નવા સ્ટ્રક્ચરમાં સારા ગ્રોથની સંભાવનાઓ મળી શકે છે. પરંતુ શરૂઆતી નાણાકીય લાભ કદાચ નીચલા લેવલવાળા જેટલો સીધો ન હોય.
શું છે આ નવા પ્રસ્તાવના પડકારો અને આગળનો રસ્તો?
જો કે આ પ્રસ્તાવ કર્મચારીઓ માટે ખુબ આકર્ષક લાગે છે પરંતુ તેને લાગૂ કરવા માટે કેટલાક પડકારો પણ હોઈ શકે છે.
1. નાણાકીય બોજ
મોટા પાયે બેઝિક પગારમાં વધારાથી સરકાર પર નાણાકીય બોજ વધે.
2. કેવી રીતે નક્કી થશે વરિષ્ઠતા?
મર્જ કરાયેલા લેવલ્સમાં કર્મચારીઓની વરિષ્ઠતા (Seniority) કેવી રીતે નક્કી થશે. આ એક મહત્વપૂર્ણ પહેલુ હશે.
3. નવી જવાબદારીઓની ફાળવણી
શું મર્જ થયેલા લેવલના કર્મચારીઓને તત્કાળ નવી અને વધેલી જવાબદારીઓ અપાશે?
સરકાર અને આઠમું પગાર પંચ આ બધા પહેલુઓ પર ઊંડો વિચાર વિમર્શ કરશે. હાલ તો આ હજુ ફક્ત એક પ્રસ્તાવ છે. આઠમાં પગાર પંચ તરફથી અધિકૃત રીતે ભલામણો બહાર પાડવામાં આવ્યા બાદ જ એ સ્પષ્ટ થઈ શકશે કે લેવલ મર્જરને સ્વીકારવામાં આવે છે કે નહી? અને જો સ્વીકારવામાં આવે તો પણ કઈ રીતે સ્વીકારવામાં આવે છે.
આઠમાં પગાર પંચથી કેન્દ્રીય કર્મચારીઓને ફક્ત ફિટમેન્ટ ફેક્ટર અને ન્યૂનતમ પગારમાં વધારાની આશા છે એવું નથી. લેવલ મર્જર જેવો ક્રાંતિકારી પ્રસ્તાવ પણ એક મોટી આશા લઈને આવ્યો છે. જો આ પ્રસ્તાવ હકીકત બને તો લાખો કર્મચારીઓની કરિયર અને નાણાકીય સ્થિતિમાં એક સકારાત્મક ફેરફાર લાવી શકાય છે. હાલ બધાની નજર આઠમાં પગાર પંચની અધિકૃત ભલામણો પર ટકેલી છે. જેનો ઈન્તેજાર હવે વધુ રોમાંચક બન્યો છે. એ જોવાનું રહેશે કે સરકાર આ માસ્ટરસ્ટ્રોકને કેવી રીતે રમે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે