Home> India
Advertisement
Prev
Next

8th Pay Commission: લેવલ-6 (GP-4200), 35,400 બેઝિક સેલરી, 1.92 ફિટમેન્ટ ફેક્ટર...તો કેટલી થાય નેટ સેલરી? સમજો આ ગણતરી

8th CPC Salary Calculator: આઠમાં પગાર પંચની જાહેરાત થઈ ગઈ અને હવે તે લાગૂ ક્યારે થાય અને પગાર વધારો કેટલો થાય તેની કર્મચારીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જો લેવલ6ના કર્મચારીઓ હોવ તો કેટલો પગાર વધે? અહીં એક અદાંજિત ગણતરી તમારી સામે રજૂ કરી રહ્યા છીએ કે તમારો પગાર જો ફિટમેન્ટ ફેક્ટર 1.92 હોય તો કેટલો થઈ શકે. 

8th Pay Commission: લેવલ-6 (GP-4200), 35,400 બેઝિક સેલરી, 1.92 ફિટમેન્ટ ફેક્ટર...તો કેટલી થાય નેટ સેલરી? સમજો આ ગણતરી

આઠમાં પગાર પંચ અંગે ચર્ચાઓનું બજાર ગરમ છે. દરેક કર્મચારી ભલે તે જૂનિયર હોય કે સીનિયર પરંતુ બસ એ જાણવા માંગે છે કે તેમના પગારમાં કેટલો મોટો ઉછાળો આવશે. અમે પહેલા લેવલ 1ના કર્મચારીઓના પગારની ગણતરી સમજાવી હતી. પરંતુ હવે અન્ય એક મહત્વપૂર્ણ લેવલ એટલે કે લેવલ 6 (ગ્રેડ પે 4200)નો વારો છે. 

fallbacks

આ લેવલ પર કામ કરનારા લાખો કર્મચારીઓ એ જાણવા માટે ઉત્સુક છે કે તેમનો હાલનો ₹35,400નો બેઝિક પે વધીને કેટલો થશે? ફિટમેન્ટ ફેક્ટરની શું અસર પડશે? અને બધા ભથ્થા જોડીને તથા કાપ ઘટાડીને એક મહિનાના અંતમાં નેટ સેલરી હાથમાં કેટલી આવશે? આજે આ અંગેની આખી ગણતરી સરળ ભાષામાં સમજીએ. 

ફિટમેન્ટ ફેક્ટર- પગાર વધારવાની માસ્ટર કી
કોઈ પણ પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર જ એ જાદુઈ ચાવી છે જે તમારા પગારનું તાળું ખોલી શકે છે. સાતમાં પગાર પંચમાં તે 2.57 હતું. આઠમાં પગાર પંચ માટે અનેક અનુમાન છે પરંતુ સૂત્ર અને એક્સપર્ટ્સ 1.92 ફિટમેન્ટ ફેક્ટર તરફ સંકેત આપી રહ્યા છે. અમે અહીં તેને આધાર માનીને આખી ગણતરી સમજાવીશું. એટલે કે જો આ ફિટમેન્ટ ફેક્ટર નક્કી થાય તો કઈ રીતે ગણતરી થઈ શકે. 

લેવલ 6ના પગારનું આખું ગણિત (Step-by-Step Calculation)
હવે લેવલ 6ના કર્મચારીના નવા પગારનું આખું ગણિત સમજીએ. 

1. નવા બેઝિક પગારની ગણતરી

- હાલનો બેઝિક પે (લેવલ 6):  ₹35,400

- અંદાજિત ફિટમેન્ટ ફેક્ટર:  1.92

- નવા બેઝિક પેની ગણતરી : ₹35,400 x 1.92 = ₹67,968

સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે તમારો બેઝિક પગાર સીધો  ₹35,400 થી વધીને લગભગ  ₹68,000 થઈ શકે છે. 

2. ભથ્થા (Allowances) માં બંપર વધારો
હવે આ નવા બેઝિક- પેમાં જોડાશે તમારા ભથ્થા. જે તમારા પગારને વધારશે. 

- મોંઘવારી ભથ્થુ  (DA): નવું પગાર પંચ લાગૂ થતા તેમાં મોંઘવારી ભથ્થાને શૂન્ય કરી દેવાય છે. કારણ કે જૂની મોંઘવારીને બેઝિકમાં જ એડજસ્ટ કરી દેવાય છે. 

- હાઉસ રેન્ટ અલાઉન્સ (HRA): જો તમે X- કેટેગરીના શહેર ( જેમ કે દિલ્હી, મુંબઈ)માં રહેતા હોવ તો તમને નવા બેઝિકના 30% HRA મળી શકે છે. (નોંધ- આ દર બદલાઈ શકે છે. અમે આપેલી ગણતરીના આધારે ચાલી રહ્યા છીએ.)

HRA: ₹20,390

- ટ્રાવેલ અલાઉન્સ(TA): મોટા શહેરો માટે તે  ₹3,600 હશે (તેના પર મળનારું DA અલગ હોય છે જે હાલ શૂન્ય છે.)

ગ્રોસ સેલરી Vs નેટ સેલરી- અસલ  ખેલ અહીં સમજવો જરૂરી છે
હવે આ બધાને જોડીને જોઈએ કે એક મહિનામાં કુલ કમાણી એટલે કે ગ્રોસ સેલરી કેટલી થાય છે. 

સંભવિત ગ્રોસ  સેલરીની ગણતરી

- નવો બેઝિક પગાર: ₹67,968

- મોંઘવારી ભથ્થું  (DA): ₹0

- હાઉસ રેન્ટ અલાઉન્સ(HRA): ₹20,390

- ટ્રાવેલ અલાઉન્સ (TA): ₹3,600

કુલ ગ્રોસ  સેલરી ₹91,958 માસિક

આ એ રકમ છે જે તમારી સેલરી સ્લિપ પર જોવા મળશે પરંતુ હાથમાં કેટલો આવશે તેના માટે તમારે કપાત સમજવી પડશે. 

નેટ સેલરી (In-Hand Salary) ની ગણતરી

- NPS કપાત- આ તમારા બેઝિક-પે + DA ના 10 ટકા હોય છે. દાખલા તરીકે ₹67,968 ના 10% = ₹6,797

- CGHS કપાત (અંદાજિત) આ લેવલ માટે તે ₹450 હશે. 

તો હાથમાં કેટલો પગાર આવશે?

- ગ્રોસ સેલરી ₹91,958

- કુલ કપાત  (NPS + CGHS): ₹6,797 + ₹450 = ₹7,247

- અંદાજિત નેટ સેલરી (હાથમાં) ₹91,958 - ₹7,247 = ₹84,711 માસિક

(ખાસ નોંધ: આવકવેરાની કપાત તમારી કુલ આવક અને રોકાણ પર નિર્ભર કરશે. જેને અહીં સામેલ કરાઈ નથી.)

Approx. Salary from January 2026 (per month)

Your Pay Level                                                   6
Basic Pay                                                        35400
Revised Basic Pay ( with fitment factor)         67968
DA ( Dearness Allowance)                                 0
HRA (Hourse Rent Allowance)                       20390
TA (Travelling Allowance)                                 3600

Other Allowances/Incomes (if any)                     0
Add Allowance Remove Allowance

Gross Salary                                                                               91958
NPS Contribution                                           6797
CGHS Contribution                                         450
Income Tax (New Regime FY:2025-26)           0
(approx) per annum    0(approx)

Other Deductions (if any) 

Add Deduction 
Remove Deduction

Net Salary                                                                                     84711

મહત્વની વાત
આ ગણતરી સ્પષ્ટ દર્શાવે છે કે આઠમાં પગાર પંચના લાગૂ  થવા પર લેવલ 6ના કર્મચારીઓના પગારમાં એક જબરદસ્ત ઉછાળો જોવા મળી શકે છે. જ્યાં આજનો બેઝિક પે ₹35,400 છે ત્યાં નવો નેટ ઈન હેન્ડ સેલરી ₹84,000 પાર કરી શકે છે. જે કર્મચારીઓની આર્થિક સ્થિતિ તો મજબૂત કરશે જ પરંતુ તેમના જીવન સ્તરને પણ સારું બનાવશે. હવે બસ સરકાર તરફથી પેનલની રચના અંગે થનારી જાહેરાતની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. 

(અહેવાલ સાભાર- ઝી બિઝનેસ હિન્દી) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More