Home> India
Advertisement
Prev
Next

8th CPC Salary Calculator: સરકારી કર્મચારીઓ માટે મહત્વની વાત, લેવલ-7 (GP-4600), ₹44,900 બેઝિકની નેટ સેલરી કેટલી થશે? ગણતરી ખાસ જાણો

8th CPC Salary Calculator: લેવલ-7 (GP-4600) ના કર્મચારીઓના ખિસ્સામાં કેટલા પૈસા આવશે, નવો બેઝિક પે શું હશે, ફિટમેન્ટ ફેક્ટર કેટલું લાગશે...આ બધા સાથે મકાનભાડા ભથ્થું અને ટીએ ભેગુ મળીને નેટ પગાર કેટલો થઈ શકે?

8th CPC Salary Calculator: સરકારી કર્મચારીઓ માટે મહત્વની વાત, લેવલ-7 (GP-4600), ₹44,900 બેઝિકની નેટ સેલરી કેટલી થશે? ગણતરી ખાસ જાણો

આઠમાં પગાર પંચના  ભણકારા વાગી રહ્યા છે આ સાથે કેન્દ્રીય કર્મચારીઓ વચ્ચે પોતાની નવી સેલરીને લઈને ઉત્સુકતા ચરમસીમાએ છે. અમે તમને અગાઉ લેવલ 1, લેવલ 3, લેવલ 6ની સંભવિત ગણતરી જણાવી હતી. હવે એક મહત્વપૂર્ણ પે લેવલ વિશે વાત કરીશું જે છે લેવલ 7 (ગ્રેડ પે-4600). આ લેવલ પર કામ કરતા લાખો કર્મચારીઓ જાણવા માંગે છે કે તેમનો હાલનો ₹44,900 નો બેઝિક પે આઠમાં પગાર પંચમાં વધીને કેટલો થશે? 1.92નું ફિટમેન્ટ ફેક્ટર લાગ્યા બાદ પગાર સ્લિપની સંપૂર્ણ તસવીર  કેવી રીતે બદલાશે અને બધા ભથ્થા જોડીને તથા  NPS, CGHS અને આવકવેરા જેવા કાપ બાદ મહિનાના અંતમાં નેટ ઈન હેન્ડ સેલરી (Net In-Hand Salary) કેટલી થશે? ચાલો આજે તમને આ સવાલોના જવાબ આપીશું. 

fallbacks

ફિટમેન્ટ ફેક્ટર- માસ્ટર કી
કોઈ પણ પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર જ એ જાદુઈ ચાવી છે જે તમારા પગારનું તાળું ખોલે છે. સાતમાં પગાર પંચમાં તે 2.57 ગણું હતું. આઠમાં પગાર પંચ માટે એવું અનુમાન છે, પરંતુ મોટાભાગના રિપોર્ટ્સ 1.92 ફિટમેન્ટ ફેક્ટર તરફ ઈશારો કરી રહ્યા છે. અમે આજે તેને આધાર માનીને લેવલ 7ના પગારની આખી ગણતરી જણાવીશું. 

8th Pay Commission માં કેટલો થઈ શકે પગાર?

Pay Level સાતમું પગાર પંચ (બેઝિક પગાર) 1.92 ફિટમેન્ટ ફેક્ટર 2.08 ફિટમેન્ટ ફેક્ટર 2.86 ફિટમેન્ટ ફેક્ટર
         
Level 1 ₹18,000 ₹34,560 ₹37,440 ₹51,480
         
Level 2 ₹19,900 ₹38,208 ₹41,392 ₹56,914
         
Level 3 ₹21,700 ₹41,664 ₹45,136 ₹62,062
         
Level 4 ₹25,500 ₹48,960 ₹53,040 ₹72,930
         
Level 5 ₹29,200 ₹56,064 ₹60,736 ₹83,512
         
Level 6 ₹35,400 ₹67,968 ₹73,632 ₹1,01,244
         
Level 7 ₹44,900 ₹86,208 ₹93,392 ₹1,28,414
         
Level 8 ₹47,600 ₹91,392 ₹99,008 ₹1,36,136
         
Level 9 ₹53,100 ₹1,01,952 ₹1,10,448 ₹1,51,866
         
Level 10 ₹56,100 ₹1,07,712 ₹1,16,688 ₹1,60,446
         

(ખાસ નોંધ- આ ટેબલ વિવિધ ફિટમેન્ટ ફેક્ટર પર એક તુલનાત્મક તસવીર રજૂ કરે છે, ફાઈનલ ચિત્ર નથી)

Salary from January 2026 (per month)

Your Pay Level                                                     7
Basic Pay                                                         44900
Revised Basic Pay ( with fitment factor)           86208
DA ( Dearness Allowance)                                   0
HRA (Hourse Rent Allowance)                         25862
TA (Travelling Allowance)                                  3600
Other Allowances/Incomes (if any)                        0
Add Allowance Remove Allowance

Gross Salary                                                                        115670

NPS Contribution                                              8621
CGHS Contribution                                            650
Income Tax (New Regime FY:2025-26)            6670(approx)
80035 (approx) per annum    
Other Deductions (if any)                                    0
Add Deduction Remove Deduction

Net Salary                                                                              99729

લેવલ 7ના પગારની પૂરી ગણતરી (Step-by-Step Calculation)
લેવલ 7ના કર્મચારીઓના નવો પગાર કેવો હોઈ શકે જાણીએ. 

1. નવી બેઝિક સેલરીનું ગણિત

- વર્તમાન બેઝિક પે (લેવલ 7)- ₹44,900
- અદાંજિત ફિટમેન્ટ ફેક્ટર-    1.92
- નવા બેઝિક પેની ગણતરી- ₹44,900 x 1.92 = ₹86,208

સૌથી મોટી વાત એ છે કે તમારો બેઝિક પગાર સીધો ₹44,900 થી વધીને  ₹86,000 પાર થઈ જશે. 

2. ભથ્થામાં બંપર વધારો

હવે આ નવા બેઝિક પેમાં જોડાશે તમારા ભથ્થા. જે તમારી સેલરીને વધારશે. 

- મોંઘવારી ભથ્થું (DA): નવું પગાર પંચ લાગૂ થતા ડીએ શૂન્ય થઈ શકે છે. 
- હાઉસ રેન્ટ અલાઉન્સ (HRA): X- કેટેગરી શહેર (જેમ કે દિલ્હી-મુંબઈ)માં રહેવા પર તે નવા બેઝિકનો 30 ટકા હશે. HRA: ₹25,862
- ટ્રાવેલ અલાઉન્સ (TA): હાયર TPTA શહેરો માટે તે ₹3,600 હશે. 

ગ્રોસ સેલરી vs નેટ સેલરી: અસલ ખેલ અહીં સમજો
હવે આ બધાને જોડીને જોઈએ કે મહિનાની કુલ કમાણી  એટલે કે ગ્રોસ સેલરી કેટલી બને છે. 

ગ્રોસ સેલરીની ગણતરી

- નવો બેઝિક પગાર-  ₹86,208
- મોંઘવારી ભથ્થુ (ડીએ)- 0
- હાઉસ રેન્ટ અલાઉન્સ(HRA): ₹25,862
- ટ્રાવેલ અલાઉન્સ (TA):  ₹3,600- 
- કુલ ગ્રોસ સેલરી: ₹1,15,670 પ્રતિ માસ

આ એ રકમ છે જે તમારી સેલરી સ્લિપ પર જોવા મળશે. પરંતુ હાથમાં કેટલો આવશે તેના માટે તમારે કાપ સમજવા પડશે. 

નેટ સેલરીની ગણતરી
NPS કપાત- તે તમારા બિઝેક પે + DAના 10 ટકા હોય છે. ₹86,208 का 10% = ₹8,621 (અંદાજિત)
CGHS કાપ- આ લેવલ માટે તે ₹650 હશે. 
આવકવેરો (અંદાજિત)- નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ લગભગ ₹6,670 પ્રતિ માસ. 

તો હાથમાં કેટલો પગાર આવે?
- ગ્રોસ સેલરી : ₹1,15,670
- કુલ કપાત (NPS + CGHS + Tax): ₹8,621 + ₹650 + ₹6,670 = ₹15,941
- અદાંજિત નેટ સેલરી (હાથમાં): ₹1,15,670 - ₹15,941 = ₹99,729 પ્રતિ માસ

મોંઘવારી ભથ્થું ઝીરો થઈ જશે?
દરેક નવા પગાર પંચમાં મોંઘવારી ભથ્થું (Dearness Allowance - DA) ને શરૂઆતમાં રિસેટ કરવામાં આવે છે. હાલ સાતમા પગાર પંચમાં મોંઘવારી ભથ્થું 55 ટકા ચાલે છે. ત્યારબાદ જુલાઈમાં 3 ટકાનો વધારો થઈ શકે છે. પરંતુ આઠમાં પગાર પંચમાં તેને ઝીરો રિસેટ કરવામાં આવી શકે છે. પછી રેગ્યુલર સમયગાળા પર આગળ વધારવામાં આવશે. 

તારણઆ- લેવલ 7 પર પગારમાં આવશે જબરદસ્ત ઉછાળો
આ ગણતરી સ્પષ્ટ જણાવે છે કે આઠમાં પગાર પંચ લાગૂ થવા પર લેવલ 7ના કર્મચારીઓના પગારમાં એક જબરદસ્ત ઉછાળો આવશે. તેમનો નેટ ઈન હેન્ડ પગાર લગભગ 1 લાખ રૂપિયા પ્રતિ માસના જાદુઈ આંકડાને સ્પર્શી જશે. તે ફક્ત તેમની ખરીદ શક્તિ વધારશે એટલું જ નહીં પરંતુ તેમના જીવન સ્તરને પણ સારું બનાવશે. હવે બસ સરકાર તરફથી અધિકૃત જાહેરાતોની રાહ જોવાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More