8th CPC Salary Calculator: આઠમાં પગાર પંચની રાહ જોઈ રહેલા કર્મચારીઓના મનમાં બસ એક સવાલ છે કે આખરે મારો પગાર કેટલો વધશે? ખાસ કરીને લેવલ 3 (ગ્રેડ પે-2000) પર કામ કરતા લાખો કર્મચારીઓ જાણવા ઈચ્છે છે કે તેમના ખિસ્સામાં કેટલો વધારાનો પગાર આવશે?
નવો બેઝિક પે કેટલો હશે? ફિટમેન્ટ ફેક્ટર કેટલું હશે? અને આ બધા સાથે HRA (મકાન ભાડા ભથ્થું) અને TA (મુસાફરી ભથ્થું) જોડાઈને કેટલી નેટ સેલરી થશે? જો તમારા મનમાં પણ આ બધા સવાલો ઘૂમતા હોય તો આજે અમે તમને જણાવીશું કે લેવલ 3 પર તમારો વધેલો પગાર કઈ રીતે હોઈ શકે છે.
સૌથી મોટો સવાલ- કેટલું હશે ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor)?
કેન્દ્રીય કર્મચારીઓના બેઝિક પગાર નક્કી કરવામાં ફિટમેન્ટ ફેક્ટર સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. સાતમાં પગાર પંચમાં તે 2.57 હતં. જેનાથી લઘુત્તમ પગાર ₹7,000 થી વધીને સીધો ₹18,000 થઈ ગયો હતો. હવે આઠમાં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટ વિશે ભાત ભાતના અનુમાન ચર્ચામાં છે. જેમ કે 1.92, 2.08 અને 2.86. ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરશે કે કર્મચારીઓનો નવો પગાર કેટલો હશે. અનેક રિપોર્ટ્સમાં જૂના પગાર પંચની જેમ 1.90 કે 1.92ની આસપાસ ફિટમેન્ટ ફેક્ટર રહી શકે એવી સંભાવના વ્યક્ત કરાઈ છે. આઠમાં પગાર પંચનું ફિટમેન્ટ ફેક્ટર હજુ અધિકૃત રીતે નક્કી થયું નથી. આથી અમે અહીં જણાવેલી ગણતરીમાં એક સંભવિત ફિટમેન્ટ ફેક્ટર (1.92)નો ઉપયોગ કરી રહ્યા છીએ.
8th Pay Commissionમાં કેટલો હોઈ શકે પગાર?
Pay Level | સાતમું પગાર પંચ (Basic Pay) | આઠમું પગાર પંચ (1.92 ફિટમેન્ટ ફેક્ટર) |
Level 1 | ₹18,000 | ₹34,560 |
Level 2 | ₹19,900 | ₹38,208 |
Level 3 | ₹21,700 | ₹41,664 |
Level 4 | ₹25,500 | ₹48,960 |
Level 5 | ₹29,200 | ₹56,064 |
લેવલ 3(GP-2000)ની સેલરીનું ગણિત
હવે સીધા લેવલ 3ના એક કર્મચારીની સંભવિત નવી સેલરીનું આખું બ્રેકડાઉન જોઈએ.
- બેઝિક પગાર (સાતમાં પગાર પંચ મુજબ) : ₹21,700
- અંદાજિત ફિટમેન્ટ ફેક્ટર : 1.92
8th CPC Salary Calculator (અંદાજિત)
વિવરણ રકમ ગણતરીના આધારે
હાલનો બેઝિક પે ₹21,700 સાતમાં પગાર પંચ મુજબ
રિવાઈઝ્ડ બેઝિક પે (નવું) ₹41,664 ₹21,700 x 1.92 (અંદાજિત ફિટમેન્ટ ફેક્ટર)
મોંઘવારી ભથ્થું (ડીએ) ₹0 નવા પગાર પંચમાં DA શૂન્ય થાય છે.
મકાન ભાડા ભથ્થું (HRA) ₹12,499 નવા બેઝિક પેના 30% (X-કેટેગરીના શહેર માટે)
મુસાફરી ભથ્થું (TA) ₹3,600 હાયર TPTA શહેર માટે (લેવલ 3-8)
કુલ ગ્રોસ સેલરી ₹57,763 (નવો બેઝિક પે +HRA + TA)
કપાત (Deductions)
NPS ફાળો - ₹4,166 નવા બેઝિક પેના 10%
CGHS ફાળો - ₹250 લેવલ 1-5 માટે નિર્ધારિત
નેટ સેલરી (હાથમાં) ₹ 53,347 (ગ્રોસ સેલરી- કુલ કપાત)
Salary from January 2026 (per month)
Your Pay Level 3
Basic Pay 21700
Revised Basic Pay ( with fitment factor) 41664
DA ( Dearness Allowance) 0
HRA (Hourse Rent Allowance) 12499
TA (Travelling Allowance) 3600
Other Allowances/Incomes (if any) 0
Add Allowance Remove Allowance
Gross Salary 57763
NPS Contribution 4166
CGHS Contribution 250
Income Tax (New Regime FY:2025-26) 0
0 (approx) per annum 0(approx)
Other Deductions (if any)
Add Deduction Remove Deduction
Net Salary 53347
ગણતરી વિસ્તારપૂર્વક સમજો
- નવો બેઝિક પે
તમારો હાલનો બેઝિક પે ₹21,700 ને જ્યારે 1.92ના ફિટમેન્ટ ફેક્ટર સાથે ગુણવામાં આવે તો તમારો નવો બેઝિક પે ₹41,664 થઈ જશે.
HRA નું ગણિત
અમે અહીં X- કેટેગરી (મેટ્રો શહેર) માટે HRA ને હાલના મહત્તમ દર (30%)નો ઉપયોગ કર્યો છે. તમારો નવો બેઝિક પે (₹41,664) નો 30% જોઈએ તો તે ₹12,499 થાય છે. નોંધવા જેવું છે કે આઠમાં પગાર પંચમાં HRA ના દાર રીસેટ થઈને 24% પણ થઈ શકે છે. પરંતુ તો પણ તમારા ખિસ્સામાં આવનારું HRA આજ કરતા વધુ જ હશે.
TA નો હિસાબ
લેવલ 3થી 8 સુધીના કર્મચારીઓ માટે હાયર TPTA શહેરોમાં મુસાફરી ભથ્થું ₹3,600(DA શૂન્ય થાય તો) નિર્ધારિત છે.
ગ્રોસ સેલરી
આ ત્રણેય ભેગા થઈને તમારી મહિનાની ગ્રોસ સેલરી ₹57,763 થાય છે.
નેટ સેલરી
પરંતુ અહીં તમારા હાથમાં પૂરી રકમ નહીં આવે તેમાં તમારા બેઝિક પેના 10% (₹4,166) NPS માં તમારા યોગદાન તરીકે કપાશે અને CGHS માટે ₹250 કપાશે. આ કપાત બાદ તમારા બેંક ખાતામાં દર મહિને ₹53,347 ની નેટ સેલરી આવશે.
ડીએ કેમ ઝીરો થઈ શકે
દરેક પગાર પંચનો આ નિયમ છે. જ્યારે પણ નવું પગાર પંચ લાગૂ થાય છે તો તે સમય સુધી મળતું મોંઘવારી ભથ્થું નવા બેઝિક પગારમાં મર્જ કરાય છે. ત્યારબાદ ડીએનું મીટર ફરીથી શૂન્ય પર આવી જાય છે અને નવો (CPI-IW) ના આધારે તેની ગણતરી ફરીથી શરી થાય છે.
હવે આ બધાનું તારણ જોઈએ તો આઠમાં પગાર પંચમાં લેવલ 3ના કર્મચારીઓ માટે મોટો ફાયદો જ હોઈ શકે છે. 1.92 જેવા અંદાજિત ફિટમેન્ટ ફેક્ટર જોઈએ તો પણ તમારા નેટ પગારમાં મોટો ઉછાળો આવી શકે છે. જો ફિટમેન્ટ ફેક્ટર આના કરતા વધુ રહેશે તો આ વધારો વધુ શાનદાર બની શકે છે. જો કે આ ફક્ત એક અંદાજો છે અને અસલ તસવીર તો આઠમાં પગાર પંચની અધિકૃત ભલામણો આવ્યા બાદ સ્પષ્ટ થશે. પરંતુ આશા અને ગણિત બંને એક સારા ભવિષ્ય તરફ ઈશારો કરી રહ્યા છે.
(Disclaimer: આ અંદાજિત ગણતરી છે અને સંભવિત ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત છે. આઠમાં પગાર પંચની અધિકૃત ભલામણો આવ્યા બાદ જ વાસ્તવિક આંકડાઓ જાણી શકાશે.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે