Home> India
Advertisement
Prev
Next

8th Pay Commission: ક્યારે લાગૂ થશે આઠમું પગાર પંગ, કેટલો વધશે પગાર? રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

આઠમાં પગાર પંચની પ્રતીક્ષા કરી રહેલા સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આઠમાં પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને ભથ્થામાં કેટલો વધારો થઈ શકે છે તેનો ખુલાસો એક રિપોર્ટમાં થયો છે.

8th Pay Commission: ક્યારે લાગૂ થશે આઠમું પગાર પંગ, કેટલો વધશે પગાર? રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Government employees: કેન્દ્ર સરકારના કર્મચારીઓ આઠમાં પગાર પંચની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. આશા કરવામાં આવી રહી છે કે આઠમું પગાર પંચ લાગૂ થવાથી સરકારી કર્મચારીઓના પગારમાં સારો વધારો થઈ શકે છે, જેને લઈને હવે એક રિપોર્ટ સામે આવ્યો છે. તેમાં આઠમું પગાર પંચ ક્યારે લાગૂ થશે અને તે હેઠળ પગારમાં કેટલો વધારો થશે? આ બધા સવાલોના જવાબ આપવામાં આવ્યા છે. કોટક ઈન્સ્ટીટ્યુશનલ ઈક્વિટિઝે આ રિપોર્ટ જાહેર કર્યો છે.

fallbacks

આઠમાં પગાર પંચ હેઠળ પગાર
 કોટક ઈન્સ્ટીટ્યુશનલ ઈક્વિટિઝે પોતાના રિપોર્ટમાં કહ્યું કે આઠમું પગાર પંચ 2026ના અંત કે 2027ની શરૂઆતમાં લાગૂ થઈ શકે છે. સરકાર અત્યારે તેના ટર્મ ઓફ રેફરન્સ તૈયાર કરી રહી છે અને પંચની રચના થવાની બાકી છે. સરકારે હજુ તેના અધ્યક્ષ વિશે ખુલાસો કર્યો નથી. આશા કરવામાં આવી રહી છે કે જલ્દી તેની જાહેરાત થઈ શકે છે.

કેટલો વધી શકે છે પગાર?
કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં આઠમાં પગાર પંચ હેઠળ એક મોટા વધારાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે કર્મચારીઓના બેઝિક પગારમાં 30થી 34 ટકાનો વધારો થઈ શકે છે. નવા પગાર પંચમાં મિનિમમ બેઝિક વેતન 18000 રૂપિયાથી વધી લગભગ 30,000 રૂપિયા થઈ શકે છે. ફિટમેન્ટ ફેક્ટરને લઈને રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે તે આશરે 1.8 રહેવાનું અનુમાન છે, જેથી કર્મચારીઓને વાસ્તવિક રીતે 13 ટકાનો ફાયદો થશે.

આ પણ વાંચોઃ ₹50 લાખની લોન... 30 નહીં માત્ર 17 વર્ષમાં થઈ જશે ખતમ, ₹34 લાખની થશે બચત, સમજો ગણતરી

કેટલા ખર્ચ પર થશે અસર?
કોટક ઈક્વિટીઝના રિપોર્ટ પ્રમાણે આઠમાં પગાર પંચની અસર GDP પર 0.6થી 0.8 ટકા સુધી પહોંચી શકે છે. તેનાથી સરકાર પર 2.4થી 3.2 લાખ કરોડનો વધારાનો ભાર આવી શકે છે. વેતનમાં વધારા સાથે ઓટોમોબાઇલ, કંઝ્યુમર અને અન્ય વપરાશ જેવા સેક્ટરની માગ વધી શકે છે, કારણ કે પગાર વધવાથી કર્મચારીઓની ખર્ચ કરવાની ક્ષમતામાં વધારો થશે.

બચત અને રોકાણ પર થશે અસર
કોટક પ્રમાણે વેતન વધવાની સાથે બચત અને રોકાણમાં વધારો થશે. ખાસ કરી ઇક્વિટી અને ડિપોઝિટ અને અન્ય રોકાણમાં 1થી 1.5 લાખ કરોડ રૂપિયા સુધીનો એક્સ્ટ્રા વધારો થઈ શકે છે. તો પગાર વધવાથી આશરે 33 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારી અને મોટી સંખ્યામાં પેન્શનરોને ફાયદો થશે. તેમાં પણ ગ્રેડ સીના મોટા ભાગના કર્મચારીઓને લાભ પહોંચશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More