Home> India
Advertisement
Prev
Next

કર્ણાટક અને ગુજરાત બાદ હવે મુંબઈમાં ઓમિક્રોનની એન્ટ્રી, વિદેશથી આવેલો વ્યક્તિ થયો સંક્રમિત

દેશમાં ધીમે-ધીમે કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતના જામનગર બાદ આજે બીજો કેસ મુંબઈમાં નોંધાયો છે. 

કર્ણાટક અને ગુજરાત બાદ હવે મુંબઈમાં ઓમિક્રોનની એન્ટ્રી, વિદેશથી આવેલો વ્યક્તિ થયો સંક્રમિત

મુંબઈઃ Coronavirus Omicron Variant: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં પણ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટની એન્ટ્રી થઈ ગઈ છે. વિદેશથી મુંબઈની પાસે કલ્યાણ ડોબિવલી વિસ્તારમાં આવેલ એક વ્યક્તિમાં ઓમિક્રોન વેરિએન્ટની પુષ્ટિ થઈ છે. આ વાતની જાણકારી મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગના ડાયરેક્ટરે આપી છે. મહત્વનું છે કે આ પહેલા શનિવારે ગુજરાતમાં પણ એક ઓમિક્રોન વેરિએન્ટનો કેસ સામે આવ્યો છે. આ પહેલા કર્ણાટકમાં બે કેસ નોંધાયા હતા. આમ અત્યાર સુધી દેશમાં ઓમિક્રોનનો કુલ ચાર કેસ સામે આવી ચુક્યા છે.

fallbacks

ઓમિક્રોનથી સંક્રમિત થનારા વ્યક્તિની ઉંમર 33 વર્ષ છે અને તે હાલમાં દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યો છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિએન્ટનો આ પ્રથમ કેસ છે, જ્યારે દેશમાં અત્યાર સુધી કુલ ચાર કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી પહેલા બે કેસ કર્ણાટક અને પછી એક કેસ ગુજરાત અને હવે મહારાષ્ટ્રમાં કેસ સામે આવ્યો છે. 

આ રીતે ગુજરાતમાં પહોંચ્યો ઓમિક્રોનઝિમ્બાબ્વેથી આવ્યો હતો વ્યક્તિ
આખરે ઓમિક્રોન વાયરસે ગુજરાતમાં એન્ટ્રી (omicron virus) કરી લીધી છે. જીવલેણ વાયરસની ગુજરાતમાં એન્ટ્રીથી આરોગ્ય વિભાગ દોડતુ થઈ ગયુ છે. ઓમિક્રોનનો વેરિયન્ટ ગુજરાતમાં એક્ટિવેટ થતા જ જામનગરના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જામનગરનો શખ્સ ઝિમ્બાબ્વેથી પરત ફર્યો હતો. મોરકડાં ગામના વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી આફ્રિકા (South Africa) થી આવ્યો હોવાનું જાણવા મળતા જ તેને તાત્કાલિક આઇસોલેટ કરવામાં આવ્યો હતો. આઇસોલેટ કરાયેલ પુરુષને ઓમિક્રોનનો વાયરસ છે કે નહીં તે માટે આરોગ્ય વિભાગ (health department) દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સેમ્પલ પુણેની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટ ન આવે ત્યાં સુધી આફ્રિકાથી આવેલ વ્યક્તિને આઇસોલેટ રાખવામાં આવ્યો હતો. પણ હવે તેમાં ઓમિક્રોન મળી આવતા આરોગ્ય વિભાગમાં પણ ફફડાટ ફેલાયો છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય એલર્ટ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમિલનાડુ, કર્ણાટક, કેરલ, ઓડિશા, મિઝોરમ અને જમ્મુ-કાશ્મીરને પત્ર લખીને કોરોનાના વધતા કેસને કાબુમાં કરવા માટે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની સાથે સાથે વધુ રસીકરણ કરવાનો નિર્દેશ આપ્યો છે. એટલું જ નહીં રાજ્યોએ યોગ્ય કોવિડ વ્યવહાર અપનાવવા માટે જરૂરી પગલા ભરવાનું કહ્યું છે. સરકારે આ રાજ્યોના કેટલાક જિલ્લામાં સંક્રમણના વધતા કેસ, સાપ્તાહિક સંક્રમણ દર અને મૃત્યુના વધતા મામલાને જોતા આ દિશા-નિર્દેશ આપ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More