Home> India
Advertisement
Prev
Next

હોસ્પિટલમાં લગ્ન, વરજાજાને થયો કોરોના તો પીપીઈ કિટમાં દુલ્હને પહેરાવી વરમાળા

કોરોના કાળમાં લગ્નની સીઝન પર પણ અસર પડી છે. પરંતુ કેરલમાં અનોખી ઘટના સામે આવી છે. અહીં દુલ્હને પીપીઈ કિટમાં વરરાજાને વરમાળા પહેરાવી છે. 

હોસ્પિટલમાં લગ્ન, વરજાજાને થયો કોરોના તો પીપીઈ કિટમાં દુલ્હને પહેરાવી વરમાળા

તિરૂવનંતપુરમઃ કેરલી અલપ્પુઝા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં કોરોના કાળમાં એક કપલે લગ્ન કર્યા છે. આ દરમિયાન દુલ્હન પીપીઈ કિટમાં જોવા મળી કારણ કે વરરાજાને કોરોના પોઝિટિવ હતો. આ લગ્ન જિલ્લા કલેક્ટરની મંજૂરીથી થયા છે. 

fallbacks

મહત્વનું છે કે કેરલમાં શનિવારે કોરોનાથી 73 સ્વાસ્થ્યકર્મીઓ સહિત 26685 અન્ય લોકો સંક્રમિત થયા હતા. ત્યારબાદ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1.98 લાખ થઈ ગઈ છે. 

કેરલ સરકારે જણાવ્યું કે, રાજ્યમાં અત્યાર સુધી 13,77,186 લોકોમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. સરકાર પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 25 લોકોના મૃત્યુ થયા છે. ત્યારબાદ મૃત્યુઆંક વધીને 5080 થઈ ગયો છે. 

મુખ્યમંત્રી પિનરઈ વિજયને લોકોને સતર્ક રહેવા અને સંક્રમણના પ્રસારને રોકવા માટે સાવચેતીના ઉપાયોમાં ઢીલ ન મુકવાની અપીલ કરી છે. વિજયને કહ્યુ કે, સરકારે આજે ખાનગી હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે વાત કરી અને તેમણે પણ સરકારની સાથે દરેક પ્રકારનો સહયોગ આપવાનો વિશ્વાસ અપાવ્યો છે. 

Corona: ઘર પર આઇસોલેટ છો તો આ રીતે ચેક કરો Oxygen, સરકારે જાહેર કરી ગાઇડલાઇન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More