Home> India
Advertisement
Prev
Next

મેદાનમાં ઘૂસીને ગાય રમવા લાગી ફૂટબોલ, કર્યાં જબરદસ્ત કરતબ, VIDEO જોઈને હક્કાબક્કા રહેશો

સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વીટર પર એક એવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે મેદાન પર રમતા છોકરાઓ વચ્ચે એક ગાય આવી જાય છે અને પોતાના પગનો ઉપયોગ કરીને ફૂટબોલ રમવા લાગે છે.

મેદાનમાં ઘૂસીને ગાય રમવા લાગી ફૂટબોલ, કર્યાં જબરદસ્ત કરતબ, VIDEO જોઈને હક્કાબક્કા રહેશો

નવી દિલ્હી: સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વીટર પર એક એવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે મેદાન પર રમતા છોકરાઓ વચ્ચે એક ગાય આવી જાય છે અને પોતાના પગનો ઉપયોગ કરીને ફૂટબોલ રમવા લાગે છે. નવાઈની વાત તો એ છે કે આ છોકરાઓ ઘણીવાર સુધી ગાયની પાસે રહેલા ફૂટબોલને મેળવી સુદ્ધા ન શક્યા. ગાય પણ તે ફૂટબોલ પોતાની પાસે રાખીને છોકરાઓને દોડાવતી રહી. 

fallbacks

2 મિનિટ અને 13 સેકન્ડનો આ વીડિયો દક્ષિણ ભારતીય શહેરના કોઈ મેદાનનો લાગે છે. તેમાં જોવા મળી રહ્યું છે કે એક ગાય ફૂટબોલને પોતાના ચાર પગની વચ્ચે ફસાવી લે છે અને ત્યારબાદ આગળના પગથી કિક મારે છે. એટલું જ નહીં કોઈ ફૂટબોલરની જેમ ગાય પણ પગની મદદથી કરતબ બતાવવા લાગે છે. મેદાનમાં રમતા છોકરાઓ જ્યારે ગાય પાસેથી ફૂટબોલ મેળવવાની કોશિશ કરવા જાય છે તો તે હિંસક બની જાય છે અને તેમને મારવા માટે દોડે છે. આ જોઈને ઘણીવાર સુધી છોકરાઓ પોતાનો ફૂટબોલ પણ મેળવી શકતા નથી. 

આ દરમિયાન એક યુવક ગાયથી નજર બચાવીને ફૂટબોલને  કિક મારી દે છે તો એવું પણ જોવા મળે છે કે ગાય ઝડપથી દોડીને ફૂટબોલનો પીછો કરવા લાગી જાય છે. તમે પણ જુઓ વીડિયો....

ટ્વીટર યૂઝર આ અનોખી ઘટનાને Cow vs Boy ની ફૂટબોલ મેચ બતાવી રહ્યાં છે. યૂઝર લખે છે કે આ તો ફક્ત ઈન્ડિયામાં જ થઈ શકે છે. 

fallbacks

ફૂટબોલ પર કોઈ અનુભવી ખેલાડીની જેમ પકડ રાખતા આ મૂક જાનવરને જોઈને સોશિયલ મીડિયા પર યૂઝર્સ આશ્ચર્યચકિત છે. વીડિયો જોઈને એક વ્યક્તિએ લખ્યું છે કે તેના પર બિલકુલ વિશ્વાસ થતો નથી. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More