Home> India
Advertisement
Prev
Next

VIDEO: ધોળે દિવસે યુવતીની કોલેજની બહાર ગોળી મારીને હત્યા, ઘટના CCTVમાં કેદ

પોલીસે આ કેસમાં સપાટો બોલાવતા હત્યાના મુખ્ય આરોપી તૌફીકની ધરપકડ કરી લીધી છે. 

VIDEO: ધોળે દિવસે યુવતીની કોલેજની બહાર ગોળી મારીને હત્યા, ઘટના CCTVમાં કેદ

ફરીદાબાદ: હરિયાણા (Hariyana) ના ફરીદાબાદના બલ્લભગઢ (ballabgarh)માં સોમવારે કોલેજમાંથી પરીક્ષા આપીને બહાર આવેલી વિદ્યાર્થીનીની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. ધોળે દિવસે યુવતીની હત્યાને અંજામ આપીને ફરાર થઈ ગયેલો આરોપી તૌફીક આખરે પોલીસની પકડમાં આવી ગયો છે. 

fallbacks

Corona Update: કોરોનાના નવા કેસમાં ધરખમ ઘટાડો, દેશમાં પછડાટ ખાઈ રહ્યો છે જીવલેણ વાયરસ!

ગઈ કાલે જ્યારે વિદ્યાર્થીની પરીક્ષા આપીને કોલેજમાંથી બહાર નીકળી ત્યારે કારમાં સવાર બદમાશે તેને ગાડીમાં જબરદસ્તીથી બેસાડવાની કોશિશ કરી. છોકરીએ બેસવાની ના પાડી તો આરોપી તેને ગોળી મારીને ત્યાંથી ફરાર થઈ ગયો. પીડિત યુવતી બીકોમના છેલ્લા વર્ષની વિદ્યાર્થીની હતી. પોલીસે પણ આ કેસમાં સપાટો બોલાવતા હત્યાના મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. મુખ્ય આરોપીનું નામ તૌફીક છે અને તે રાજસ્થાનના મેવાતનો રહીશ છે. બલ્લભગઢમાં ઘટેલી વારદાતનો વીડિયો CCTV કેમેરામાં રેકોર્ડ થઈ ગયો. જેના આધારે પોલીસ અન્ય આરોપીઓની શોધ  કરી રહી છે. 

વધુ વિગતો માટે જુઓ VIDEO

12માં ધોરણ સુધી એક સાથે ભણ્યા
પીડિત છોકરી અને મુખ્ય આરોપી 12માં ધોરણ સુધી એક સાથે ભણ્યા હતા. આ મામલે બીજો આરોપી હાલ ફરાર છે. તૌફીકને કોર્ટમાં રજુ કરી પોલીસ તેના રિમાન્ડ લેશે અને ત્યારબાદ બીજા આરોપી વિશે પૂછપરછ કરશે. વિદ્યાર્થીની હત્યાકાંડમાં પરિજનો અને સ્થાનિક લોકોએ સોહના રોડ પર આજે ચક્કાજામ કરીને આરોપીઓને જલદી પકડીને સજા આપવાની માગણી કરી હતી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More