Home> India
Advertisement
Prev
Next

Video: જીઆરપી કોન્સ્ટેબલે લાઇનમાં ઉભા રહેવા કહ્યું, બે યુવકોએ માર માર્યો

યૂપીના દેવરિયા રેલવે સ્ટશન પર ગર્વમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી) જવાનની સાથે મારામારીનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બે યુવક એક જીઆરપી જવાન સાથે મારામારી કરી રહ્યાં છે.

Video: જીઆરપી કોન્સ્ટેબલે લાઇનમાં ઉભા રહેવા કહ્યું, બે યુવકોએ માર માર્યો

નવી દિલ્હી: યૂપીના દેવરિયા રેલવે સ્ટશન પર ગર્વમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી) જવાનની સાથે મારામારીનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બે યુવક એક જીઆરપી જવાન સાથે મારામારી કરી રહ્યાં છે. એવું બતાવવામાં આવી રહ્યું છે કે, વર્તમાન સમયમાં બે યુવકોએ જીઆરપી જવાનની સાથે મારામારી માત્ર એટલા માટે કરી કેમકે, જવાને તેમને ટિકિટ કાઉન્ટર પર લાઇનમાં ઉભા રહેવા ક્યું હતું. આ વીડિયો મંગળવાર 18 જૂનનો હોવાનું જાણવા મળી રહ્યું છે.

fallbacks

વધુમાં વાંચો:- ‘એક દેશ, એક ચૂંટણી’ને લઇ પીએમ મોદીની બેઠકમાં સામેલ નહીં થાય કોંગ્રેસ

આ વીડિયોમાં બે યુવકો જીઆરપીના જવાન સાથે બોલાચાલી કરતા જોવા મળી રહ્યાં છે. બોલાચાલી દરમિયાન વાતાવરણ ગરમાઇ જતા બંને યુવકોએ અચનાક આ જવાનને માર મારવાનું શરૂ કરી દીધુ હતુ. પોતાના બચાવમાં આ જવાન પણ આ યુવકોને રોકવા માટે પ્રયત્ન કરતો જોવા મળી રહ્યો છે. પરંતુ બંને યુવકો જીઆરપી જવાનને સતત માર મારી રહ્યાં છે. પ્રાપ્ત જાણકારી અનુસાર બંને આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે.

જુઓ LiveTV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More