Home> India
Advertisement
Prev
Next

પ્રોપર્ટી માર્કેટ પર આવશે મોટું સંકટ, મહાનગરોમાં મકાન ભાડામાં તોતિંગ વધારો, નવો સરવે

Ahmedabad Property Market : નવું મકાન તો છોડો, હવે ભાડાના મકાન માટે પણ ચિંતા કરવાનો સમય આવી ગયો છે... કારણ કે હવે ભારતના મોટા શહેરોમાં તોતિંગ મકાન ભાડા વસૂલાઈ રહ્યાં છે... પ્રોપર્ટી માર્કેટમાં ભાડાની પ્રોપર્ટીમાં જબરદસ્ત મોટો ઉછાળ આવ્યો છે 
 

પ્રોપર્ટી માર્કેટ પર આવશે મોટું સંકટ, મહાનગરોમાં મકાન ભાડામાં તોતિંગ વધારો, નવો સરવે

Ahmedabad Real Estate : આજના સમયમાં ઘરનું ઘર બનાવવું હોય તો મધ્યમવર્ગીય પરિવાર માટે કાઠું બની રહ્યું છે. હપ્તા ભરે કે ડાઉન પેમેન્ટ લાવે. આ કારણે અનેક લોકો ભાડાના ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. જોકે, હવે ભાડાના ઘરમાં રહેવા માટે લોકોને મોટા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ મોંઘવારીનો માર પડી રહ્યો છે, લોકોની બચત ઘટી રહી છે અને બીજી તરફ, ભાડાના મકાન પણ હવે મોંઘા પડવા લાગ્યા છે. નિષ્ણાતો કહે છે કે મકાનોના ભાવ ફુગાવા કરતા વધુ ઝડપથી વધશે અને ભાડા ઘણા વર્ષોથી આકાશને આંબી રહ્યા છે. લાખો લોકો માટે, ઘરનું માલિકી એક દૂરનું સ્વપ્ન બની રહ્યું છે. 

fallbacks

મકાનના ભાડા વધ્યા, તેથી મકાનના ભાવ પણ વધ્યા
રોઈટર્સનો એક સરવે કહે છે કે, નવું ઘર ખરીદનારાઓને હાલ મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરના ભાવ લગભગ બમણા થઈ ગયા છે. કારણ કે, માંગ એટલી વધી છે કે, તેને પહોંચી વળવા માટે પુરવઠો ઓછો છે. ત્યારે આ કારણે અનેક લોકો ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યા છે. આ કારણે ભાડાના મકાનનું માર્કેટ ઉંચકાયું છે. તોતિંગ ભાડા વસૂલાઈ રહ્યાં છે. રિયલ એસ્ટેટ માર્કેટના નિષ્ણાતો વચ્ચે કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે મકાનોના આસમાને પહોંચતા ભાવોને કારણે મોટાભાગના લોકો ભાડા પર રહે છે.

આંકડો કહે છે કે, ભારતના મોટા શહેરોમાં ભાડાના ખર્ચમાં 7 થી 10 ટકાનો વધારો થયો છે. નિષ્ણાતો કહે છે કે, મુંબઈ, દિલ્હી, બેંગલોર જેવા શહેરોમાં મકાનના ભાડાના ભાવ આકાશને આંબી રહ્યાં છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં સરેરાશ ઘરની કિંમતો અને ભાડા ખર્ચ આ વર્ષે ગ્રાહક ફુગાવા કરતા વધુ વધવાની ધારણા છે. જો આવું જ ચાલ્યું તો મકાનોના ભાવ અને ભાડાના ભાવ એટલા વધી જશે કે લોકોને પોસાશે નહિ. 

એક મ્યાનમાં બે તલવાર! મોદી-રાહુલ એકસાથે આજે ગુજરાતના પ્રવાસે, કંઈક નવાજૂની તો થશે

ભારતમાં સરેરાશ ભાવ વધવાનો રેશિયો ગત વર્ષ સુધી 4 ટકા હતો, જે આ વર્ષે 6.5 ટકાથી લઈને 6 ટકા થઈ ગયો છે. ભાડાથી મકાનની ડિમાન્ડ વધી રહી છે. આ જ કારણ છે કે, મકાનોના ભાવ પણ આસમાને પહોંચી રહ્યાં છે. આવામાં જો નવું ઘર ખરીદવા માંગતા હોય તો તમને વધુ તકલીફોનો સામનો કરવો પડી શકે છે. 

સર્વે કહે છે કે આ ફક્ત એક સમસ્યા નથી, પરંતુ તેની આસપાસ ઘણી સમસ્યાઓ વધી રહી છે. હાલમાં, આપણે એક એવું હાઉસિંગ માર્કેટ જોઈ રહ્યા છીએ જ્યાં ફક્ત ધનિક લોકો જ ખરીદી શકે છે અને એવું લાગતું નથી કે આ ટ્રેન્ડ ટૂંક સમયમાં બદલાશે. ભારતના બે સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરો, મુંબઈ અને દિલ્હીમાં આ વર્ષે અને આવતા વર્ષે સરેરાશ ઘરોના ભાવ ૫.૮% થી ૮.૫% વધવાનો અંદાજ છે. સર્વેમાં સામેલ ૫૦% નિષ્ણાતોએ કહ્યું કે ભવિષ્યમાં પરિસ્થિતિ સુધરશે, જ્યારે ૫૦% નિષ્ણાતોએ કહ્યું કે પરિસ્થિતિ વધુ ખરાબ થશે.

અમદાવાદના આ વિસ્તારોના ભાડા સૌથી ઉંચા 
મેજિક બ્રિક્સના અહેવાલ મુજબ, દેશમાં ભાડાથી મળતી આવકનું માર્કેટ પણ ઉંચકાયું છે. તેમાં અમદાવાદ શહેર 4 ટકા સાથે મોખરે છે. અમદાવાદમાં મકાનના ભાડા પણ તોતિંગ વધી રહ્યાં છે. તેમાં પણ જો તમારું મકાન સેટેલાઈટ, પ્રહલાદનગર, સાઉથ બોપલ, એસજી હાઈવે જેવા વિસ્તારમાં છે તો મલ્ટી નેશનલ કંપનીના પગાર જેટલી આવક તમને થઈ શકે છે. 

આ વિસ્તારોમાં કેટલું મળે છે ભાડું 
રિપોર્ટ અનુસાર, અમદાવાદમાં પ્રોપર્ટીના ભાડામાં પણ ઉછાળો આવ્યો છે. આ વિસ્તારોમાં જો તમારું ઘર કે ફ્લેટ તમે ભાડેથી આપો છો, તો તમને સારું એવું વળતર મળી શકે છે.  સેટેલાઈટ, પ્રહલાદનગર, સાઉથ બોપલ, એસજી હાઈવે જેવા વિસ્તારમાં મકાનની ડિમાન્ડ વધી છે. આ ડિમાન્ડને પગલે ભાડાની આવક પણ વધી છે. આ વિસ્તારોમાં જો તમને 2 બીએચકે ઘર કે મકાન જોઈતું હોય તો સરેરાશ 20 થી 22 હજાર ભાડું ચૂકવવું પડશે. 

આ આગાહીને હળવાશથી લેવા જેવી નહિ, ગુજરાતના આ જિલ્લાઓને અપાયું એલર્ટ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More