વાયનાડ (કેરળ): કેરળમાં આવેલા પૂરથી બેઘર થયેલા લોકોના પુર્નવાસ માટે ચાલી રહેલા કાર્યની સમીક્ષા કરવા પોતાના સંસદીય મતવિસ્તાર વાયનાડ પહોંચેલા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને બુધવારે અજીબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. એક વ્યક્તિ તેમને મળવા આવ્યો તે દરમિયાન તેણે રાહુલ ગાંધીને ગાલ પર KISS કરી લીધી. જો કે તેમની સુરક્ષામાં તહેનાત એસપીજી જવાનોએ સમયસર એ વ્યક્તિને રાહુલથી દૂર કરી લીધી.
કાશ્મીર મુદ્દે રાહુલ ગાંધીએ સૂર બદલ્યા તો પાકિસ્તાનના મંત્રી ભડકી ગયા, આપ્યું 'આ' નિવેદન
વાત જાણે એમ છે કે રાહુલ ગાંધી ત્યાં પૂરથી બેઘર થયેલા લોકોના પુર્નવાસ માટે ચાલી રહેલા કાર્યની સમીક્ષા માટે ત્યાં ગયા હતાં. આ દરમિયાન તેઓ પોતાની કારની આગળની સીટ પર બેઠા હતાં ત્યારે એક વ્યક્તિ અચાનક તેમને મળવા માટે આગળ વધી. રાહુલે તેની સાથે હાથ મિલાવવા માટે હાથ આગળ વધાર્યો તો તે વ્યક્તિએ તેમને હાથ મિલાવતા જ ઝટ લઈને તેમના ગાલ પર ચુંબન ચોડી દીધુ. થોડા સમય માટે તો રાહુલ ગાંધી જાણે અસહજ થઈ ગયાં પરંતુ તેમણે લોકોને મળવાનું ચાલુ રાખ્યું. એસપીજી જવાનોએ જો કે તરત તે વ્યક્તિને ત્યાંથી હટાવી દીધી હતી.
જુઓ VIDEO
અત્રે જણાવવાનું કે વાયનાડ કેરળના પૂરથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાંથી એક છે. આ જિલ્લાના લગભગ 50,000 લોકો રાજ્ય સરકાર તરફથી આ મહિનાની શરૂઆતમાં લગાવવામાં આવેલા રાહત શિબિરમાં શરણમાં છે.
વાયનાડ જતા પહેલા રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું કે હું આગામી કેટલાક દિવસો માટે મારા સંસદીય મતવિસ્તાર વાયનાડમાં છું. પૂર રાહત શિબિરોની મુલાકાત લઈશ અને વિસ્તારમાં ચાલી રહેલા પુર્નવાસના કામોની સમીક્ષા કરીશ. મોટાભાગના કામ પૂરા થઈ ગયા છે. પરંતુ કેટલાક કામો થવાની હજુ જરૂર છે. તેઓ 30 ઓગસ્ટના રોજ દિલ્હી પાછા ફરે તેવી શક્યતા છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે