Home> India
Advertisement
Prev
Next

આજથી તું મારી પત્ની નથી પણ મારા પિતાની પત્ની, પતિએ કહ્યું 'હવે તું મારી મા...', માનવતા શરમાવે એવો કિસ્સો!

તમને જાણીને નવાઈ લાગે એવો કિસ્સો સામે આવ્યો છે. ભોગ બનનાપ પીડિતાનું કહેવું છે કે લગ્નથી જ તેના સસરાનાં તેના પ્રત્યે ખરાબ ઇરાદા હતા. જ્યારે તેનો પતિ તેની સાસુ માટે દવા લેવા ઘરની બહાર ગયો હતો ત્યારે તેણે તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા અને આ બનાવ અંગે કોઈને કહેશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આજથી તું મારી પત્ની નથી પણ મારા પિતાની પત્ની, પતિએ કહ્યું 'હવે તું મારી મા...', માનવતા શરમાવે એવો કિસ્સો!

ઝી બ્યુરો/નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મુફરનગરમાં માનવતાને શરમાવે એવો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ તેની ગર્ભવતી પુત્રવધૂ પર રેપ કર્યો છે. જ્યારે મહિલાએ તેના પતિને આ વાત કહી તો પતિએ તેની પત્નીને કહ્યું કે આજથી તું મારા પિતાની પત્ની અને મારી માતા છે. આ સાંભળીને મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઈ. પતિ પાસેથી આ બધું સાંભળ્યા બાદ પીડિતાએ તેના પતિ અને સસરા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

fallbacks

મુંબઈ-અમદાવાદ હાઈ-વે પર ગમખ્વાર અકસ્માત; બસ-ટ્રક ધડાકાભેર અથડાયા, માંડ માંડ 25 બચ્યા

આ આખો મામલો મુઝફ્ફરનગરના મીરાપુર વિસ્તારના એક ગામનો છે. લગભગ એક વર્ષ પહેલા કકરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની છોકરીના લગ્ન મીરાપુર વિસ્તારના એક ગામના એક વ્યક્તિ સાથે થયા હતા. લગ્નના થોડા મહિના બાદ જ મહિલા ગર્ભવતી બની હતી. પીડિતાનો આરોપ છે કે તેના સસરાના તેના પ્રત્યે શરૂઆતથી જ ખરાબ ઈરાદા હતા. લગભગ બે મહિના પહેલા 5 જુલાઈના રોજ પરિણીતાનો પતિ તેના સાસુ માટે દવા લેવા માટે બહાર ગયો હતો.

કરોડો ગુજરાતીઓના શ્વાસ થંભાવી દેશે આ વાત! વરસાદને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી

'હવે તમે મારી માતા છો'
આ દરમિયાન તે ઘરે એકલી હતી. તકનો લાભ લઈ તેના સસરાએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને આ ઘટના અંગે કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પરંતુ પીડિતાએ હિંમત એકઠી કરી અને તેના પતિને તેના પિતાના જઘન્ય કૃત્ય વિશે જણાવ્યું. આ પછી, પીડિતા તેના પતિનો જવાબ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. પતિએ કહ્યું કે પિતા સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ હવે તે તેને પોતાની પત્ની તરીકે રાખવી શક્ય નથી. માટે આજથી તું મારી પત્ની નથી પણ મારા પિતાની પત્ની છે.

VIDEO: પ્લેનના ટોયલેટને કપલે બેડરૂમ બનાવી દીધો, કપલનો સંબંધો બનાવતો વીડિયો વાયરલ

પતિએ મને માર્યો
પતિનો જવાબ સાંભળીને જ્યારે પીડિતાએ વિરોધ કર્યો તો આરોપ છે કે પતિએ તેને માર માર્યો અને ઘરની બહાર કાઢી મૂકી. જે બાદ પીડિતાએ અત્યાચાર સામે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું. તેણે તેના પરિવારજનો સાથે મળીને આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી. પરંતુ અહીં પણ તેને બે મહિના સુધી ન્યાયની માંગ કરવી પડી હતી. હવે, ઘટનાના લગભગ બે મહિના પછી, ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કર્યા પછી, 7 સપ્ટેમ્બરે, પોલીસે પીડિતાના સસરા અને પતિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પરંતુ હજુ પણ પોલીસ આરોપી પતિ અને સસરાને પકડી શકી નથી.

ગાય-ભેંસના ગોબરમાંથી પણ કમાય એનું નામ ગુજરાતી: જાપાનને પણ રસ પડ્યો, 230 કરોડ રોકશે

પોલીસે વહેલી ધરપકડનો દાવો કર્યો હતો
આ મામલે મીરાપુરના ઈન્સ્પેક્ટર રવેન્દ્ર સિંહ યાદવે કહ્યું કે મહિલા ગર્ભવતી છે અને કેસ નોંધાયા બાદ પીડિતાના 161 અને 164 મુજબ નિવેદન નોંધવામાં આવ્યા છે. ગામમાંથી ફરાર આરોપીઓની શોધખોળ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં બંનેની ધરપકડ કરવામાં આવશે. આ બાબતે સીઓ જનસથ શકીલ અહેમદનું કહેવું છે કે પીડિતાની ફરિયાદના આધારે તેના પતિ અને સસરા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે તપાસ અને કાર્યવાહી ચાલી રહી છે.

આ ગુજરાતીએ જે પણ લોન્ચ કર્યું એ સુપરહીટ રહ્યું, આજે છે કરોડોની કંપનીના માલિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More