Home> India
Advertisement
Prev
Next

બદલાવા જઈ રહ્યા છે આધાર કાર્ડ બનાવવાના નિયમ... પાન કાર્ડ-પાસપોર્ટ-રાશન કાર્ડવાળા તાત્કાલિક ધ્યાન આપો!

Citizenship Rules: એ વાત સાચી છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગેરકાયદેસર પ્રવાસી નકલી દસ્તાવેજોની મદદથી આધાર કાર્ડ બનાવીને અન્ય બીજા જરૂરી દસ્તાવેજો પણ મેળવી લે છે. આ દ્વારા તેમને મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે અને નાગરિકતાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

બદલાવા જઈ રહ્યા છે આધાર કાર્ડ બનાવવાના નિયમ... પાન કાર્ડ-પાસપોર્ટ-રાશન કાર્ડવાળા તાત્કાલિક ધ્યાન આપો!

Aadhaar Card Update: છેલ્લા ઘણા વર્ષોથી આધાર કાર્ડ દેશના દરેક નાગરિકની ઓળખનો એક મુખ્ય દસ્તાવેજ બની ગયું છે. પરંતુ આ અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. જો કે તેને ભારતીયતા કે નાગરિકતાનો પુરાવો માનવામાં આવતો નથી, પરંતુ હવે સરકાર તેને વધુ કડક અને પ્રમાણિક બનાવવા તરફ એક મોટું પગલું ભરી રહી છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) હવે આધાર બનાવવાના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. જેથી ફક્ત વાસ્તવિક અને ચકાસાયેલ નાગરિકો જ આ ઓળખ નંબર મેળવી શકે. આ સમજવું મહત્વપૂર્ણ છે.

fallbacks

આધાર કાર્ડ બનાવવાની શક્યતા ખૂબ ઓછી?
હવે નવા પુખ્ત વયના લોકો માટે આધાર નોંધણી પહેલા કરતા વધુ કડક બનશે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ સરકારે નિર્ણય લીધો છે કે, ભવિષ્યમાં પાસપોર્ટ, રેશન કાર્ડ, જન્મ પ્રમાણપત્ર અને મેટ્રિક્યુલેશન પ્રમાણપત્ર જેવા દસ્તાવેજોના ઓનલાઈન ડેટાબેઝને આધાર સાથે લિંક કરવામાં આવશે અને તેની ચકાસણી કરવામાં આવશે. આનાથી નકલી દસ્તાવેજો દ્વારા આધાર કાર્ડ બનાવવાની શક્યતા ઓછી થશે.

દસ્તાવેજોની સંપૂર્ણ તપાસ થશે
મળતી માહિતી અનુસાર, UIDAIએ એક નવું ટૂલ વિકસિત કર્યુ છે, જે આધારમાં અપડેટ અથવા રજિસ્ટ્રેશન દરમિયાન દસ્તાવેજોની બે વાર તપાસ કરશે. તેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, મનરેગા ડિટેલ્સ અને આગામી સમયમાં વીજળી બિલ જેવા દસ્તાવેજોની પણ તપાસ કરશે. આ KYC પ્રક્રિયાને પણ મજબૂત બનાવશે અને દેશભરમાં ઓળખની એક સમાન સિસ્ટમ બની શકશે.

મોટી સંખ્યામાં બનાવી રહ્યા છે ગેરકાયદેસર પ્રવાસી
એ વાત સાચી છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ વાતની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે, ગેરકાયદેસર પ્રવાસી નકલી દસ્તાવેજોની મદદથી તેમના આધાર કાર્ડ બનાવે છે અને અન્ય બીજા જરૂરી દસ્તાવેજો પણ મેળવે છે. આના દ્વારા તેઓ મતદાર યાદીમાં નામ નોંધાવીને નાગરિકતાનો દાવો પણ કરી શકે છે. હવે આને રોકવા માટે રાજ્યોને પહેલાથી જ જવાબદારી સોંપવામાં આવી છે કે તેઓ આધાર કાર્ડ આપતા પહેલા દરેક વ્યક્તિની સંપૂર્ણ તપાસ કરે.

140 કરોડથી વધુ આધાર?
અન્ય એક રિપોર્ટ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 140 કરોડથી વધુ આધાર કાર્ડ બનાવવામાં આવ્યા છે. આમાંથી ઘણા મૃત લોકોના પણ છે. પુખ્ત વયના લોકોમાં આધાર કવરેજ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને નવજાત શિશુઓને પણ જન્મ સમયે આધાર આપવામાં આવી રહ્યું છે. પરંતુ નવી નીતિ હેઠળ પુખ્ત વયના લોકો માટે નોંધણીમાં કડકતા વધારવામાં આવી છે જેથી નાગરિકતા સંબંધિત ઓળખ સંપૂર્ણપણે પારદર્શક અને સુરક્ષિત રહે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More