Home> India
Advertisement
Prev
Next

આપ PM આવાસને ઘેરશે, પોલીસે 4 મેટ્રો સ્ટેશન બંધ કરી દીધા

આમ આદમી પાર્ટીના વડાપ્રધાન આવાસના ઘેરાવના કાર્યક્રમને 4 રાજ્યોનાં મુખ્યમંત્રીનું સમર્થન મળ્યું

આપ PM આવાસને ઘેરશે, પોલીસે 4 મેટ્રો સ્ટેશન બંધ કરી દીધા

નવી દિલ્હી : આમ આદમી પાર્ટી (આપ)નાં નેતા રવિવારે વડાપ્રધાન આવાસનો ઘેરાવ કરશે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને એલજી અનિલ બૈજલની વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. કેજરીવાલ પોતાનાં ત્રણ સહયોગી સાથે રાજ નિવાસ ખાતે ધરણા પર બેઠા છે. આપ પ્રવક્તા પંકજ ગુપ્તાએ કહ્યું કે, દિલ્હીમાં એક જબરદસ્ત વિરોધ પ્રદર્શનની તૈયારી છે. તે સાંજે 4 વાગ્યે ચાલુ થઇ જશે. જેનાં માટે પાર્ટી કાર્યકર્તા અને નેતાઓ તૈયારી કરી રહ્યા છે. જો કે દિલ્હી પોલીસે આ પ્રદર્શન માર્ચની પરવાનગી આપી નથી. 

fallbacks

આપ પ્રવક્તા પંકજ ગુપ્તાએ કહ્યું કે દિલ્હીમાં એક જબરદસ્ત વિરોધ પ્રદર્શનની તૈયારી છે. તે સાંજે 4 વાગ્યે ચાલુ થશે. તેના માટે પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓ તૈયારી કરી રહ્યા છે. જો કે દિલ્હી પોલીસે આ પ્રદર્શન માર્ચની પરવાનગી આપી નથી. 

ચાર મેટ્રો સ્ટેશનનાં ગેટ રહેશે બંધ
દિલ્હીનાં ડીસીપી મધુર વર્માએ કહ્યું કે, આપની તરફથી પ્રદર્શન માર્ચ માટે પરવાનગી લેવામાં આવી નથી. પોલીસ પ્રદર્શનને ધ્યાને રાખીને 4 મેટ્રો સ્ટેશનનાં ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ આપ નેતા સૌરભ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, પ્રદર્શન દરમિયાન કોઇ હિંસા નહી થાય. અમે કોઇ રાજ્ય પાસે સમર્થન નહોતું માંગ્યુ પરંતુ 4 રાજ્યોના મુખ્યમંત્રી અમારા સમર્થનમાં આવ્યા છે. ભાજપ તેને નકારી શકે નહી. આ બધાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. તેઓદિલ્હીનાં લોકોના હકની લડાઇના સર્થનમાં ઉભા થયા છે. 

કેજરીવાલે વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન
રવિવારે સવારે ટ્વીટ કરીને કેજરીવાલે મોદી પર આરોપ લગાવ્યો કે દિલ્હીમાં અધિકારીઓની હડતાળ તેમના ઇશારે કરાવવામાં આવી. મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું કે, જે વડાપ્રધાન કોઇ રાજ્યમાં અધિકારીઓની હડતાળ કરાવીને ત્યાનું કામકાજ ઠપ્પ કરે છે, શું એવા વડાપ્રધાનનાં હાથણાં દેશની લોકશાહી સુરક્ષીત છે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More