Home> India
Advertisement
Prev
Next

હાથમાં બોર્ડ લઇને AAP નેતાઓએ સંસદમાં લગાવ્યા નારા, PM મોદીને કરી આ અપીલ

કૃષિ કાયદા સામે જ્યાં એક તરફ ખેડૂત વિરોધ પ્રદર્શન (Farmers Protest) કરી રહ્યાં છે ત્યારે બીજી તરફ વિરોધી પક્ષ કેન્દ્રની મોદી સરકારને ઘેરી લેતા જોવા મળી રહ્યો છે. આ જ ક્રમમાં શુક્રવારે સંસદમાં આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ સંજય સિંહ અને ભગવંત માનએ પીએમ મોદી (Narendra Modi)ની સામે સૂત્રોચ્ચાર કર્યા

હાથમાં બોર્ડ લઇને AAP નેતાઓએ સંસદમાં લગાવ્યા નારા, PM મોદીને કરી આ અપીલ

નવી દિલ્હી: કૃષિ કાયદા સામે જ્યાં એક તરફ ખેડૂત વિરોધ પ્રદર્શન (Farmers Protest) કરી રહ્યાં છે ત્યારે બીજી તરફ વિરોધી પક્ષ કેન્દ્રની મોદી સરકારને ઘેરી લેતા જોવા મળી રહ્યો છે. આ જ ક્રમમાં શુક્રવારે સંસદમાં આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ સંજય સિંહ અને ભગવંત માનએ પીએમ મોદી (Narendra Modi)ની સામે સૂત્રોચ્ચાર કર્યા. પીએમ મોદી સંસદના સેન્ટ્રલ હોલમાં મદન મોહન માલવીયા અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપવા સંસદના સેન્ટ્રલ હોલમાં પહોંચ્યા હતા.

fallbacks

આ પણ વાંચો:- Corona Vaccine: Covid-19 રસીકરણ સિસ્ટમના પરીક્ષણ માટે 4 રાજ્યોમાં રિહર્સલ; જાણો વિગતો

હાથમાં બોર્ડ સાથે સંસદમાં સૂત્રોચ્ચાર
સંસદ ભવનમાં આમઆદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ અને ભગવંત માને પીએમ મોદી સામે હાથમાં બોર્ડ લઇને નારા લગાવ્યા કે, ખેડૂત વિરોધી કાળા કાયદાને પાછો ખેંચવા, અન્નદાતાઓને આતંકવાદી કહેવાનું બંધ કરો, મૂડીવાદીઓ માટે બનાવેલા કાયદાને પાછો ખેંચી લો. સંજયસિંહના હાથમાં બોર્ડ હતું તને પર લખ્યું હતું, 'કાળો કાયદો પાછો લો, MSPને કાયદેસરની સત્તા આપો.

આ પણ વાંચો:- ભારતનું એક એવું શહેર જ્યાં 21 વર્ષીય છોકરી બની શકે છે દેશની સૌથી યુવા મેયર

'આપ' નેતાઓએ કાયદો પાછો ખેંચવાની કરી છે અપીલ
સંસદમાંથી જ્યારે પીએમ મોદી જવા લાગ્યા ત્યારે સંગરૂસથી લોક સભા સાંસદ ભગવંત માને તેમને અવાજ આપ્યો કે, પ્રધાનમંત્રી જી, લાખો ખેડૂત ઠંડીમાં મરી રહ્યા છે. અન્નદાતા મરી રહ્યા છે. સર, ત્રણે કાયદો પાછા લઈ લો સર, પ્રધાનમંત્રીજી સાંભળો. આ દરમિયાન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસના નેતા અને રાજ્યસભામાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ, લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More