Ram Mandir Ayodhya: રામ મંદિરમાં રામલલા બિરાજમાન થઈ ગયા છે. તો આજથી સામાન્ય લોકો માટે મંદિરમાં દર્શન પણ શરૂ થઈ ગયા છે. રામભક્તો પ્રભુ રામના દર્શન કરવા માટે ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સવારે જ્યારે મંદિરના કપાટ ખુલ્યા તેની સાથે જ લાખો ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા. જો તમે પણ અયોધ્યામાં દર્શન કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મંદિરમાં દર્શનનો સમય, આરતીનો સમય સહિતની જાણકારી જાણી લેજો.
અયોધ્યા માટે વિશેષ ટ્રેનો દોડશે! ગુજરાતમાંથી કેટલી છે, ક્યારે ઉપડશે, શું છે ભાડું?
હું અયોધ્યા છું. હું હવે આનંદીત છું, અભિભૂત છું. જે સપનું લાગતું હતું તે વર્તમાન બની જતા હું માનવા તૈયાર નથી. મારા રામ ફરીથી પોતાના ભવ્ય મહેલમાં બિરાજમાન થઈ ગયા છે. એ રામ જે સચરાચર જગતના કણે કણમાં વિદ્યમાન છે. એ રામ જે સનાતનીઓના જીવનથી મૃત્યુ સુધી સાથે રહે છે. જ્યારે પરિવારમાં પુત્રની પ્રાપ્તિ થાય તો સનાતનીઓ રામ જેવા દીકરાની અભિલાષા રાખે છે. લક્ષ્મણ જેવા ભાઈની કામના કરે છે. તો મહિલાઓમાં સીતા જેવું ધૈર્ય અને સંઘર્ષની કામના કરવામાં આવે છે. ત્યારે એ જ પ્રભુ પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે તેનો ઉત્સાહ અને ઉમંગ માતો નથી. પ્રાણ પ્રતિષ્ઠા બાદ જ્યારે સામાન્ય લોકો માટે દર્શન શરૂ કરાયા તો લાખો લોકો દર્શન માટે ઉમટી પડ્યા.
રામલલાની નવી મૂર્તિનું રાખવામાં આવ્યું નામ, જાણો કયાં આધાર પર થયું નામકરણ
22 જાન્યુઆરીએ ભગવાનના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. તમામ લોકો પોતાના જીવનને સફળ બનાવવા માટે વહેલી સવારથી જ લાઈનમાં લાગી ગયા હતા. નજર ન પહોંચે ત્યાં સુધી લાઈન અને શરીરથી શરીર ટકરાય તેટલા લોકો. આ દ્રશ્યો પરથી એટલું તો સમજાય છે કે દેશવાસીઓને પ્રભુ રામ કેટલા વ્હાલા છે? પ્રભુ રામના દર્શન કરવાની સૌ કોઈની અભિલાષા છે. ત્યારે અમે આપને ઘરે બેઠા પ્રભુની આરતીના દર્શન કરાવવા જઈ રહ્યા છીએ. તો તમે પણ મર્યાદા પુરષોત્તમની મંગળા આરતીના દર્શન કરી જીવનને ધન્ય બનાવી લો.
જય શ્રી રામ: ગુજરાતને 1200 કરોડનો બુસ્ટર ડોઝ, સર્વિસ સેક્ટરથી ફટાકડા ઉદ્યોગમા દિવાળી
ક્યારે થશે દર્શન?
પાંચ સદીઓની આતુરતાનો અંત આવ્યો છે અને રામલલાનું ભવ્ય મંદિર બનીને તૈયાર થઈ ગયું છે ત્યારે તમામ લોકો અયોધ્યા જવા માટે પડાપડી કરી રહ્યા છે. તમે પણ અયોધ્યા જવાનો પ્લાન બનાવી રહ્યા હશો તો દર્શનનો સમય અને આરતીનો સમય જાણી લેજો. રામ મંદિરમાં દર્શન સવારે અને સાંજે કરી શકાશે. સવારે 7થી 11.30 વાગ્યા સુધી અને બપોરે 2થી સાંજે 7 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. તો સવારે 6.30 અને સાંજે 7 વાગ્યે આરતીના દર્શન કરી શકાશે. જો તમારે સવારની આરતીમાં ભાગ લેવો હોય તો પહેલા જ બુકિંગ કરાવવું પડશે.
ઉત્તર ગુજરાતમા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો! લોકસભા પહેલા આ પાટીદાર નેતા કેસરીયો કરશે
કેવી રીતે થશે રામલલાના દર્શન?
આ આગાહી સાચી થઈ તો....! કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉ. ગુજરાત માટે ફરી અંબાલાલના ભારે બોલ!
કેવી રીતે થશે બુકિંગ?
જો તમારે આરતીમાં સામેલ થવું હોય તો શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટની કેમ્પ ઓફિસમાંથી પાસ લેવા પડશે. આ પાસ આરતી શરૂ થાય તેના અડધો કલાક પહેલા મળશે. આ માટે તમારે આઈ.ડી પ્રુફ સાથે રાખવું પડશે. તો ટ્રસ્ટની વેબસાઈટ પર જઈને પણ પાસ મેળવી શકાશે. જો કે આરતીમાં હાલ 30 લોકોને જ પાસ આપવામાં આવશે. પરંતુ આ સંખ્યામાં આગામી સમયે વધારો કરાશે.
PMના હોમ ટાઉનમાં આ સાંસદે સામેથી કહ્યું; 'મારી ઉંમર થઈ, ચૂંટણીમાં યુવાનોને તક આપો'
આરતીમાં કઈ રીતે થઈ શકાશે સામેલ?
અમદાવાદ પોલીસે ફરી બદનામી વહોરી! પોલીસકર્મીએ સર્જ્યો અકસ્માત, કારમાંથી એવી વસ્તુ મળી
સંપૂર્ણ મંદિર ક્યારે થશે તૈયાર?
ભગવાનની પ્રતિષ્ઠા થઈ ગઈ છે પરંતુ મંદિરમાં હજુ ઘણું નિર્માણ કાર્ય બાકી છે. આ બાકી કામ આ વર્ષ પૂર્ણ થઈ જશે. અને બાકીનું કામ 23 જાન્યુઆરીથી શરૂ પણ થઈ ગયું છે. આખુ રામ મંદિર 70 એકરમાં બની રહ્યું છે. જેમાં મુખ્ય મંદિર સિવાય વધુ 6 મંદિર બનવાના છે. પરિષરમાં રામ મંદિરની સાથે ગણપતિ મંદિર, મા અન્નપૂર્ણ મંદિર, માતા ભગવતી મંદિર, શિવ મંદિર અને હનુમાન મંદિરનો સમાવેશ થાય છે.
માત્ર 10 રૂપિયામાં મેળવો જન્મનો દાખલો! ગુજરાતના આ શહેર સાથે જોડાયા મહાકૌભાંડના તાર
ક્યારે બનશે પૂર્ણ મંદિર?
હાલ જે દિવ્ય, ભવ્ય અને નવ્ય મંદિર લાગી રહ્યું છે. તે મંદિર જ્યારે સંપૂર્ણ બનીને તૈયાર થઈ જશે ત્યારે તો આની ભવ્યતા અને દિવ્યતામાં ચાર ચાંદ લાગી જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે