Home> India
Advertisement
Prev
Next

DCP નો જીવ બચાવનાર ACP અનુજનું દર્દ : મોત અમારાથી 10 મીટર દુર હતું

રાષ્ટ્રીય રાજધાનીનાં તોફાનોમાં ઘાયલ થયેલા બહાદુર એસીપી ગોકલપુરી અનુજ કુમારે ZEE NEWS સાથે વાતચીત કરી હતી. એસીપીએ જણાવ્યું કે, જ્યારે ચાંદબાગ બજારમાં સીએએ વિરોધી ટોળાઓ રસ્તા અટકાવી રહ્યા હતા ત્યારે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો. જો કે આ ટોળાએ પથ્થરમારો ચાલુ કરી દીધો. આ દરમિયાન ડીસીપી શહાદરા અમિત શર્મા ઘાયલ થયા. એસીપીએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, ડીસીપી અમિત શર્માનાં મોઢામાંથઈ લોહી નિકળી રહ્યું હતું. આંખો પણ તરી ગઇ હતી. ટોળું 5-10 મીટર જ દુર હતું. અમારા પર સતત પથ્થરમારો થિ રહ્યો હતો. પછી મે જ્યારે ડીસીપીને જોયા તો તેઓ આશાહીન થઇ ગયા હતા. જો કે મે મારી જાતને સંભાળી અને ડીસીપીને લાગેલી ગ્રીલ પરની પેલેપાર મોકલી દીધા. 

DCP નો જીવ બચાવનાર ACP અનુજનું દર્દ : મોત અમારાથી 10 મીટર દુર હતું

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાનીનાં તોફાનોમાં ઘાયલ થયેલા બહાદુર એસીપી ગોકલપુરી અનુજ કુમારે ZEE NEWS સાથે વાતચીત કરી હતી. એસીપીએ જણાવ્યું કે, જ્યારે ચાંદબાગ બજારમાં સીએએ વિરોધી ટોળાઓ રસ્તા અટકાવી રહ્યા હતા ત્યારે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો. જો કે આ ટોળાએ પથ્થરમારો ચાલુ કરી દીધો. આ દરમિયાન ડીસીપી શહાદરા અમિત શર્મા ઘાયલ થયા. એસીપીએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, ડીસીપી અમિત શર્માનાં મોઢામાંથઈ લોહી નિકળી રહ્યું હતું. આંખો પણ તરી ગઇ હતી. ટોળું 5-10 મીટર જ દુર હતું. અમારા પર સતત પથ્થરમારો થિ રહ્યો હતો. પછી મે જ્યારે ડીસીપીને જોયા તો તેઓ આશાહીન થઇ ગયા હતા. જો કે મે મારી જાતને સંભાળી અને ડીસીપીને લાગેલી ગ્રીલ પરની પેલેપાર મોકલી દીધા. 

fallbacks

fallbacks

એસેપી અમારી ગાડી દુર ઉભેલી હતી. ખુબ જ મુશ્કેલીથી પ્રાઇવેટ ગાડી ઉભી રખાવી અને તેની મદદથી ડીસીપી અમિત શર્માને લઇને ગયા. આ દરમિયાન ઓપરેટર રતનલાલ પણ ઘાયલ થયા હતા. બંન્નેને હોસ્પિટલ લઇ જવાયા. જ્યાં હેડ કોન્સ્ટેબલ રતનલાલ શહીદ થઇ ગયા. એક વખતે તો મારે ડીસીપીને કાઢવા માટે ગોળી ચલાવવી પડે તેવી સ્થિતી સર્જાઇ હતી. જો કે મે વિચાર્યું કે જો ગોળી ચલાવીશ તો અમે નહી બચી શકીએ. અનુજ કુમારે જણાવ્યું કે, 30-35 પથ્થર મારા માથા પર વાગ્યા. મારા પેટમાં પણ ઇજાઓ થઇ હતી. જેમ તેમ કરીને અમે બચ્યા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More