Home> India
Advertisement
Prev
Next

કંગનાને મળ્યો આ દિગ્ગજ અભિનેતાનો સપોર્ટ, જાણો તેમણે શું કહ્યું? 

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે જ્યારથી ભીખમાં મળેલી આઝાદીવાળું નિવેદન આપ્યું છે ત્યારથી તે ચર્ચાનો વિષય બની ગઈ છે. એક મોટો વર્ગ કંગના વિરુદ્ધ ઉતરી પડ્યો છે પણ આ બધા વચ્ચે એક દિગ્ગજ અભિનેતાએ કંગનાને સપોર્ટ કર્યો છે અને તેના પક્ષમાં પોતાની વાત રજુ કરી છે. 

કંગનાને મળ્યો આ દિગ્ગજ અભિનેતાનો સપોર્ટ, જાણો તેમણે શું કહ્યું? 

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે જ્યારથી ભીખમાં મળેલી આઝાદીવાળું નિવેદન આપ્યું છે ત્યારથી તે ચર્ચાનો વિષય બની ગઈ છે. એક મોટો વર્ગ કંગના વિરુદ્ધ ઉતરી પડ્યો છે પણ આ બધા વચ્ચે એક દિગ્ગજ અભિનેતાએ કંગનાને સપોર્ટ કર્યો છે અને તેના પક્ષમાં પોતાની વાત રજુ કરી છે. 

fallbacks

કંગનાને આપ્યું સમર્થન
દિગ્ગજ મરાઠી અભિનેતા વિક્રમ ગોખલેએ બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતના વિવાદાસ્પદ નિવેદનનું રવિવારે સમર્થન કર્યું. મહારાષ્ટ્રના પુણેમાં આયોજિત એક કાર્યક્રમમાં ગોખલેએ કહ્યું કે કે રનૌતે જે કહ્યું તે સાચુ છે. વિક્રમ ગોખલેએ કહ્યું કે, હું રનૌતના નિવેદન સાથે સહમત છું. આપણને આઝાદી આપવામાં આવી હતી. અનેક સ્વતંત્રતા સેનાનીઓને ફાંસી અપાઈ ત્યારે તે સમયે મોટા મોટા નેતાઓએ તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો નહતો. તેઓ ફક્ત મૂકદર્શક બની રહ્યા. આ મૂકદર્શકોમાં અનેક વરિષ્ઠ નેતાઓ હતા. તેમણે અંગ્રેજો વિરુદ્ધ લડી રહેલા તે સ્વતંત્રતાસેનાનીઓને ન  બચાવ્યા. 

Video: કંગનાના આઝાદીવાળા નિવેદનથી આ અભિનેત્રીને લાગ્યો ઊંડો આઘાત, હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું!

fallbacks

અમરાવતી રમખાણો પર કહી આ વાત
ગોખલે મરાઠી થિયેટર, બોલીવુડ અને ટીવી જગતના દિગ્ગજ અભિનેતા તરીકે ઓળખાય છે. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સહિત દરેક રાજકીય પક્ષ વિવાદમાં પોતાનો ફાયદો જુએ છે. ત્રિપુરામાં કથિત સાંપ્રદાયિક હિંસા અને તેના વિરોધમાં અમરાવતી તથા અન્ય શહેરોમાં થયેલી બબાલ પર પૂછાયેલા સવાલના જવાબમાં ગોખલેએ કહ્યું કે સાંપ્રદાયિક રમખાણો વોટબેંકની રાજનીતિનું પરિણામ છે. તેમણે કહ્યું કે 'રાજકીય પક્ષો (વોટબેંકની રાજનીતિ) તે કરે છે.' મહારાષ્ટ્રના રાજકારણના પરિદ્રશ્ય પર તેમણે કહ્યું કે પૂર્વ સહયોગી દળો શિવસેના અને ભાજપે દેશની ભલાઈ માટે ફરીથી એક સાથે આવવું જોઈએ. 

fallbacks

એર ઈન્ડિયાની હાલત માટે રાજનેતા જવાબદાર
ગોખલેએ એવો પણ દાવો કર્યો કે એમએસઆરટીસી (મહારાષ્ટ્ર રાજ્ય રોડ પરિવહન નિગમ) અને એર ઈન્ડિયાની હાલની સ્થિતિ માટે રાજનેતા જવાબદાર છે. તેમણે કહ્યું કે હું એસટીનો બ્રાન્ડ એમ્બેસેડર હતો. આ એક મોટી શાખા છે જે મહારાષ્ટ્રમાં 18000થી વધુ બસોનું સંચાલન કરે છે. એમએસઆરટીસીના હજારો કર્મચારીઓ મહારાષ્ટ્ર સરકારની કેશ સંકટવાળા ઉપક્રમના વિલયની માગણીને લઈને હડતાળ પર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More