Home> India
Advertisement
Prev
Next

Raj Kundra Arrested: આ રીતે ચાલતો હતો Soft Pornography નો સમગ્ર ખેલ, જાણો રાજ કુન્દ્રા અને ડર્ટી એપની INSIDE STORY

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની મુંબઈ પોલીસે સોફ્ટ પોર્નોગ્રાફી ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ કરી છે. રાજ કુન્દ્રા પર સોફ્ટ ફિલ્મ બનાવવા ઉપરાંત બનાવીને એપ પર અપલોડ કરવાનો આરોપ છે. આજે મુંબઈ પોલીસ રાજ કુન્દ્રાને કોર્ટમાં રજુ કરશે. પોલીસનો દાવો છે કે તેમની પાસે રાજ કુન્દ્રા વિરુદ્ધ પુરતા પુરાવા છે. પોલીસે વીડિયો અપલોડ કરનારા ઉમેશ કામથની પણ ધરપકડ કરી છે. 

Raj Kundra Arrested: આ રીતે ચાલતો હતો Soft Pornography નો સમગ્ર ખેલ, જાણો રાજ કુન્દ્રા અને ડર્ટી એપની INSIDE STORY

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની મુંબઈ પોલીસે સોફ્ટ પોર્નોગ્રાફી ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ કરી છે. રાજ કુન્દ્રા પર સોફ્ટ ફિલ્મ બનાવવા ઉપરાંત બનાવીને એપ પર અપલોડ કરવાનો આરોપ છે. આજે મુંબઈ પોલીસ રાજ કુન્દ્રાને કોર્ટમાં રજુ કરશે. પોલીસનો દાવો છે કે તેમની પાસે રાજ કુન્દ્રા વિરુદ્ધ પુરતા પુરાવા છે. પોલીસે વીડિયો અપલોડ કરનારા ઉમેશ કામથની પણ ધરપકડ કરી છે. 

fallbacks

આ મામલે મુખ્ય ષડયંત્રકાર છે રાજ કુન્દ્રા
ફેબ્રુઆરી 2021માં ક્રાઈમ બ્રાન્ચે મુંબઈમાં સોફ્ટ પોર્નોગ્રાફી ફિલ્મો બનાવવા અને કેટલીક એપ્સ દ્વારા તેને પબ્લિશ કરવાનો કેસ દાખલ કર્યો હતો. જેની તપાસમાં રાજ કુન્દ્રાનું નામ સામે આવ્યું હતું. કુન્દ્રા પર અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને કેટલીક એપ્સ પર દેખાડવાનો આરોપ છે. ક્રાઈમ બ્રાન્ચની FIR મુંજબ રાજ કુન્દ્રા જ આ મામલે મુખ્ય ષડયંત્રકાર છે. પોલીસે ફેબ્રુઆરી મહિનામાં જ આ મામલે કેસ દાખલ કર્યો હતો અને ત્યાર બાદ હવે રાજ કુન્દ્રાની ધરપકડ કરાઈ છે. મોડી રાતે પોલીસે તેમનું મેડિકલ કરાવ્યું અને આજે કોર્ટમાં રજુ કરાઈ શકે છે. 

શર્લિન ચોપડાએ આપ્યું હતું રાજ કુન્દ્રાનું નામ
મુંબઈ પોલીસે આ વર્ષે ફેબ્રુઆરીમાં સોફ્ટ પોર્નોગ્રાફી સંબંધિત ફિલ્મો બનાવવા અને તેને અપલોડ  કરવાનો મામલો નોંધ્યો હતો. 26 માર્ચના રોજ મુંબઈ પોલીસે આ મામલે એક્તા કપૂરનું પણ સ્ટેટમેન્ટ લીધુ હતું. મહારાષ્ટ્ર સાઈબર સેલે શર્લિન ચોપડા અને પુનમ પાંડેનું સ્ટેટમેન્ટ પહેલા જ રેકોર્ડ કરી લીધુ છે. રાજ કુન્દ્રા વિરુદ્ધ આ વર્ષ ફેબ્રુઆરી મહિનામાં કેસ દાખલ થયો અને હવે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેમની ધરપકડ  કરી છે. રાજ કુન્દ્રા વિરુદ્ધ આઈટી એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ મામલો દાખલ થયો છે. પોલીસના જણાવ્યાંમુજબ રાજ કુન્દ્રા વિરુદ્ધ પાક્કા પુરાવા છે. FIR મુજબ આ મામલે રાજ કુન્દ્રાનું નામ પોલીસ સામે શર્લિન ચોપડાએ લીધુ હતું. 

એક પ્રોજેક્ટ માટે મળતા હતા 30 લાખ રૂપિયા
પોલીસના જણાવ્યાં મુજબ શર્લિન ચોપડાનું કહેવું છે કે તેમને એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં લાવનારા રાજ કુન્દ્રા જ છે. દરેક પ્રોજેક્ટ માટે શર્લિન ચોપડાને 30 લાખ રૂપિયાનું પેમેન્ટ મળતું હતું. શર્લિન ચોપડાના જણવ્યાં મુજબ તેણે આ પ્રકારના 15થી 20 પ્રોજેક્ટ કર્યા છે. 

Shilpa Shetty મુશ્કેલીમાં!, જો Raj Kundra દોષિત ઠરે તો આ કડક સજા થઈ શકે, પોર્નોગ્રાફી કેસમાં થઈ છે ધરપકડ

લંડનથી અપલોડ થતી હતી ફિલ્મો
હવે ફિલ્મોને અપલોડ ક્યાંથી અને કોણ કરતું હતું તેના ઉપર પણ પોલીસને નવી જાણકારી મળી છે. પોલીસના જણાવ્યાં મુજબ ફિલ્મો દેશમાંથી નહીં પરંતુ વિદેશમાંથી અપલોડ થતી હતી અને તેને રાજ કુન્દ્રાનો કોઈ નીકટનો વ્યક્તિ જ અપલોડ કરતો હતો. પોલીસની અત્યાર સુધીની તપાસ મુજબ સોફ્ટ પોર્નોગ્રાફી સંબંધિત ફિલ્મોને લંડનથી અપલોડ  કરાતી હતી અને આ કામને ઉમેશ કામથ નામનો વ્યક્તિ અંજામ આપતો હતો. 

કેવી રીતે થયો સોફ્ટ પોર્નોગ્રાફીનો ખુલાસો?
પોલીસના જણાવ્યાં મુજબ ઉમેશ કામથે નવા અભિનેતા અને અભિનેત્રીઓ પર  ફિલ્માયેલા વીડિયોને પણ એપ્લિકેશન બેઝ વેબસાઈટ પર અપલોડ કર્યા હતા. પોલીસનું એમ પણ કહેવું છે કે અત્યાર સુધીમાં 90 પોર્ન વીડિયોથી વધુ શૂટ થઈ ચૂક્યા છે અને એટલા જ અપલોડ કરાયા છે. સોફ્ટ પોર્નોગ્રાફીનો આ સમગ્ર ખેલ પહેલીવાર ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે અભિનેત્રી ગહેના વશિષ્ઠની અટકાયતમાં લીધી હતી. ગહેના વશિષ્ઠની ધરપકડ બાદથી ધીરે ધીરે આ મામલે ખુલાસા થવા લાગ્યા હતા. 

રાજ કુન્દ્રાની કસ્ટડી માંગી શકે છે ક્રાઈમ બ્રાન્ચ
આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આજે રાજ કુન્દ્રાને કોર્ટમાં રજુ કરી કસ્ટડી લેવાની માગણી કરી શકે છે જેથી કરીને આ મામલે વધુ માહિતી મેળવી શકે. જોવાનું એ રહેશે કે મુખ્ય ષડયંત્રકાર તરીકે રાજ કુન્દ્રાની ધરપકડ આ મામલે અંતિમ કડી છે કે પછી તેના તાર ક્યાક બીજે જોડાયેલા છે. 

મલાડ વેસ્ટમાં થતું હતું અશ્લીલ ફિલ્મોનું શુટિંગ
પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ પોર્નોગ્રાફી રેકેટ ચલાવવા માટે મુંબઈમાં મલાડ વેસ્ટના મઢગાવમાં એક બંગલો ભાડે લેવાયો હતો જ્યાં અશ્લીલ ફિલ્મોનું શુટિંગ ચાલતું હતું. એટલે સુધી કે જ્યારે પોલીસે અહીં રેડ મારી ત્યારે પણ અશ્લીલ ફિલ્મોનું શુટિંગ ચાલુ હતું. આ અશ્લીલ ફિલ્મો અને વીડિયોને એક નહીં અનેક સાઈટ્સ પર અપલોડ કરાતા હતા અને ધરખમ પૈસા ઊભા કરાતા હતા. 

fallbacks

પૂછપરછ બાદ થઈ રાજ કુન્દ્રાની ધરપકડ
19 જુલાઈના રોજ એટલે કે ગઈ કાલે ક્રાઈમ બ્રાન્ચે રાજ કુન્દ્રાને પૂછપરછ માટે બોલાવ્યા હતા. રાતે 9 વાગે રાજ કુન્દ્રા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ભાયખલા ઓફિસ ખાતે પહોંચ્યા. લગભગ 2 કલાકની પૂછપરછ બાદ તેમની રાતે 11 વાગે ધરપકડ કરાઈ. ત્યારબાદ સવારે 4 વાગે મેડિકલ તપાસ માટે જેજે હોસ્પિટલ લઈ જવાયા અને ત્યાંથી સવારે સવા 4 વાગે મુંબઈ પોલીસ કમિશનરની ઓફિસ લઈ જવાયા. હવે શક્યતા છે કે આજે સવારે 11 વાગે કોર્ટમાં રજુ કરવામાં આવે. 

રાજ કુન્દ્રા પર કયા આરોપ છે?
- અશ્લીલ વીડિયો બનાવ્યા
- વેબસાઈટ પર અપલોડ કર્યા
- ફેબ્રુઆરી 2021માં કેસ દાખલ
- પુનમ પાંડે અને શર્લિન ચોપડાએ આપ્યું નામ
- ક્રાઈમ બ્રાન્ચમાં શર્લિન અને પુનમ પાંડેના નિવેદન

લંડનથી મુંબઈ સુધી રાજ કુન્દ્રાની જાળ ફેલાયેલી!
- લંડનથી અપલોડ કરાતી હતી અશ્લીલ ફિલ્મો
- ઉમેશ કામથ અપલોડ કરતો હતો આ અશ્લીલ ફિલ્મો
- એપ્લિકેશન બેસ્ડ વેબસાઈટ પર વીડિયો થતા હતા અપલોડ
- 90થી વધુ પોર્ન વીડિયો બનાવ્યા, એટલા જ અપલોડ થયાનો દાવો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More