Home> India
Advertisement
Prev
Next

રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર અધીર રંજનનું વિવાદીટ ટ્વીટ, ડિલીટ કરી કહ્યું- મારૂ એકાઉન્ટ હેક થયું

Rajiv Gandhi 31st Death Anniversary: આજે દેશના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે. આ વચ્ચે પૂર્વ પ્રધાનમંત્રીને યાદ કરતા કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ વિવાદીત ટ્વીટ કરી દીધી. 

રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર અધીર રંજનનું વિવાદીટ ટ્વીટ, ડિલીટ કરી કહ્યું- મારૂ એકાઉન્ટ હેક થયું

નવી દિલ્હીઃ આજે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે. ત્યારે લોકસભા સાંસદ અને કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ એક ટ્વીટ કર્યુ, ત્યારબાદ તેના પર વિવાદ શરૂ થઈ ગયો છે. થોડા સમય બાદ તે ટ્વીટ ડિલીટ થઈ ગયું હતું. હકીકતમાં આ ટ્વીટમાં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ 1984માં થયેલી શીખ રમખાણો બાદ તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના તે નિવેદનનો ઉલ્લેખ હતો કે જ્યારે કોઈ મોટુ ઝાડ પડે છે તો ધરતી હલે છે. 

fallbacks

પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના તે નિવેદનને લઈને આજે પણ કોંગ્રેસ પાર્ટીની ટીકા થતી રહે છે. તેવામાં લોકસભામાં વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરીનું આ ટ્વીટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું. અધીર રંજન ચૌધરીના ટ્વિટર એકાઉન્ટ પરથી રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર તેમની તસવીર સાથે તેમનું નિવેદન- જ્યારે કોઈ મોટુ ઝાડ પડે છે તો ધરતી હલે છે' ટ્વીટ કરવામાં આવ્યુ હતું. આ ટ્વીટ બાદ લોકો તેમને ટ્રોલ કરવા લાગ્યા હતા. 

વિવાદ થયો તો અધીર રંજન ચૌધરીએ આપી પ્રતિક્રિયા
હવે આ મામલે અધીર રંજન ચૌધરીએ કહ્યુ કે આ ટ્વીટ તેમણે કર્યુ નથી. લોકસભામાં વિપક્ષ નેતાએ કહ્યુ કે, મારૂ ટ્વિટર એકાઉન્ટ હેક થયું હતું. આ વિવાદીત ટ્વીટ ડિલીટ થયા બાદ ચૌધરીએ બીજુ ટ્વીટ કરીને લખ્યુ- વિકાસનો મતલબ કારખાના, ડેમો અને રસ્તા નથી. વિકાસનો મતલબ લોકો સાથે છે. કોંગ્રેસ નેતાએ કહ્યુ- મારા વિરોધીઓ દ્વારા મારી વિરુદ્ધ દુર્ભાવનાપૂર્ણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હું તે ટ્વીટનું ખંડન કરુ છું. જે લોકો મારી વિરુદ્ધ ખોટો પ્રચાર કરી રહ્યાં છે, હું તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા જઈ રહ્યો છું. 

આ પણ વાંચોઃ PK લાવશે બિહારમાં પરિવર્તન, કહ્યું; 'વિકાસની બ્લૂ પ્રિન્ટ રાખીશું અને જનતાને દેખાડીશું'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More