Home> India
Advertisement
Prev
Next

શ્રીનગરમાં એડવોકેટ બાબર કાદરીની અજાણ્યા બંદૂકધારીએ ગોળી મારીને કરી હત્યા

બાબર કાદરી જમ્મૂ-કાશ્મીર જ નહીં દેશમા જાણીતું નામ હતું. તેઓ ટીવી ડીબેટમાં જોવા મળતા હતા. ગોળી વાગ્યા બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યાં હતા, પરંતુ રસ્તામા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

શ્રીનગરમાં એડવોકેટ  બાબર કાદરીની અજાણ્યા બંદૂકધારીએ ગોળી મારીને કરી હત્યા

જમ્મૂ-કાશ્મીરઃ શ્રીનગરમાં ગુરૂવારે સાંજે હુમલાખોરોએ એડવોકેટ બાબર કાદરી પર જીવલેણ હુમલો કર્યો, જેમાં તેમનું મોત થઈ ગયું છે. હુમલા બાદ તત્કાલ બાબર કાદરીને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યાં હતા. આ દરમિયાન તેમનું મોત થયું હતું. 

fallbacks

બાબર કાદરી જમ્મૂ-કાશ્મીર જ નહીં દેશમા જાણીતું નામ હતું. તેઓ ટીવી ડીબેટમાં જોવા મળતા હતા. ગોળી વાગ્યા બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યાં હતા, પરંતુ રસ્તામા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બાબર કાદરીએ પોતાના એક અંતિમ ટ્વીટમાં પોતાના જીવને ખતરો ગણાવ્યો હતો. 

પોતાના અંતિમ ટ્વીટમાં બાબરી કાદરીએ લખ્યુ- હું પ્રદેશના પોલીસ તંત્રને આગ્રહ કરુ છું કે શાહ નઝીર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરે જે મારા વિરુદ્ધ અફવા ફેલાવે છે કે હું એજન્સીઓ વિરુદ્ધ કેમ્પેઇન ચલાવુ છું. આ જૂઠ્ઠુ નિવેદન મારી જિંદરી પર ખતરો ઉભો કરી શકે છે. કાદરીનું ટ્વિટર એકાઉન્ટ બાબર કાદરી ટ્રૂથ નામથી ચાલતું હતું. 

આ પહેલા ગુરૂવારે બડગામમાં ભારતીય જનતા પાર્ટીના સરપંચની હત્યા કરી દેવામાં આવી હતી. દલવાશ ગામમાં બ્લોક વિકાસ કોર્પોરેટર (બીડીસી) અધ્યક્ષ અને ભાજપના સરપંચ ભૂપિન્દર સિંહની તેમના આવાસ પર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના થોડા સમય બાદ આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More