Home> India
Advertisement
Prev
Next

Video: 20 વર્ષમાં જે કર્યું તે બધુ બરબાદ થઈ ગયું... તાલિબાનની હકીકત જણાવી રડવા લાગ્યા અફઘાન સાંસદ

અફઘાનિસ્તાનના શીખ સાંસદ નરેન્દ્ર સિંહ ખાલસા તો મીડિયા સાથે વાત કરતા રડવા લાગ્યા. તેમણે જણાવ્યું કે હિન્દુ અને શીખ ભાઈ ખુબ પરેશાન છે. 

Video: 20 વર્ષમાં જે કર્યું તે બધુ બરબાદ થઈ ગયું... તાલિબાનની હકીકત જણાવી રડવા લાગ્યા અફઘાન સાંસદ

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનથી કોઈ રીતે બચીને ભારત આવી રહેલા લોકોની આંખોમાં શાંતિની સાથે ડર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ભારતીય નાગરિકોને જ્યાં દેશ પરત આવવાની ખુશી છે તો અફઘાન નાગરિક પોતાના દેશને આ રીતે બરબાદ થતો જોઈને રડવા લાગ્યા છે. રવિવારે સવારે જ્યારે હિંડન એરબેઝ પર ભારતીય વાયુસેનાનું  C-17 ગ્લોબ માસ્ટર વિમાન લેન્ડ થયું તો 168 લોકોના પરિવારોએ રાહતના શ્વાસ લીધા હતા. તેમાં 107 ભારતીય સિવાય અફઘાનિસ્તાનના શીખ અને હિન્દુ નાગરિક પણ સામેલ છે. 

fallbacks

શીખ સાંસદની આંખમાં આવી ગયા આંસુ
અફઘાનિસ્તાનના શીખ સાંસદ નરેન્દ્ર સિંહ ખાલસા તો મીડિયા સાથે વાત કરતા રડવા લાગ્યા. તેમણે જણાવ્યું કે હિન્દુ અને શીખ ભાઈ ખુબ પરેશાન છે. હું ભારત સરકારને અપીલ કરુ છું કે જેટલા લોકો ત્યાં છે તેને પણ લાવવામાં આવે. એરપોર્ટની સ્થિતિનું વર્ણન કરતા તેમણે કહ્યું કે, દરેક ગેટ પર 5000-6000 લોકો ઉભા હતા. વચ્ચે તાલિબાનના લોકો પણ આવ્યા. ત્યાં ખ્યાલ આવતો નથી કે સારા માણસ કોણ છે અને ખરાબ વ્યક્તિ કોણ છે. ખાલસાએ કહ્યુ કે, અમે જે 20 વર્ષમાં કર્યું તે સમાપ્ત થઈ ગયું છે. હવે બધુ શૂન્ય છે. 

ખાલતા તે 23 અફઘાન શીખ અને હિન્દુ નાગરિકોમાંથી એક છે જેને C-17 ગ્લોબમાસ્ટર દ્વારા રવિવારે ભારત લાવવામાં આવ્યા છે. કાબુલથી હિંડન એરબેઝ માટે સીધી ઉડાનમાં કુલ 168 લોકો સવાર હતા. બધા લોકોના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. કેન્દ્ર સરકારે અફઘાનિસ્તાનથી આવી રહેલા લોકોને ફ્રી પોલિયોની વેક્સિન લગાવવાનો પણ નિર્ણય કર્યો છે. 

આ પણ વાંચોઃ PM મોદીએ કલ્યાણ સિંહના અંતિમ દર્શન કર્યા, લખનઉ પહોંચી આપી શ્રદ્ધાંજલિ 

એરપોર્ટ પર 24 કલાક ફસાયેલા રહ્યા
બહાર નિકળતા સમયે મીડિયા સાથે વાતચીતમાં એક અફઘાનિસ્તાની વ્યક્તિએ કહ્યુ કે, હું સુરક્ષિત અનુભવી રહ્યો છું. ભારત સરકારનો આભાર વ્યક્ત કરતા તેણે જણાવ્યું કે, તેની પત્ની ભારતીય છે. એક અન્ય વ્યક્તિ વજૂદ શહઝાદે કહ્યુ કે, ત્યાં સ્થિતિ ખરાબ છે. તેણે કહ્યું કે, અમારે એરપોર્ટ પર 24 કલાક રાહ જોવી પડી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More