Home> India
Advertisement
Prev
Next

169 દિવસ બાદ શરૂ થઈ મેટ્રો, નિયમોનું પાલન નહીં કરો તો થશે કડક કાર્યવાહી

દિલ્હીવાસીઓ માટે હવે મેટ્રોનો ઈન્તેજાર ખતમ થયો છે. આજથી દિલ્હી મેટ્રો સેવા ફરીથી શરૂ થઈ છે. માત્ર દિલ્હી નહીં દેશના અન્ય ભાગોમાં પણ મેટ્રો રેલ સેવા શરૂ થઈ ગઈ છે. કોરોના સંક્રમણના કારણે 22 માર્ચથી બંધ થયેલી દિલ્હી મેટ્રો 169 દિવસ બાદ આખરે નાગરિકો માટે શરૂ થઈ છે.

169 દિવસ બાદ શરૂ થઈ મેટ્રો, નિયમોનું પાલન નહીં કરો તો થશે કડક કાર્યવાહી

નવી દિલ્હી: દિલ્હીવાસીઓ માટે હવે મેટ્રોનો ઈન્તેજાર ખતમ થયો છે. આજથી દિલ્હી મેટ્રો સેવા ફરીથી શરૂ થઈ છે. માત્ર દિલ્હી નહીં દેશના અન્ય ભાગોમાં પણ મેટ્રો રેલ સેવા શરૂ થઈ ગઈ છે. કોરોના સંક્રમણના કારણે 22 માર્ચથી બંધ થયેલી દિલ્હી મેટ્રો 169 દિવસ બાદ આખરે નાગરિકો માટે શરૂ થઈ છે. તેને શરૂ કરતા પહેલા કોરોના મહામારીને લઈને તમામ તૈયારીઓ કરી દેવાઈ હતી. સપ્તાહના પહેલા દિવસે સોમવારે રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર સવારથી જ લોકોમાં મેટ્રોથી પોતાની ઓફિસે જવા અંગે ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ મુસાફરોએ મોઢા પર માસ્ક પહેર્યું હતું અને યોગ્ય અંતર જાળવીને મુસાફરી શરૂ કરી હતી. 

fallbacks

નિયમોનું પાલન કરવું જરૂરી
મુસાફરો માટે મેટ્રોમાં મુસાફરી દરમિયાન નિયમોનું પાલન કરવા અંગે કેટલાક નિર્દેશો બહાર પાડવામાં આવ્યાં છે. જો કોઈ મુસાફર તેનું પાલન નહીં કરે તો કડક કાર્યવાહી કરાશે. ડીએમઆરસી(DMRC) તરફથી સ્પષ્ટ નિર્દેશ અપાયા છે કે જો મુસાફર કોઈ સ્ટેશન પર સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરે તો તે સ્ટેશનો પર મેટ્રો થોભશે નહીં. 

દિલ્હી નિવાસી નવન સોડીએ જણાવ્યું કે હાલ તો પ્રોટોકોલ મુજબ બધુ બરાબર છે. અંદર જઈને ખબર પડશે , આપણી પણ સુરક્ષાનું ધ્યાન આપવાનું છે. બધુ બરાબર ખુલી ગયું છે. આપણે આપણી સુરક્ષા સાથે કેવી રીતે આગળ વધીએ છીએ તે આપણા પર નિર્ભર કરે છે. રૂક્સાર અહેમદે જણાવ્યું કે બસો શરૂ થઈ ગઈ છે. મુસાફરો સુરક્ષિત રહેશે કે નહીં તે એ વાત પર નિર્ભર કરે છે કે ડીએમઆરસી કેવી રીતે તેનું ધ્યાન રાખે છે. 

જોઈ લો ટાઈમિંગ
સોમવારે સૌથી પહેલી મેટ્રો યલો લાઈન (સમયપુર બાદલી-હુડ્ડા સિટી સેન્ટર) પર દોડવાની શરૂ થઈ અને 12 સપ્ટેમ્બર સુધી મેટ્રોની તમામ લાઈનો પર મેટ્રો દોડવા લાગશે. પહેલા તબક્કામાં દિલ્હી મેટ્રો બે પાળીઓમાં સવારે 7થી 11 વાગ્યા સુધી અને બપોર બાદ 4 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી દોડશે. બીજા તબક્કામાં ટ્રેનો સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા વચ્ચે અને સાંજે 4 વાગ્યાથી રાતે 10 વાગ્યા વચ્ચે ઉપબલ્ધ રહેશે. 

12 સપ્ટેમ્બરથી મેટ્રોની સર્વિસ સામાન્ય રીતે શરૂ થઈ જશે. મુસાફરો મેટ્રોમાં સફર કરે તે પહેલા સ્ટેશનના એન્ટ્રી પોઈન્ટ પર થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું. લોકોએ સેનેટાઈઝેશન મશીનથી હાથને સેનેટાઈઝ પણ કર્યાં. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More