Home> India
Advertisement
Prev
Next

દિલ્હી બાદ આ રાજ્યમાં શાળાઓ બંધ, વધતા પ્રદૂષણને જોતા સરકારે લીધો નિર્ણય

દિલ્હી સરકારે શનિવારે પ્રદૂષણને કારણે અનેક મોટા નિર્ણય લીધા હતા. જેમાં શાળાઓ બંધ કરવાની સાથે વર્ક ફ્રોમ હોમ સામેલ છે. હવે હરિયાણા સરકારે પણ કેટલાક નિર્ણય લીધા છે. 

દિલ્હી બાદ આ રાજ્યમાં શાળાઓ બંધ, વધતા પ્રદૂષણને જોતા સરકારે લીધો નિર્ણય

નવી દિલ્હીઃ વાયુ પ્રદૂષણને જોતા હરિયાણા સરકારે પણ તમામ સરકારી અને ખાનગી શાળાને બંધ કરવાનો આદેશ આપ્યો છે. સાથે 17 નવેમ્બર સુધી તમામ નિર્માણ ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સિવાય સોમવારે હરિયાણા સરકારે તમામ સરકારી અને ખાનગી ઓફિસોને ઘરેથી કામ કરવાની સલાહ આપી છે. 

fallbacks

પ્રદૂષણને કારણે લેવામાં આવ્યો નિર્ણય
દિલ્હી-એનસીઆરની આસપાસના ચાર જિલ્લા- ગુરૂગ્રામ, ફરીદાબાદ, સોનીપત અને ઇઝ્ઝરને લઈને હરિયાણા સરકારનું કહેવું છે કે શાળાઓ બંધ કરવા, કન્સ્ટ્રક્શન ગતિવિધિ પર પ્રતિબંધ, સરકારી અને ખાનગી ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અપનાવવાની સલાહ જેવા મહત્વના પગલા ભરવામાં આવી રહ્યાં છે. મહત્વનું છે કે શનિવારે દિલ્હી સરકારે પણ વધતા પ્રદૂષણને જોતા કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. 

આ પણ વાંચોઃ કંગના વિવાદમાં બોલ્યા Asaduddin Owaisi, પૂછ્યુ- શું નિવેદનને દેશદ્રોહ માનશે સરકાર

દિલ્હીમાં લાગૂ છે આ પ્રતિબંધ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત

રાજધાની દિલ્હીમાં એક સપ્તાહ શાળાઓ બંધ.

સરકારી કર્મચારી એક સપ્તાહ ઘરેથી કામ કરશે.

ખાનગી ઓફિસોને વર્કફ્રોમ હોમ કરાવવા માટે એડવાઇઝરી જાહેર કરાશે.

ખાનગી ગાડીઓને બંધ કરવા વિચાર થશે. 

શહેરમાં સોમવારથી ત્રણ દિવસ બંધ રહેશે કન્સ્ટ્રક્શનની તમામ ગતિવિધિ.

લૉકડાઉનને લઈને તૈયાર થઈ રહ્યો છે પ્રસ્તાવ
મુખ્યમંત્રી કેજરીવાલે શનિવારે કહ્યુ હતુ કે દિલ્હીમાં સંપૂર્ણ લૉકડાઉનને લઈને એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહ્યો છે. લૉકડાઉન ખુબ મોટું પગલું છે તેને એક ઝટકામાં લાગૂ કરી શકાય નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More