અમદાવાદ : અંતિમ તબક્કામાં ચૂંટણી પ્રચાર માટે ગુરૂવારે વડાપ્રધાન મોદી પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. અહીં તેમણે સાંજે મથુરાપુરા અને દમદમમાં બે ચૂંટણી રેલી સંબોધિત કરી હતી. બંગાળમા અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચારનાં એક દિવસ પહેલા જ પ્રચાર અટકાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલી કોલકાતા હિંસા બાદ પંચે આ નિર્ણય લીધો હતો.
આ વાતચીતમાં વડાપ્રધાને કહ્યું કે, 6 તબક્કામાં બંગાળના લોકોએ ખુબ મતદાન કર્યું. 7માં તબક્કામાં લોકશાહીના પર્વને મનાવવા માટે તેઓ હિંસા અને આતંક સામે ડર્યા વગર મતદાન કરવા માટે આગળ આવી રહ્યા છે. તેઓ અભિનંદનનાં અધિકારી છે. વડાપ્રધાન મોદી સાથે થયેલી વાતચીતનાં કેટલાક મહત્વના અંશો...
ટીમ ઇન્ડિયાના કોચે આપી મેચ પહેલા સેક્સની સલાહ, પછી કહ્યું મારી સૌથી મોટી ભુલ
નવજોતે લગાવ્યો અમરિંદર પર ટિકિટ નહી આપવાનો આરોપ,સિદ્ધુએ કહ્યું મારી પત્ની ખોટુ નથી બોલતી
ચીન અને પાકિસ્તાન ડોકલામ અને પુલવામા બાદ સ્ટ્રાઇક બેક કરે તો શું ભારતની શક્તિ છેકે આપણે પ્રતિરોધ કરી શકીએ...
ભારત સમગ્ર વિશ્વની સાથે સારા સંબંધનો પક્ષકાર છે. સાથે સાથે ભારતને પોતાના સુરક્ષાદળો પર સંપુર્ણ વિશ્વાસ છે.
કાન ખોલીને સાંભળી લો પશ્ચિમ બંગાળ દીદીની જાગીર નથી: PM મોદી
17 રેલી એક જ રાજ્યમાં ક્યારે ન તો જોઇ છે ન તો સાંભળી છે, બંગાળ આટલું મહત્વનું કેમ?
હું માનુ છું કે દેશની જનતા સેવા કરવાની તક આપે છે, દિલ્હીમાં મોજ કરવા માટે નહી. ચુંટાયેલા પ્રતિનિધિ તરીકે અને દેશનાં વડાપ્રધાન તરીકે દેશનાં દરેક ખુણામાં જવું અને જનતાને મળવું તેની સાથે સંવાદ કરવો મારી જવાબદારી છે. તમે જોયું હશે કે 2014થી અત્યાર સુધી 5 વર્ષ કોઇ દિવસ એવો નથી ગયો કે દેશની જનતા વચ્ચે ન ગયો હોઉ. જનતાની વચ્ચે રહેવા માટે જ હું આવ્યો છું. સામાન્ય જનતાનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, 5 વર્ષ દેશે મને જે સમર્થન આપ્યું તે બદલ હું સમગ્ર દેશની જનતાનો આભારી છું. બંગાળ સાથે મારો ખાસ સંબંધ રહ્યો છે. મારા જીવનની શરૂઆતમાં રામકૃષ્ણ મિશને મહત્વનો ભાગ ભજવ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે