Pahalgam Attack : પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ભારતે પાકિસ્તાન સામે ઘણા કડક પગલાં લીધાં છે. આમાં ભારતે પાકિસ્તાન માટે વિઝા રદ કર્યા છે. હવાઈ ક્ષેત્ર બંધ કરી દેવામાં આવ્યું છે, વેપાર ઠપ્પ થઈ ગયો છે અને હવે તો ફ્લાઇટ્સ પણ બંધ કરી દેવામાં આવી છે. આ રીતે ભારતે પાકિસ્તાન પર મજબૂત ઘેરો ઘાલ્યો છે. જમીન અને હવા પછી ભારતે પાણીમાં પણ એવા પગલાં લીધાં છે કે પાકિસ્તાનને શું કરવું તે સમજની બહાર છે.
બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે પાકિસ્તાની ઝંડાવાળા જહાજોને ભારતીય બંદરોમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે ભારતના જહાજોને પાકિસ્તાની બંદરો પર જવા પર પ્રતિબંધ મૂક્યો છે. પહેલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાન સામે ઘણા કડક પગલાં લીધાં અને આ એક તેનો ભાગ છે.
ભારત પાસે પરમાણુ બોમ્બ કરતા પણ 1000 ગણો વધુ ઘાતક બોમ્બ છે, શું પાકિસ્તાન ભૂલી ગયું?
મંત્રાલયે આદેશમાં શું કહ્યું ?
ભારતીય સંપત્તિ, કાર્ગો અને બંદર માળખાના રક્ષણ માટે મર્ચન્ટ શિપિંગ એક્ટ, 1958ની કલમ 411 હેઠળ તાત્કાલિક અસરથી આ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, "આ કાયદાનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય હિતોની સેવા માટે શ્રેષ્ઠ શક્ય રીતે ભારતીય વેપારી શિપિંગના વિકાસ અને કાર્યક્ષમ જાળવણીને પ્રોત્સાહન આપવાનો છે."
સુરક્ષાને મજબૂત બનાવવા અને ભારતના દરિયાઈ હિતોનું સુગમ સંચાલન સુનિશ્ચિત કરવાના પ્રયાસોના ભાગરૂપે આ આદેશ આગામી સૂચના સુધી અમલમાં રહેશે.
આદેશ મુજબ, "પાકિસ્તાની ઝંડાવાળા કોઈપણ જહાજને કોઈપણ ભારતીય બંદરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને ભારતીય ઝંડાવાળા કોઈપણ જહાજને પાકિસ્તાનના કોઈપણ બંદરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં."
પાકિસ્તાનથી આયાત પર પ્રતિબંધ લાદવામાં આવ્યો
અગાઉ પહેલગામ આતંકવાદી હુમલા બાદ પડોશી દેશ સાથે વધતા તણાવ વચ્ચે ભારતે પાકિસ્તાનથી તમામ પ્રકારની પ્રત્યક્ષ અને પરોક્ષ આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. વાણિજ્ય મંત્રાલયના જાહેરનામા અનુસાર, "પાકિસ્તાનમાં ઉદ્ભવતા અથવા નિકાસ કરાયેલા તમામ માલની સીધી કે પરોક્ષ આયાત અથવા પરિવહન, પછી ભલે તે મુક્તપણે આયાત કરી શકાય કે અન્યથા પરવાનગી આપવામાં આવે, આગામી આદેશો સુધી તાત્કાલિક અસરથી પ્રતિબંધિત રહેશે."
સૂચનામાં જણાવાયું છે કે, "આ પ્રતિબંધ રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર નીતિના હિતમાં લાદવામાં આવ્યો છે. આ પ્રતિબંધમાં કોઈપણ અપવાદ માટે ભારત સરકારની પૂર્વ મંજૂરીની જરૂર પડશે"
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે